Bhavna Bhatt

Comedy

4.0  

Bhavna Bhatt

Comedy

એક વાત

એક વાત

2 mins
220


એક પોપટ હતો અને બાજુનાં ઘરમાં પણ એક પોપટ હતો.. રામુભાઈ ને ત્યાં પિંજરામાં પૂરાયેલો પોપટ આખો દિવસ રામ, રામ બોલતો હોય છે.. અને બાજુનાં ઘરમાં કનુભાઈ ને ત્યાં પિંજરામાં રહેતો પોપટ ગાળો બોલતો હોય છે.

પોપટની આ ગાળો સાંભળીને એક દિવસ કનુભાઈ રામુભાઈ ને ઘેર આવ્યા અને કહ્યું કે રામુભાઈ આ તમારે ત્યાં રહેતો પોપટ રામ,રામ બોલે છે.અને મારે ત્યાં રહે છે એ ગાળો બોલે છે એ સાંભળીને બહું દુઃખ થાય છે.

જો આપ રજા આપો તો મારે ત્યાં રહેલો પોપટ આપનાં પોપટ ભેગો એક પિંજરામાં રાખીએ તો એ કંઈ સારું શીખીને રામ, રામ બોલતો થાય.

રામભાઈ કહે સારું મૂકી દો એક પિંજરામાં.

કનુભાઈ એમનાં ઘરેથી પોપટ લઈ આવ્યા અને રામભાઈનાં પોપટ ભેગો મૂકયો.

ત્રણ-ચાર દિવસ થયાં પણ બન્નેમાંથી એકપણ બોલતાં નહોતાં. એ અંત તો તમને યાદ જ હશે ને..?

એમ ઘણાંય અલીબેન ને ટલીબેન ને સારાસારી હોય પછી છૂટાં પડે ત્યારે તો..

તોબા. તોબા...

આહાહા..

એકબીજા ઉપર જે કાદવ,કીચડ અને ગોબર ઉછાળે...

જે સાંભળીને ભોળા માણસો બિચારા ભોળવાઈ જાય.

અને પછી આકસ્મિક ઘટના ઘટે અને એ અલીબેન ને ટલીબેન પાછાં એક જાન હૈ હમ બનીને બીજાની ભાવનાઓની હાંસી ઉડાવે. 

અને પાછાં મોટાં સંત બનીને ઉપદેશ આપે.

એક કહેવત છે ને.

સો ચુહે મારકે બિલ્લી હજ કો ચલી..એમ ભાષણ આપે આપણે તો નક્કી જ કર્યું છે હવે કોઈ કોઈને ભેગાં કરવાં જ નથી. કારણકે, ચાર મળે ચોટલા તો કોઈનાં ઉખાડે ઓટલા આવું આવું જ્ઞાન વહેંચે.. 

આવું કહે..

કહે જ કારણકે પેલાં અલીબેન, ટલીબેન, ઝેણીબેન, પેણીબેન ભેગાં મળીને આ જ કારસ્તાનો કર્યો હોય છે.

એક દિવસ પેણીબેન ને વેણીભાઈ સસલાં નાં ઘરે આવ્યા અને કહે.

શું કહે ?

અરે કહે છે ભાઈ શાંતિ..

કહે કે તમને ખબર છે ?

સસલાભાઈ નાં શું ?

અરે પેલાં અલીબેન છે ને ?

સસલાં :- હાં તો..

અરે એ તો મોટો મગર છે મગર.

સસલાનો પરિવાર :- આશ્વર્યથી જોઈ રહ્યા. 

વેણીભાઈ :- તમે જોજો એ આપણાં આખાં કુટુંબને ગળી જશે.

સસલાં બિચારા ભય નાં ઓથારથી ધ્રૂજી ઉઠ્યા..

અને પછી એજ અલીબેન અત્યારે એમનાં માટે મહાન વ્યક્તિ બની ગયાં હોય છે..

એકબીજા ઉપર આંગળી ચીંધનારા એક થઈ જાય અને પછી તો.

આવાં અલીબેન ને ટલીબેન, સાથે ઝેણીબેન ને પેણીબેન પાછાં ભેગાં થઈને કુટુંબમાં કોઈને કોઈનાં ચોટલા અરે.. નાં. નાં.

ઓટલા ઉખાડવાનો ધંધો શરૂ કરી દે.

બિચારા નાહક ભોળા સસલાં આવાં ભેજાબાજનાં લીધે જાળમાં ફસાઈને એમની ચાલાકીનાં ભોગ બની ગયાં.

*આ હાસ્યકથા લખવાની પ્રેરણા મને નટુભાઈ તરફથી મળી છે મેં પ્રયત્ન કર્યો છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy