દફતરમાં થયો ઝઘડો
દફતરમાં થયો ઝઘડો
એક દિવસ ખૂબ શાંત વાતાવરણ હતું. દફતરમાં બધા સાધનો વચ્ચે ઝઘડો થવા લાગ્યો. સૌ પોતપોતાનું મહત્વ જણાવવા લાગ્યા.
પેન્સિલ કહે, "બધા કરતાં વધું મહત્વ મારું. ચિત્ર દોરવામાં, લખવામાં, ગણિત વિજ્ઞાનની આકૃતિ દોરવામાં મારો ઉપયોગ થાય.એટલે સૌથી અગત્યની વસ્તુ હું છું."
પેન કહે, " ન તારા કરતાં વધારે લખવા માટે મારો ઉપયોગ થાય. તારું તો કંઈ ન આવે."
રબ્બર કહે," એ તો પેન્સિલ સાથે હું છું.એટલે લોકો તારો ઉપયોગ કરે. કેમકે હું ભુસવાનુ કામ કરું છું."
માપપટ્ટી કહે, "એ તો હું છું સાથે એટલે .મારા વગર કોઈ એક સીધી લીટી પણ દોરી ન શકે."
કલર કહે, "તમારો બધાનો દેખાવ મારા કારણે આવે. કલર વિનાનું ચિત્ર જોઈ લેજો. જરાય દેખાવ જ ન આવે.
બુક બોલી, "ચિત્ર દોરવા કે લખવા મારી જરૂર પડે. મારા વિના તમે ચિત્ર દોરો શેમાં.
કંપાસ બોલ્યું, "તમને બધાને સાચવે કોણ ? મારા વિના તો તમે બધા વેરવિખેર થઈ જાવ."
દફતર બોલ્યું,"શાંત થાઓ શાંત. તમે બધા એકબીજાના સાથથી જ સોહામણા લાગો. એકબીજા વિના અધુરાં છો. માટે સંપથી રહો.સાથે રહો,કામ કરો.
