Arun Gondhali

Thriller

4  

Arun Gondhali

Thriller

એક છબીની છબી - ૭

એક છબીની છબી - ૭

5 mins
346


(પ્રકરણ – ૭)

આકાશની સર્જન તરીકેની મહેનત ફળી રહી હતી. ઉર્વશીની બોડી ઉપર દવાઓની અસર જોઈ શકાય એવી હતી. અસર થોડી ધીમી હતી પરંતું પોસિટીવ હતી. આકાશ અને ઉર્વશી હવે સારા હળીમળી ગયાં હતાં. મોસમ બદલાઈ રહ્યો હતો એટલે ડોકટર આકાશે એક એક્સ્પેરિમેન્ટ કરી જોવાનું નક્કી કર્યું. તેણે ઉર્વશીની સાથે બહાર ફરવા જવાની વાત કરી જેથી ખુલ્લી હવામાં તે શ્વાસ લઈ શકે અને પોતાની એક રૂમમાં સહન કરેલ અકળામણથી રાહત અનુભવી શકે. ઉર્વશીને કોઈ વાંધો નહોતો.

આકાશ ઉર્વશીને લઈને શાચીના ઘરે ગયો. આકાશને અચાનક આવેલો જોઈ શાચી વિચારમાં પડી પરંતું આકાશની પાછળથી ઉર્વશી જયારે અચાનક એની સામે ઊભી જોઈ તો એ એકદમ વિચારમાં પડી ગઈ.

“ઓહ.... માય ગોડ.... વ્હાટ અ સરપ્રાઈઝ... મિરેકલ...!” – પોતાની હમશકલને જોઈ શાચી બોલી ઊઠી.

ઉર્વશીના બંને હાથોને ઝાલી સોફા તરફ દોરી ગઈ અને બેસવાં કહ્યું.

આકાશે ઉર્વશીની ઓળખાણ કરાવી. એક અકસ્માત દરમિયાન બનેલ ઘટનાની વાત કરી અને પોતાની ટ્રીટમેન્ટના એક ભાગ તરીકે એ આજે હોસ્પિટલમાંથી બહાર આવી છે તે સમજાવ્યું. વાતો કરી રહ્યાં હતાં ને શાચીના પપ્પા-મમ્મી અને બહેન ગ્રેસી દિવાનખંડમાં પધાર્યા. ઉર્વશીને જોઈ બધાં અચંબામાં પડી ગયાં. ઉર્વશીનો ચહેરો શાચી અને ગ્રેસીને તદ્દન મળતો આવતો હતો એકદમ આબેહુબ. જાણે એક તસવીરની ત્રણ ફોટોકોપી. એક છબીની બે છબી. ઉર્વશી પણ શાચી અને ગ્રેસીને જોઈને અવાક બની ગઈ. શું આવું શક્ય છે ? બે સરખાં ચહેરાં તો જોયા હતાં પણ ત્રણ સરખાં ચહેરાં ? 

શાચીની ફેમીલી ઉર્વશીને એમનાં ગાર્ડનમાં ફરવા લઈ ગયાં. મિસ્ટર થોમસ અને ડોક્ટર આકાશ બંને વાતો કરી રહ્યાં હતાં. મિસ્ટર થોમસને ઉર્વશીની બધી માહિતી મેળવી લેવામાં રસ જાગ્યો અને આકાશે બધી વાતો મિસ્ટર થોમસને જણાવી. ઉર્વશીના સાયન્ટીસ્ટ તરીકે કરી રહેલ લેબ પ્રયોગ અને સંશોધનની વાત પણ કરી. લગભગ એક કલાક બાદ ગ્રેસી અને એની મમ્મી દિવાનખંડમાં દાખલ થયાં. એક કલાક બાદ શાચી આવી, એની પાછળ ઉર્વશી હતી. હવે આકાશ માટે એક મોટું સરપ્રાઈઝ હતું. શાચીએ પોતાનો એક નવો ડ્રેસ ઉર્વશીને ભેટમાં આપ્યો અને વિનંતી કરી કે નવો ડ્રેસ પહેરીને જ આકાશની સામે જવું. શાચીની નિર્દોષ વાતને સ્વીકારતા ઉર્વશીને જરા પણ અજુગતું લાગ્યું નહી. ઉર્વશીને જોતા જ આકાશ સ્તબ્ધ બની જોતો જ રહ્યો. બંને એક સરખી દેખાતી હતી. શાચીની જગ્યાએ જો ઉર્વશીને ઊભી કરવામાં આવે તો કોઈને પણ ધોખો થાય !

મિસ્ટર થોમસ પણ વિચારમાં પડી ગયાં. તેઓ તરત પોતાનાં રૂમમાં ગયાં અને કેમેરો લઈ આવ્યાં એમણે ઉર્વશીના ફોટાં લીધાં અને પોતાનાં પરિવાર સાથે પણ ફોટાં લીધાં જાણે એક નાનું ફોટો સેશન થયું. બધાં હસતાં હસતાં છૂટાં પડ્યાં.

આકાશ અને ઉર્વશી હોસ્પિટલમાં પરત ફરી રહ્યાં હતાં ત્યારે આકાશે ઉર્વશીને એક પ્રસિદ્ધ હોટેલમાં ડિનરની ઓફર કરી. ઉર્વશી આજે ખૂબ ખુશ હતી એટલે એ ના કહી શકી નહી. ડિનર બાદ જયારે બીલ ન આવતાં બીલની માંગણી કરી ત્યારે હોટેલ તરફતી એક સેલિબ્રિટીને કોમ્પ્લીમેન્ટ છે એમ કહેવામાં આવ્યું. હવે આકાશને ખબર થઈ કે કંઈક ગેરસમજ હોટેલવાળાને થઈ છે. આકાશે એમની કોમ્પ્લીમેન્ટ સ્વીકારવાની ના કહી પણ ડોક્ટર આકાશની વાત કોઈએ સાંભળી નહી. હવે વાત આગળ વધે તે પહેલા ત્યાંથી નીકળી જવામાં જ સમજદારી છે એ લક્ષમાં આવ્યું કારણ બંને સીસીટીવીની સામે હતાં. તરત બંને ગાડીમાં નીકળી હોસ્પિટલ પર પહોંચી ગયાં. હોસ્પિટલમાં આવીને આકાશે શાચીની બધી વાત કરી અને હોટેલમાં શાચીના હમશકલ ચહેરાને લીધે ગેરસમજ થઈ હશે તે નિર્દોષતાથી જણાવ્યું અને માફી માંગી. ઉર્વશીને આખી વાતનો તાગ સમજાયો પરંતું એમાં કંઈક ખોટું થયું નથી એટલે આખી વાત સહજતાથી સ્વીકારી એ ખડખડાટ હસી પડી.

ત્રણ અઠવાડિયામાં આકાશની ટ્રીટમેન્ટથી ઉર્વશીને હવે સો ટકા ફાયદો થયો હતો. ચહેરાની સ્કીન એકદમ ઓરીજીનલ હોય તેમ લાગતી હતી. ડોક્ટર આકાશે સમીરને બધાઈ આપતો ઈમેલ કર્યો અને ઉર્વશીના ડિસ્ચાર્જની વાત કરી, ઉર્વશીને ઈન્ડિયા લઈ જવા માટે સહમતી આપી.

આખરે ઉર્વશી અને સમીરનો વિરહનો અંત આવ્યો. સમીરે ઉર્વશીને ઈન્ડિયા લાવવાની વાત ઉર્વશીના લેબના ડોક્ટર રાવને કરી. મીઠાં બોલાં ડોક્ટર રાવ ઉર્વશીના તબિયતની ખબર સમીરને રોજ પૂછતાં અને શક્ય હોય તો સમીરને રૂબરૂ પણ મળતાં. જયારે સમીરે ઉર્વશીને લંડન લેવા જવાની વાત કરી તો ડોક્ટર રાવ પણ તૈયાર થઈ ગયાં અને કહ્યું કે પ્લેનની ટિકિટ એ પોતે અરેન્જ કરશે. સ્વાભાવિક રીતે સમીર ના પાડી શક્યો નહી.

એરપોર્ટથી ડોક્ટર રાવ અને સમીર હોસ્પિટલ પહોંચ્યાં. ડોક્ટર આકાશ સમીરની ઉત્કંઠા સમજી ગયાં અને ઉર્વશીને મળવા માટે રજા આપતાં કહ્યું – “તમે બંને મળી લો, પછી બીજી વાતો કરીશું.”

સમીરના ગયાં બાદ ડોક્ટર રાવે પોતનો પરિચય આપ્યો. ખૂબ મીઠાં સ્વભાવવાળા ડોક્ટર રાવે વાતવાત માં ઉર્વશીના એક્સ્પેરીમેન્ટના ડોક્યુમેન્ટસ લઈ લીધાં અને સમીરે મોકલેલ ઈમેલ પણ ડીલીટ કરાવી નાંખ્યો. ખૂબ મીઠાં શબ્દોમાં ડોક્ટર આકાશનો આભાર પણ માન્યો. ડોક્ટર રાવના નેચરથી ડોક્ટર આકાશ ખૂબ ઈમ્પ્રેસ હતાં. લગભગ એક કલાક બાદ ઉર્વશી અને સમીર ડોક્ટર આકાશનાં કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થયાં. બધાં વાતો કરી રહ્યાં હતાં ત્યારે ડોક્ટર રાવના મોબાઈલની રીંગ વાગી અને તેઓ બહાર નીકળી ગયાં.

ડોક્ટર આકાશ, સમીર અને ઉર્વશી ખૂબ ખુશ હતાં. ડોક્ટર આકાશે ઉર્વશીને તકેદારીની ટીપ્સ આપી અને ફોન ઉપર એ સંપર્ક કરી શકે છે એવી મંજૂરી આપી. સમીરે આભાર માનતાં ડોક્ટર આકાશને પેમેન્ટની વાત કરી ત્યારે ડોક્ટર આકાશે ચોખ્ખી ના પાડી. વાત વાતમાં ઉર્વશીને ઈશારો કરી સમીરને જણાવ્યું કે ઉર્વશીની બીજી બે બહેનો પણ છે, ઈચ્છા હોય તો મળી શકાય એમ છે. વાત જાણી સમીર તો આશ્ચર્યચકિત થઈ ગયો. બધાં શાચીને મળવા નીકળ્યાં, પરંતું ડોક્ટર રાવે હોસ્પિટલમાં જ રોકાવવાની વાત કરી.

સમીર જયારે શાચી અને ગ્રેસીને મળ્યો ત્યારે વિચારમાં પડી ગયો, ખરેખર આ એની બહેનોજ હશે એટલે ઉર્વશીને પૂછ્યું આજ સુધી આ વાત કેમ છૂપાવી રાખી ? ત્યારે ઉર્વશી અને ડોકટર આકાશ ખૂબ હસ્યાં અને બધી હકિકત જણાવી. શાચીના પપ્પા બહાર ગયેલ હતાં એટલે એમની મુલાકાત થઈ નહોતી. સમયનાં અભાવે બધાં ત્યાંથી નીકળ્યાં. શાચીએ ખૂબ પ્રેમથી ઉર્વશીને હગ કરી અને એક બહેનની જેમ ગુડબાય કરી.

હોસ્પિટલ ઉપર આવી ઉર્વશીએ એની બેગ લીધી. ડોકટર રાવ, સમીર અને ઉર્વશી હવે સાંજ સુધી ડોકટર રાવના મિત્રને ત્યાં રોકાઈને રાત્રીની ફ્લાઈટમાં ઈન્ડિયા રીટર્ન થવાના હતાં. ડોકટર રાવના મિત્રની કાર હોસ્પિટલમાં બધાંને રીસીવ કરવા આવી અને બધાં ડોકટર આકાશને બાય બાય કરી નીકળી ગયાં.

આકાશને એની હોસ્પિટલ આજે ખૂબ ખાલી ખાલી લાગી રહી હતી. એણે પોતાનાં એક કબાટને ખોલ્યો અને અંદરથી ફ્રેમ કરેલ એક ફોટો કાઢ્યો. એ ફોટો આકાશના પપ્પા-મમ્મીનો હતો. આકાશના પપ્પા અને મમ્મીનો ચહેરો સમીર અને ઉર્વશીના ચહેરાઓને મળતો આવતો હતો. કદાચ વિધિની આ રમત હશે. બંને ભારતીય મૂળના હતાં. બ્રાઝીલમાં કોસ્મેટિક સર્જરીની ડીગ્રી લઈ તેઓ લંડનમાં સ્થાયી હતાં. એક કાર એક્સિડેન્ટમાં બંનેને ઈજા થઈ. હોસ્પિટલની સારવાર દરમિયાન પિતાનું મૃત્યુ થયું. મા ની હાલત નાજુક હતું, એમના ચહેરાને ખૂબ મોટું નુકસાન થયું હતું. એક સુંદર સ્ત્રી નો ચહેરો કદરૂપો બની ગયો હતો. સારવાર બાદ એ સારી તો થઈ પરંતું એનો કદરૂપો ચહેરો ભયંકર લાગતો હતો, પ્લાસ્ટિક સર્જરી શક્ય નહોતી કારણ ચહેરાના નાજુક હાડકાં પૂર્ણ રીતે ડેમેજ થયેલ હતાં. પોતાની કદરૂપી હાલતથી દુઃખી થઈ એક દિવસે એમણે આત્મહત્યા કરી લીધી.  બસ્સ... તે દિવસથી જ આકાશે નક્કી કર્યું હતું કે એ પણ પિતાજીની જેમ પ્લાસ્ટિક સર્જન બનશે અને કોઈનો ચહેરો કદરૂપો થાય તો એ ચહેરાને સુંદર બનાવવાં પ્રયત્નો કરશે.

ઉર્વશીના કેસમાં હકીકત જાણી અને એનાં ઓરીજીનલ ફોટામાં જોયા ત્યારે એ પોતાની લાગણીઓ રોકી શક્યો નહી અને પોતાના ગુમાવેલ મા-બાપ યાદ આવી ગયાં એટલે કોઈપણ ફી વગર એણે ઉર્વશીનો કેસ હાથમાં લીધો.

(ક્રમશઃ)     


Rate this content
Log in

Similar gujarati story from Thriller