STORYMIRROR

Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

એક અભણ દંપતી

એક અભણ દંપતી

1 min
200

એક નાનાં પછાત ગામમાં દંપતી વચ્ચે તકરાર ચાલતી હતી...

હારી ચારનો કવુ શું હાભળતી નથી...

ટક, ટક, ટક કરે સે તે..

પતિ :- એક અડબોથ દઈશ ને 

પત્ની :- તૈ અમનેય આવડે સે..

પતિ :- શું ?

પત્ની :- તમે એક દેશો તો હું બે ત્રણ દઈશ...

પતિ :- મારી હાહરી આ તો હામા જવાબ આપે સે..

પત્ની :- તે આપે જ ને..

પતિ :- તારાં મા બાપે આવું શિખવ્યું સે..?

પત્ની :- મારાં બાપુ એ એવું કીધું તું કે જો બેટા આપણે ખેતી વાડી વાળા સુખી માણહો છીએ..

આપણે કોઈનું ઉધાર રાખતાં નથી.

કોઈ એક આપે તો આપણે સામે બે ત્રણ આપી દેવું..

પતિ :- મેં તો તારાં બાપને સીધાં માણસ સમજ્યા હતા..

પત્ની :- મારાં બાપુ પણ કહેતાં હતાં કે આમ તો રમલો જમાઈ છે સીધો પણ કયારે રૂગુ ભરાય એ નો કે'વાય..

પતિ :- એટલે..

પત્ની :- કયારે ખોપડુ ફરે એ નો કે'વાય 

પતિ :- હું તો મજાક કરતો હતો કે તું ચેટલી હોશિયાર સે..?

પત્ની :- હવે તમારું ખોપડુ ઠેકાણે આયુ હોય તો હેંડો જમવા..

આમ પતિ-પત્નીની તકરાર પૂર્ણ થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy