દત્તક
દત્તક
ડૉરોથી પોતે ‘એડોપ્ટેડ’ ગર્લ હતી. તેના બર્થ માતા અને પિતાની ન તેને ખબર હતી, ન જાણવાની કોઈ ખ્વાઈશ ! પોતાના પેરેન્ટસને ખૂબ લવ કરતી. સુંદર એટમૉસ્ફિયરમાં મોટી થઈ નર્સિંગનો કૉર્સ કર્યો. જ્યારે ડૅનિયલ અને ડૉરોથી પાંચ વર્ષ ડેટિંગ કરીને વિલકિન્સન ચર્ચમાં બિગ વેડિંગ કર્યા ત્યારે ખૂબ ખુશ મિજાજમાં હતા. બન્ને જણાને મન જાણે ‘ડ્રિમ કમ ટ્રુ’ એવું લાગ્યું હતું. મારા નેબર, અમને બન્ને ને ખૂબ સારી દોસ્તી. ડેનિયલ કમપ્યુટરની ફર્મમાં સી.ઈ.ઓ. હું અને ડૉરોથી એક જ હૉસ્પિટલમાં નર્સ હતાં. હું ઈન્ટેન્સીવ કેરની અને ડૉરોથી કાર્ડિયાક લેબની. મેં છેલ્લા દસ વર્ષથી પતિનો સાથ ગુમાવ્યો હતો. બાળકો પરણીને સુખી તેમના ઘરસંસારમાં ગુંથાયેલા હતા. મને તે બન્નેની ખૂબ સુંદર કંપની તેમજ હુંફ મળતાં.
‘આઈ વોન્ટ ચાઈલ્ડ’ ડૉરોથી મને કહી રહી હતી.
‘વાય ડોન્ટ યુ ગો એન્ડ મીટ ગાયનેકૉલોજીસ્ટ?'
‘વી ડીડ.'
મને થયું એ મારી સાથે દત્તક લેવાની વાત કરવા માગે છે. વાત કરતાં તેને સંકોચ થતો હોય એમ લાગ્યું. જો કે ગોરા વાત કરવામાં ખૂબ નિખાલસ જણાય. હા, ઘણાંને સંકોચ થાય ખરો. ડૉરોથી જે કહેવું હોય તે સાફ સાફ કહે તો મને ખબર પડે. તેણે પેટ છુટી વાત કરી. ડૅનિયલને કનવિન્સ કરવો જરા અઘરો હતો. એમાં તેને મારી મદદ જોઈતી હતી. બાળકને ‘એડોપ્ટ’ કરવાની પ્રથા આ દેશની પ્રજામાં સહજ છે. એ વાત આટલા વર્ષોના વસવાટ પછી બરાબર જાણતી હતી!
'હાઉ કેન આઇ હેલ્પ યુ.’ મેં પૂછ્યું.
તેણે મને સમજાવીને બધી વાત કરી. ડેનિયલ અને મારા પતિ ખૂબ સારા મિત્ર હતા. અમે ઉમરમાં થોડાં મોટાં અને ઈન્ડિયન. તેને ખૂબ માન હતું. ઈન્ડિયન લાઈફ સ્ટાઈલ તેને ગમતી. બાળકો અમેરિકામાં જ્યારે પણ ઘરે આવે ત્યા્રે એકવાર ડિનર સાથે લેવાનું. તેમને મારું ગુજરાતી ખાવાનું ખૂબ ભાવતું. તેઓ અમને બધાંને મેક્સિકન ખાવા લઈ જાય. મારી બન્ને વહુઓને ડૉરોથી ખૂબ ગમતી. સાદી પણ વેરી એલિગન્ટ.
એણે મને ખૂબ અઘરું કામ આપ્યું. કુશળતા વાપરી ડેનિયલને સમજાવવામાં સફળતા પ્રાપ્ત કરી. એક ટીન એજર છોકરીને બૉયફ્રે્ન્ડે ફસાવી હતી. તેણે બાળક દત્તક આપવાની હા પાડી. ડૉરોથીએ ખૂબ કાળજી કરી. યથા સમયે બાળક આવ્યું તંદુરસ્ત જણાયું. પેલી પાસેથી બધા હક્ક લઈ લેવામાં ભલાઈ છે. કાયદેસર બધું કામ કર્યું. સમજીને તેને પૈસા આપી ખુશ કરી. અરે, તેના ડિલિવરી સમયે ડૉરોથી લેબર રૂમમાં હતી. દત્તક લેવાના ભય સ્થાનોથી તે પરિચિત હતી. બાળકની માની સારી કાળજી કરી હોવાથી તેને ચિંતા ન હતી. કાલની કોને ખબર હોય છે?
એટલું સુંદર બાળક કે વાત ન પૂછશો. ડૉરોથીએ બાળકને પ્રેમથી ઉછેરવા જૉબ પાર્ટ ટાઈમ કરી લીધો. ડેનિયલ ખૂબ સરસ કમાતો હતો એટલે વાંધો ન આવ્યો. ડૉરોથીને મેડિકલ ઈન્શ્યોરન્સ સારો હતો. એટલે તે લેવા ખતર કામ એટલા જ કલાક કરતી. નેની એને રાખવી ન હતી. ખૂબ સરસ રીતે ડેની જુનિયર મોટો થઈ રહ્યો હતો. બે વર્ષ તો તેનો પ્રોગ્રેસ સારો જણાયો. જેમ દિવસો જતાં તેમ ડેની જુનિયર નવું શિખવા માટે તત્પરતા ન દાખવતો. ખૂણામાં બેસી રહેતો કે તેના ક્રિબમાં શાંત પડ્યો રહેતો. જો સમયસર ડૉરોથી દૂધ, જ્યુસ કે લંચ ન આપે તો રડતો પણ નહી. ડોરોથીએ ટાઈમર રાખવાની આદત પાડી. કામમાં જો ભૂલી જાય તો બાળક ભુખ્યું રહે !
આવું લગભગ બે મહિના ચાલ્યું. ડૉરોથી નર્સ હતી, તેને શંકા થઈ. જો કે કોઈ પણ માને થાય કે બાળક કેમ કોઈ પ્રતિક્રિયા કરતું નથી. પિડિયાટ્રિશ્યન ડૉ. ઠકારની એપોઈન્ટમેન્ટ લીધી. એક વિક ઇંતઝાર કરવો પડ્યો. ડેની જુનિયરને લંચ પછી લઈ ગઈ હતી જેથી ડૉક્ટરને ત્યાં શાંતિથી ચેક અપ કરવા દે. ડૉ.ઠકાર ખૂબ અનુભવી હતી. પિડિયાટ્રિક ફિલ્ડમાં તેનું નામ ગાજતું. ડેનિ જુનિયરને જોતાંની સાથે કંઈક શંકા થઈ. ડૉક્ટર પોતાના દર્દી સાથે વાત કરવામાં ખૂબ કુશળ હોય છે.
‘ડેનિ જુનિયરને તપાસીને કહે આમ બધું નૉર્મલ છે. આટલો બધો શાંત છે તો એનું જરા ડિટેઈલમાં ચેક અપ કરીએ તો સારું.'
ડૉરોથી ગભરાઈગઈ. સારું થયું હું સાથે હતી. ધીરજ બંધાવીને વાત આગળ ચલાવી. ડૉકટર કહે,’તેને કાલે સવારે માત્ર દુધ પિવડાવીને લઈને આવજો.'
બીજે દિવસે મારે રજા હતી. અમે પાછાં ડૉક્ટર ઠકારની ક્લિનિક પર આવ્યા. તેની બધી ટેસ્ટ કરી. ડેનિ જુનિયર શાંત પ્રકૃતિને કારણે રડ્યો પણ નહી. રૂમ જરા વિચિત્ર તેને લાગ્યો. નાનું બાળક હતું. મુખ પર કોઈ ચિન્હ બદલાયા નહી. આજુબાજુ જોયા કરતો. લગભગ પાંચેક કલાક નિકળી ગયા. અમને ભૂખ લાગી હતી પણ બાળક શાંત હતું. ડૉક્ટર ઠકારનો શક સાચો પડ્યો.
ડેનિ સ્લો લર્નર હતો. તેનું મગજ શરીરની સાથે તાલ નહોતું મિલાવતું. લગભગ અઢી વર્ષનો થવા આવ્યો હતો પણ તેની બુધ્ધિની પક્વતા ૯ મહિનાના બાળક જેટલી હતી. ડૉરોથી વિચાર કરે ડેનિના ખાવાપીવામાં કાંઈ વાંધો નથી. જન્મ વખતે તેનું વજન સરખું હતું. બે વર્ષ સુધી તેનો પ્રોગ્રેસ નૉર્મલ હતો. જન્મ વખતે એ સહેજ નબળો હતો પણ બે મહિનામાં તંદુરસ્ત થયો હતો. ડૉરોથીને હોસ્પિટલ પાસેથી જાણવા મળ્યું ડેનિ જુનિયરની જન્મદાત્રી ‘ડ્રગ' લેતી હતી. જેનું પરિણામ આજે ડૉરોથીનો દીકરો ભોગવી રહ્યો છે. ડૉ. ઠકારની સલાહ મુજબ એનો ‘ગ્રોથ’ ચાર્ટ બનાવવાનું શરૂ કર્યું. ડૉરોથી નર્સ હતી. બધી વાતમાં ખૂબ ચોક્કસ. આ તો એનો પોતાનો દીકરો હતો.
ડેનિ જુનિયરને એક રાત હસ્પિટલમાં રહેવું પડ્યું. નાના બાળકના ૨/૩ હોર્મોન પ્રોડ્ક્શન રાત્રી દરમ્યાન થતાં હોય છે. ગ્રોથમાં તો વાંધો ખાસ ન જણાયો. તેનું દિમાગ સ્લો હતું. જેને કારણે ૫ વર્ષનો થયો ત્યારે માંડ બે વર્ષના બાલક જેવી એક્ટિવિટી કરતો. ડૉરોથી ખૂબ ચિંતામાં રહેતી. ડેનિયલ તેને આશ્વાસન આપતો. બની શકે તેટલા બધા ઈલાજ કર્યા. આમ વર્ષો પસાર થતા ગયા. પ્રગતિ ખૂબ ધીમી હતી. ડેનિ સમજતો પણ કશું કહી કે કરી શકવામાં નાઈલાજ !
ડૉરોથી કોઈ ઈલાજ કરવામાં પાછી ન પડી. આખરે સ્વીકાર કરવામાં ડહાપણ માની. તેને ‘સ્પેશ્યલ ‘ઍડ’ની શાળામાં દાખલ કર્યો. તેને બે બાળકો જોઈતા હતાં પણ ડૅનિ જુનિયરના અનુભવ પછી, તેની પાછળ પ્રાણ પાથરતી. તેના જીવનનુ મધ્યબિંદુ ડેનિ થઈ ગયો હતો. તેને ‘મા’ બનવાનો લહાવો મલ્યો હતો. માતા અને પિતા બાળક પર જાન પાથરે. પછી તે આપણા દેશી હોય કે અમેરિકન !
પ્રોગ્રેસ ભલે ધીરો હતો પણ ‘ગ્રોથ’ નિયમિત હતો. ડૉરોથી અને ડેનિયલને ફેઈથ હતો કે ડેનિ એક દિવસ નોર્મલ થશે. આજે ૧૦મી વર્ષગાંઠની મોટી પાર્ટી હતી. ડેનિ સમજતો નહી પણ આજે તે ખૂબ સારા મૂડમાં હતો. તેની શાળાના બધા ફ્રેન્ડસ આવ્યા હતા. થોડા તેના જેવા તેમજ બીજા અલગ હતાં. ડેનિની ટ્યુટર મિસ બેકર પણ આવી હતી. ક્લાઉન બોલાવ્યો હતો. મેજીશ્યન પણ આવ્યો હતો. નાના બાલકોના ગાયન માટે ડૉરોથીનો નેવ્યુ આવ્યો હતો. નાનું લાઈવ બેન્ડ. બાળકોને ડાન્સ કરવાની મઝા પડી ગઈ. ડેનિ આજે ખૂબ ખુશ હતો. વાતાવરણ એવું સુંદર હતું કે સહુને આનંદ આવે. તેને ખુબ જોશ આવ્યું હતું. નાચવાની મઝા માણી. જાણે આખું તેનું વ્યક્તિત્વ બદલાઈ ગયું હોય તેમ લાગ્યું.
ખુબ થાકી ગયેલો ડેનિ સૂવા ગયો તે ગયો પ્રભાતનું પહેલું કિરણ તેને સ્પર્શીને પાછું વળ્યું ! મારી પાસે કોઈ શબ્દ ન હતાં. કયા શબ્દોમાં દત્તક લીધેલાં!
