એક નવો અધ્યાય
એક નવો અધ્યાય


સલોની ઘરે આવી. આંગણામાં જોયું તો ઘણા બધા રબરના ટાયર પડ્યા હતા. અંદર જઈને જોયું તો મમ્મી સુનિધિ બહેન કઈક સિવી રહ્યા હતા. એને નવાઈ લાગી.
"મમ્મી,આ બધું શું છે?" સલોની બોલી.
સુનિધિ બહેન બોલ્યા, "બેટા, કાલે હું આંગણવાડીમાં બાળકોને પુસ્તકો આપવા જવાની છું. પ્લાસ્ટિકનો કચરો ખૂબ જ વધી ગયો છે બધે. અને પ્લાસ્ટિકની થેલી ફાટી પણ જાય. એટલે જ બાળકો માટે સુંદર ડિઝાઈનવાળી આ બેગ બનાવું છું. આ લાંબો સમય ટકશે અને એ લોકોને કઈક નવીન લાગશે."
સલોની એ જોયું, સુનિધિ બહેને ખૂબ જ સરસ અને અલગ અલગ ડિઝાઈનવાળી બેગ બનાવી હતી. કોઈક પર ડોરેમોન, કોઈક પર ટોમ એન્ડ જેરી, કોઈક પર પુહ. એમ દરેક કાર્ટૂન કેરેક્ટર બનાવ્યા હતા. સલોની ને માન થયું પોતાની મમ્મી પર.
સલોની બોલી, "વાહ, મમ્મી. આ બધું તો નવું જ છે અને ખૂબ સરસ પણ છે. પણ આ બહાર ટાયર પડ્યા છે એનું શું કરવાનું છે?"
સુનિધિ બહેન બોલ્યા, "જો બેટા, લોકો ટાયર બાળીને એટલો બધો ધુમાડો કરે છે કે માણસ ગૂંગળાઈ જાય. બીજું પ્લાસ્ટિકની જેમ રબર પણ ઓગળતું નથી. અને કરી જમાં થાય છે. એટલે એનાથી બાળકો માટે ટેબલ ખુરસી બનાવીશું. બીજા
ઘણા રમવાના સાધનો પણ બની શકશે.
આપણાં આંગણા માટે પણ ફર્નિચર બનાવીશું. આ એક જાતની પર્યાવરણની મદદ છે. જૂનું તૂટેલું પ્લાસ્ટિક ઓગળીને એનાથી ખૂબ મજબૂત એવા પાટલા અને ખુરસી પણ બને છે. જો આ બધું વ્યવસ્થિત રહશે તો પછી એક એક્ઝીબિશન પણ કરવો છે. જેથી આ કચરો પણ વપરાઈ જાય અને પર્યાવરણ ને મદદ પણ થાય.
તું જૂએ છે બધે પ્લાસ્ટિકની કોથળી ઊડે છે. મેં વિચાર્યું છે કે કોથળીમાં વજન બરાબર લસણ કે બટેટા કે ડુંગળીનું વેચાણ પણ કરવું છે. જેથી કોઈ કોથળી આજુબાજુ ન નાખે
વસ્તુ લેવા માટે જમાં કરે. અને બિચારા મૂંગા પ્રાણી એને ખાઈને બીમાર ના પડે."
સલોની બોલી, "વાહ, મમ્મી. હું પણ તમારી મદદ કરીશ આ બધા કામ કરવામાં. કૉલેજથી છૂટીને આ બધું કામ કરીશ. મને પણ મજા આવશે પર્યાવરણની મદદ કરીને."
સુનિધિ બહેન બોલ્યા," બેટા, મે તો બહુ બધું વિચાર્યું છે. બસ કાલથી અમલ ચાલુ કરું છું. હું પણ બધાંની ટેવો બદલીને જ જંપીશ. ભવિષ્ય માટે પણ બધું બચાવવાનું છે. આજે જ પર્યાવરણ ને ખતમ કરી દઈશું તો આવનારી પેઢી માટે શું બચશે?"
બસ બંને મા દીકરી મથી પડ્યા પર્યાવરણ બચાવવા માટે.