એક ખરાબ સ્વપ્ન
એક ખરાબ સ્વપ્ન


દરેકની જિંદગીમાં એક સ્વપ્ન હોય છે કે પોતાનુ ઘર હોય. ઘર તો મારા સ્વપ્ન મુજબનું બનાવેલું.
પરંતુ એ રાત્રે હુંં સૂઈ ગઈ ત્યારે મને જે સ્વપ્ન આવ્યું તેથી હું ડરી ગઈ હતી. મેં જોયુ કે ધરતીકંપમાં અમારું ઘર પડી ગયું હતું. ઘર નો સ્તંભ મારા પગ પર પડયો હતો. ચારેબાજુથી બધાની ચીસો નો અવાજ સંભળાઈ રહયો હતો. કોઈ મારુ મંગળસૂત્ર ખેંચી રહ્યુ હતુંં, તો કોઈ મારા હાથની બંગડીઓ ખેંચી રહ્યુ હતુંં. હું સખ્ત ગભરાઇ ગઈ હતી અને મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ. હું જાગી ગઈ ત્યારે મને આનંદ હતો કે એ તો એક ખરાબ સ્વપ્ન જ હતુંં.