Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

દીકરી

દીકરી

3 mins
179


મોહન અને રાધાના લગ્નજીવનના સાત વર્ષ પૂરા થયા હતા. મીરા અને મોહનનું દામ્પત્ય જીવન ખૂબ સુખી હતું. મોહન સીધો સરળ અને કુટુંબ પ્રેમી હતો. તે એક મલ્ટી નેશનલ કંપનીમાં મેનેજર હતો. આવક સારી હતી. ઘરનો આલીશાન બંગલો નોકર, ચાકર બધું જ હતું. સંતાનમાં પણ બે પરીઓ જેવી લાડકી દીકરીઓ હતી. બધી વાતે સુખી હતા બંને. પણ મોહન થોડો રૂઢિચુસ્ત હતો. તે એવું માનતો હતો કે એક દીકરો તો વંશ ચલાવવા હોવો જ જોઈએ. હંમેશા મીરા ને એ બાબતે ટકોર કરતો. મીરા એને સમજાવતી પણ મોહનની જિદ હતી,

તેને એક દીકરો જોઈએ જ છે.

થોડા સમયમાં મીરા ફરી વાર માતા બનવાની હોય છે. ત્યારે મોહન કહે છે મારે સોનોગ્રાફી કરાવવી છે. જો દીકરો હશે તો રાખશું. ,નહીં તો એબોર્શન કરાવી નાંખશું.

પણ મીરા એ માટે રેડી નહોતી. મીરા ને મોહનની જિદ પાસે ઝુકવું પડ્યું. અને

સોનોગ્રાફી કરાવવી જ પડી. અને સોનોગ્રાફીના રિપોર્ટમાં દીકરી છે એવું ડોકટર કહે છે.

ત્યારે મોહન રાધા ને અબોર્શન કરાવવા નું કહે છે.

રાધા કહે છે" મને બે દિવસ નો સમય આપો પછી હું જવાબ આપું".

રાત્રે કામકાજમાંથી મુક્ત થઈ અને સુવા માટે જાય છે. થાક ના હિસાબે ઘસઘસાટ ઊંઘી જાય છે. સપના માં એક મસ્ત ઢીંગલી જેવી  પરી સપના માં આવે છે. ગુલાબી ફ્રોકવાલી જેના વાંકડિયા વાળ,ગાલમાં ખંજન, ગુલાબની પાંખડી જેવા હોઠ જાણે કોઈ આકાશમાંથી ઉતરી આવેલી પરી જોઈ લો. મીરાની સામે મુસ્કાઈ છે. મીરા તો એની ચુંબકીય મુસ્કાનથી એટલી અભિભૂત થઈ ગઈ, એની સાથે વાતો માં લાગી જાય છે.

વાહ કેટલી સુંદર તારી મુસ્કાન છે. તું જાણે ખુદા નું અનમોલ નઝરાંણું, કલ કલ કરતી સરિતા, તું તો જાણે ગુલાબ ની પંખુડી, તું તો જાણે સ્ફુતિશીલ પતંગિયું વાહ કેટલું મોહક તારું રૂપ છે.

ત્યારે એ ગુડિયા પૂછે છે, "માં તે મને ઓળખી નહીં ? આટલી ખુબસુરત તારા ગર્ભ માં ઉછરતી બાળકી છું તો પણ તું મને ધરતી પર અવતરવા નહીં દે ? ધરતી પર અવતરવા નહીં દે ?

માં હું તારા જ બગીયાની એક કળી છું. શુ તું મને ખીલવા નહીં દે ?

મારી બંને બહેનો ને તું પ્યાર આપે છે. તો શું તારો પ્રેમ પામવાનો મારો અધિકાર નથી ?

માં વસંત આવે તો લીમડા માં પણ કૂંપળ ફૂટે. ગુલાબને પણ એ ખીલવે. એ ક્યાં ભેદભાવ રાખે છે

સાગર બધી નદીઓને પોતાનામાં સમાવે છે.

એ ક્યાં ભેદભાવ રાખે છે

આકાશ ચાંદ અને સુરજ ને ચમકાવે છે. તો સિતારા ને પણ હૃદય માં સ્થાન આપે છે. પ્રકૃતિ માં ક્યાંય ભેદભાવ નથી.

માં તું તો મારી મા, મારો ઈશ્વર, તું આવો ભેદભાવ કેમ કરે છે ?  

માં મને ખબર છે. દહેજ ના દુષણ નો તને ડર હશે. પણ હું જ કમાઈ ને હું જ મારો ખર્ચો કરીશ.

તને વિકૃત લોકોનો ડર હશે. પણ માં હું કરાટે ચેમ્પિયન બનીશ.

એવા લોકો નું નામોનિશાન મિટાવવા, હું કાલિકા બની જઈશ.

મારુ રક્ષણ હું ખુદ જાતે કરીશ રાણી લક્ષ્મીબાઈ બની.

તને ઘડપણ નો સહારો જોઈએ તો, માં હું તારો શ્રવણ બનીશ.

પણ માં મને ધરતી પર અવતરવા દે.

અગર બધી જ માં તારી જેમ દીકરી ને ધરતી પર નહીં આવવા દે, તો ધરતી પર વંશવેલો ક્યાંથી આગળ વધશે ?

માં પ્લીઝ માની જા. માની જા માં.

મને ધરતી પર

અવતરવા દે. પ્લીઝ માં મને અવતરવા દે.

મને તારો ખોળો ખૂંદવા દે.

મને તારા હાલરડાં સાંભળવા દે., તારું અમૃત જેવું દૂધ પીવા દે મને.

ધરતી પર એક ઈશ્વર છે. એનો અહેસાસ કરવા દે માં. તારો પ્રેમાળ હાથ માથે ફરવા દે માં.

ધરતી પર જન્નત છે એ માણવા દે માં.

માં મને અવતરવા દે.

માં મને અવતરવા દે."

મીરા ની આંખ ખુલી જાય છે.

મોહન ને પોતાનો ફેંસલોઃ જણાવે છે." હું અબોર્શન નહીં કરાવું હું મારી લાડલી ને કોઈ પણ સંજોગો માં જન્મ આપીશ"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy