Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

એ પેટ્રોલ મોંકાણ

એ પેટ્રોલ મોંકાણ

2 mins
238


અલીબેન ને ટલીબેન પૂનમ હોવાથી નવાપૂરા બહુચરાજી દર્શન કરવા સ્કૂટી લઈને નિકળ્યા. રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો એટલે જેમતેમ કરીને બહુચર માતાજીના મંદિરે પહોંચી ગયા પછી લાઈનમાં ઊભા રહીને દર્શન કર્યા અને હાશકારો અનુભવ્યો પછી પ્રસાદ લીધો અને વાવના દર્શન કરીને બાંકડે બેઠાં.

અલીબેન :- બાપરે આજે તો ગિરદી કેટલી છે નહીં ?

ટલીબેન :- સાચી વાત છે.

અલીબેન :- આ પેટ્રોલનાં આટલાં ભાવવધારામાં પણ આટલો બધો ટ્રાફિક જોઈને મને તો ચક્કર આવવા લાગ્યા હતા..

ટલીબેન :- સાચી વાત છે. બધાયને બૂમાબૂમ કરવી છે..હાય મોંઘવારી.. હાય મોંઘવારી..

પણ કોઈને એ સમસ્યાનાં નિવારણ વિશે કશું કરવું જ નથી ને..!!!

ચાલો ત્યારે આપણે ઘરે જઈએ પાછો સાંજની રસોઈનો સમય થઈ જશે તો ઘરમાં બૂમાબૂમ થઈ જશે..

ચાલો ત્યારે..

એમ કહીને બન્ને જણા સ્કૂટી પાર્ક કર્યું હતું ત્યાં આવ્યા અને સ્કૂટી ચાલુ કરીને થોડોક આગળ ગયાં અને સ્કૂટી બંધ થઈ ગયું.

ટલીબેન ને યાદ આવ્યું કે પેટ્રોલ ભરાવવા નું જ રહી ગયું છે હવે શું કરવું ?

અલીબેન ને ટલીબેન ..

બિચારી સ્કૂટીને ઢસડીને પેટ્રોલ પંપ પર લાવ્યા..

અલીબેન તો ખાલી હાથે આવ્યાં હતા.

ટલીબેને પાકીટ ફંફોસ્યું ત્યારે અંદરથી પચાસ રૂપિયા નીકળ્યા..

ટલીબેન અફસોસ કરતાં ..

અરેરે. હું મૂઈ ઉતાવળમાં નિકળી એટલે રૂપિયા લેવાના ભૂલી જ ગઈ.

મૂવા આપણાને તો આ પેટીએમ ફાવે નહીં..

બળ્યું આ બહું ઉપાધી.

શરમાતાં શરમાતાં..

ભાઈ પચાસ રૂપિયાનું પેટ્રોલ નાંખી દે..

પેટ્રોલ પંપ વાળો પણ ડોળા ફાડીને જોઈ રહ્યો..

પચાસ રૂપિયાનું પેટ્રોલ સ્કૂટીનાં તળિયા પણ ભીનાં કરી શક્યું નહીં આ જોઈને ટલીબેન બોલ્યા અરરરર આ તો પોલિયાનાં ટીપાં જેટલું પેટ્રોલ આવ્યું.!

હવે ઘેર કેમ જાવું..!!

પંપ વાળા ભાઈ. જેમ આવ્યાં હતા એમ જાવો ખેંચીને.

અને પંપ ઉપર ઉભેલાં સૌ મોટે મોટેથી હસવા લાગ્યા..

અલીબેન અને ટલીબેન ભોંઠા પડી ગયાં અને સ્કૂટીને ગુસ્સામાં ખેંચીને રોડ ઉપર લાવ્યા અને બોલ્યા આ ઠાચરા કરતાં તો એકાદ બળદ ગાડું કે ઘોડા ગાડી વસાવી લીધી હોય તો શાંતિ થાય બાપ.

અલીબેન ..:- પણ ટલી તને ઘોડા ગાડી અને બળદગાડાનો ભાવ ખબર છે ?

ટલીબેન :- કહે ના.

અલીબેન કહે એય આસમાને છે..

એનાં કરતાં આપણી પેદલ ગાડી સારી..

વગર કારણે સ્કૂટી, સાધનો વાપરવા નહીં. ઈમરજન્સી હોય તો જ સાધનોનો ઉપયોગ કરવો તો પેટ્રોલ પણ ઓછું વપરાશે અને આપણી બચત પણ થાય. શું કહે છે ટલી..

ટલીબેન : સાચી વાત છે એ જ રસ્તો સાચો છે ખોટી દેખાદેખી કરીને ઘરનું બજેટ બગાડવું નહીં..આમ કહીને સ્કૂટીને ઢસડી ઘર તરફ પ્રયાણ કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy