એક પુત્રીનો પિતાને પત્ર
એક પુત્રીનો પિતાને પત્ર
એક માં વિનાની પુત્રી, જે પોતાના પિતા પાસે મોટી થાય છે. પિતા એણે બધું આપે છે. પણ સમય આપી શકતા નથી. પુત્રી પોતાના પિતા ને પાત્ર લખે છે.
વાંચો અહી.
મેરે પ્રિય પાપા,
તમે તો દુનિયાના સૌથી પ્રેમાળ પિતા છો.
તમે મારા માટે બીજા લગ્ન પણ ના કર્યા.
તમે મારી ખુશી માટે દુનિયા ની તમામ વસ્તુ ઓ આપી શકો તેમ છો. મારી જિંદગીના બાર વર્ષમાં, તમે કેટલાય મોંઘાદાટ રમકડાંઓ અપાવ્યા. બ્રાન્ડેડ કપડાં અપાવ્યા, મારી ગમતી તમામ વસ્તુઓ અપાવી.પપ્પા તમને એમ હશે કે, મારી પુત્રી બહુ ખુશ છે. પણ પપ્પા તમે બધું આપો છો.
પણ સમય નથી આપતા.
મને તમારો થોડો સમય આપી,
મારે તમારા ખભે બેસી દુનિયા જોવી છે.
તમારા ખભે બેસી મને મેળા માં જવું છે.
તમારી આંગળી પકડી આખી દુનિયા ની સફર કરવી છે .
તમારી હાથ ઝાલી ને મને આ દરિયા કિનારે ઘુમવુ છે.
તમારી સાથે રેતી માં ઘર બનાવવું છે.
મારે તમારી સાથે સંત કૂકડી અને ખોખો રમવું છે.
મને તમારા મુખે પરી ઓ ના દેશ ની વાર્તા ઓ સાંભળી,
એ કાલ્પનિક નગર ની સફર કરવી છે.
મને સુવા માટે મારા માથા પર તમારો હાથ ફરે ,
એવી સુકૂન વાળી નીંદર માણવી છે.
મને બત્રીસ પકવાન નથી ખાવા.
પણ તમારા હાથ નો એક મીઠો કોળ્યો મને ખાવો છે.
મેળા માં ચાલતા ચાલતા હું થાકી જાવ,
તો મારા આ નાના પગલાં ને તમારો સહારો જોઈએ છે પપ્પા.
જીવન ને લગતા કેટલાક પ્રશ્નો છે મારા. નાનકડા મન માં એનો ઉકેલ તમારી પાસે થી જોઈએ છે પપ્પા.
હું ફરતા ફરતા ક્યાંક ખોવાઈ જાવ તો,
મારા નાનકડા પગલાં ને,
યોગ્ય દિશા માટે તમારી જરૂર છે પાપા.
મને આ મોંઘાદાટ કપડાં કે રમકડાં નથી જોઈતા પપ્પા.
મને તો સારા કામ માટે બિરદાવી,
મારા કપાળ પર ચુંબન કરે એ પપ્પા જોઈએ છે .
મારી ભૂલ માટે મને ઠપકાને બે શબ્દો કહે, અને હું રિસાઇ જાવ તો,
મને મનાંવે એ પપ્પા જોઈએ.
પ્લીઝ, પપ્પા મને સમય આપો.
માટે તમારો સમય જોઈએ છે.
તમારો હાથ પકડી મને dance કરવો છે. મારી હદય ની ખુશી ઓ ને વ્યક્ત કરવી છે.
મારો ગુસ્સો મારો પ્રેમ મારી નફરત,
મારી લાગણી ઓ ને,
હું ક્યાં વ્યક્ત કરું?
મારી પાસે છે આ રાજમહેલ જેવા બંગલા ની ચાર દીવાલો.
શું મારી લાગણી નો એ પ્રત્યુતર આપશે મને?
હું રિસાઇ તો એ મનાવશે મને?
શું મારા સારા કૃત્યો ને બિરદાવશો એ?
નહિ પપ્પા નહિ,
મને આ રાજમહેલ નહિ મારા પપ્પા જોઈએ.
જોડે લડવા જોડે હસવા જોડે ફરવા મારા પપ્પા જોઈએ.
પ્લીઝ પપ્પા પ્લીઝ પ્લીઝ પપ્પા મને તમારો સમય આપી ને, દુનિયાની સૌથી કીમતી ચીઝ મે માગી છે. તમારી લાડલીને આ ગિફ્ટ આપશોને પપ્પા? આપશો ને પપ્પા?
તમારી ઈશ્વરની સૌથી મોંઘી ગિફ્ટ એવી લાડલીના પ્રણામ પપ્પા.
