એક હતી મિશાલ
એક હતી મિશાલ
અષાઢી મેઘ ઝરમર વરસી રહ્યો હતો વર્ષાની હેલીથી હરખાઈ આ ધરતી જાણે દુલ્હન સમી સજી બેઠી
લીલુડી ઓઢણી ને ગુલાબી પાલવ જાણે આકાશી સુંદરી
વૃક્ષો પણ નાહી ધોઈ ને સ્વચ્છ થયા આ માટી પણ તન મન ને મહેકાવતિ મહેક ફેલાવી રહી છે બાળકો પાણી માં ખુશ થઈ નાહી રહ્યા છે હવા ખુશનુમા છે આ દુલ્હન જેવી ધરતી ને વધાવવા માટે આ ફૂલો પણ વૃક્ષ પરથી સારી પડ્યા કોઈ પણ ને નશો ચડી જાય એવું ખુશનુમા માહોલ છે મિશાલ પોતાની ગેલેરી માંથી આ દૃશ્યો જોઈને રહી છે પણ આ વરસાદી માહોલ તો મિશાલ ને ગમગીન બનાવે છે કોઈ ની યાદો એને તડપાવી રહી છે કોઈ ની બેવફાઈ નો ડંખ એના હૈયા માં અગનજવાળા પેદા કરી રહ્યો છે
બહાર ની શીતળતા પણ એના મન ને ઠારી નથી શકતી
વરસાદ ની બુંદો જોઈને એ ભૂતકાળ માં સરી પડી
મિશાલ અને માનસ બંને એક જ કોલેજ માં સાથે ભણતા હતા અને બંને ની રસ રુચિ એક હતી. એકબીજામાં પાકા મિત્રો હતા એકબીજા ની બુક ની આપ લે કરતા એક બીજા નો નાસ્તો પણ શેર કરતા કોફી પીવા તો હંમેશા સાથે જ જતાં એકબીજા સાથે મિત્રતા નિભાવતા બંને વચ્ચે ક્યારે પ્રેમ થઈ ગયો ખબર પણ માં પડી
એકબીજા ને દિલ દઈ બેઠા કોલેજ માં તો રોજ મળતા
પણ બંને એ એક રિસોર્ટ પર મળવાનું નક્કી કર્યું
આજે મિશાલ ખૂબ ખુશ હતી. આજે આસમાની રંગનો ગાઉન પહેર્યો હતો કણ માં એવા જ મેચિંગ ઝુમખા
હાથ માં એવી જ રણકાર કરતી બંગડી ઓ પહેરી હતી.
ભાલે એવી જ બિન્દી લગાવી હતી. હોઠે લલી લગાવી હતી.
એક તો હતી. ખૂબસૂરત કોઈ અપ્સરા જેવી કળી કાજલ ભરી મોતી મોતી આખો કમળ ની પાંદડી જેવા હોઠ
એના પર કાળું તિલ ગુલાબ જેવા ગુલાબી ગાલ જાણે કોઈ સ્વર્ગની અપ્સરા જેવી લાગી રહી હતી.
બહાર ઝરમર ઝરમર વરસાદ ધરતી ને ભીનાશ આપતો હતો ભીતર માનસ પ્રત્યેની લાગણી એને તરબતર કરી રહી હતી. ખૂબ ખુશ હતી. મિશાલ માનસ ના પ્રેમે એના જીવન માં રંગોળી પૂરી હતી. ખૂબ ખુશ થતી કઈ ગીત ગાઈ રહી હતી."" રીમઝીમ ગીરે સાવન સુલગ સૂલગ જયે મન......
ખૂબ ખુશ થતી માનસ ને મળવા દોડી જાય છે
પછી તો ક્યારેક રિસોર્ટ ક્યારેક બીચ ક્યારેક બગીચો ક્યારેક થિયેટર કેટલીય જગ્યા ઓ ફરતા અને હાથમાં હાથ નાખી દુનિયા રખડતા જાણે બંને ને એવી અનુભૂતિ થતી કે એના જેટલું દુનિયામાં કોઈ સુખી નથી
પણ સાચો પ્રેમ હંમેશા અધૂરો રહેવા જ સર્જાયો છે
એક દિવસ સવાર સવારમાં માનસ ને લોહીની ઉલ્ટી થાય છે બધા રિપોર્ટ્સ કરાવે છે તો ખબર પડે છે કે છ મહિના નો મહેમાન છે એ મિશાલ ને ખુબ ચાહતો હતો એને દુઃખી કરવા નહોતો માગતો તેથી તે તેની જ કોલેજ ની મિત્ર વિશ્વા ને બધી વાત કરે છે અને વિશ્વ કહે છે તું મારી સાથે પ્રેમ નું નાટક કરવામાં મને સાથ આપ જેથી મિશાલ મને બેવફા સમજી બીજે લગ્ન કરી લે
બીજા દિવસથી બંને નાટક શરૂ કર્યું માનસ બહારથી મિશાલ ને ઇજ્ઞોર કરતો રહ્યો મિશાલ એકદમ તૂટી ગઈ
એ માનસ ને બેવફા સમજી બેઠી એ એટલી હદે માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ કે મનોચિકિત્સક નો સહારો લેવો પડ્યો ધીમે ધીમે એ બહાર આવી જાય છે
અને જ્યારે મહેશ નામ નો એક ડોકટર એની જિંદગી માં આવે છે મિત્ર બને છે અને શાદી માટે પ્રસ્તાવ રાખે છે ત્યારે એકડ સ્વીકારી લે છે કેમ કે એને ડર હતો માનસ ની જેમ
બેવફાઈ તો નહીં કરે ને એટલે એ શાદી કરી લે છે
અને એની સાથે જીવન માં સેટલ થાય છે અને માનસ ને ભૂલવાની કોશિશ કરે છે
અહી ઘણા બધા દિવસો વ્યતીત થાય છે અને માનસ પોતાના અંતિમ દિવસો ગણાતો હોય છે પોતાની આખરી મુલાકાત માટે એ મિશાલ ને મળવા માગે છે
એક દિવસ વિશ્વા મિશાલ ને મળવા આવે છે
અને જ્યારે માનસની વાત કાઢે છે ત્યારે મિશાલ ચોખું કહે છે એનું તું નામ નહીં લે મારી પાસે એ બેવફા છે ત્યારે વિશ્વા
બધી વાત કરે છે અને કહે છે એ અંતિમ શ્વાસ ગણી રહ્યો છે તને મળવા માગે છે
ત્યારે મિશાલ વિશ્વા ની સાથે જાય છે અને માનસ ને મળે છે અને બંને ખૂબ રડે છે મિશાલ ફરિયાદ કરે છે તે શા માટે મને ના કહ્યું મિશાલ તો સારી ચિત્રકાર હતી. માનસ એની પાસે વચન માગે છે તું તારી ચિત્રકલા માં નામ રોશન કર
અને તરા શોખ ને જાળવી રાખી તું એક સ્કૂલ ખોલ
એ જ માટે સાચી શ્રદ્ધાંજલિ અને આ કહી માનસ
પોતાના આ નદ્વર દેહ છોડી દે છે જગત ને અલવિદા કહી દીધું
મિશાલ ખૂબ રડે છે પણ આપેલા વચન ને લઈ ને મજબૂત થઈ જાય છે જ્યારે બહાર નીકળે છે ત્યારે ઝરમર વરસાદ આવતો હોય છે અને પોતે ગાવા લાગે છે
"રીમઝીમ ગિરે સાવન સુલાગ સૂલાગ જયે મન
