દીકરો તો હોવો જ જોઈએ
દીકરો તો હોવો જ જોઈએ
રીટા : હાય !!! જો થાકીને બેઠી.. તું શું કરે છે મીના?
મીના : બસ દેખો.. હું પણ બેઠી છું. આજે જમવાનું બનાવવાનું નથી તો શાંતિથી બેઠી છું.
રીટા : હા, તમારે તો લગ્નમાં જવાનુ છે ને...
મીના : હા. દેખોને આ મોન્ટુ તો પણ જમવા નઈ આવે....
રીટા : આ છોકરાઓના નાટક ઓછા થતાં જ નથી. અને જો કંઈક કહીએ તો ઊંચા અવાજથી જ આપણને બોલે. માન તો રાખતા જ નથી. અરે હવે પછી વહુ આવશે એટલે એમના થઇને જ બેસે..
મીના : હા, સાચી વાત કહી...
રીટા : એક છોકરી તો હોવી જ જોઈએ.. જે આપણે ને સમજે, સહારો બને, બધાંમાં મદદ કરે. આપણા સુખ-દુઃખમાં સાથ આપે. અને જો ઘડપણમાં તકલીફ પડે તો તરત જ છોકરાની જેમ ઉભી રહે. છોકરાથી પણ અધિક રાખે આપણને ..
મીના : બિલકુલ સાચી વાત કહી તમે....
રેખા : અરે ! સાંભળ્યું મીના બેન, રીટા બેન. બીજી લાઈનમાં ચોથું ઘર છે ને એ સવિતામાસીની પુત્રવધુને છોકરી આવી...
મીના : સરસ લો....
રીટા : સરસ કહેવાય....
રેખા : તમને ખબર છે સવિતામાસીની વહુ એમ કહે છે કે હવે તો મારે પાછળ કંઈ જ નથી લાવવાવનું... મારી દીકરી જ મારા દીકરા સમાન છે...
મીના : હમમમમમ
રીટા : ના, રે !!! દીકરીના હોય તો બધું જ ચાલે... પણ, દીકરો તો હોવો જ જોઈએ.