પેલે પાર -ભાગ ૨
પેલે પાર -ભાગ ૨
(આપે વાંચ્યું કે U.S. સ્થાયી થવાની ઈચ્છા પૂર્ણ થયા પછી પણ દુઃખી થયેલો એકલો-અટૂલો મિશિગન લેક નાં કિનારે ઉભો પોતાના ભૂતકાળમાં સરી પડે છે. માતા-પિતાની અનિચ્છા છતાં તેનો U.S. જવાનો મોહ છૂટતો નથી. તે પોતાના પરિવારજનો મિત્રોને યાદ કરી વિહ્વળ બની જાય છે. અને ત્યારે જ તેને MBAમાં પોતાની સાથે અભ્યાસ કરતી મીરા યાદ આવે છે. મીરાની યાદે તેનું મન ગ્લાનિથી ભરાઇ જાય છે. કોણ હતી મીરા ?)
આગળ જોઈએ……..
IIMમાં MBAના પ્રથમ સેમેસ્ટર અભ્યાસ કરતા અભિની નજર મીરા પર પડી. મીરા દેખાવથી થોડી ભીને વાન, લાંબા વાળ, જિન્સ પેન્ટ અને કુર્તામાં સજ્જ હતી. કદાચ IIM જેવા ઈન્સ્ટીટ્યુટમાં પહેલી જ જોઈ હશે. બીજી છોકરીઓ ફેશનમાં લેટેસ્ટ લુકમાં જોવા મળતી મેક-અપ, મેચીંગ પસૅ, હીલ્સ, શોટૅ્સ કે જિન્સ-ટી -શર્ટમાં પોતાની જાતને શોભાવતી પણ મીરા આ બધાથી અલગ લાગતી પણ તેને આ લુક શોભતો પણ હતો.
અભિને પહેલા તો મીરા તેનાં દેખાવથી અલગ લાગતી એટલે તેને રોજ જોતો, ક્યારેક મૂછમાં હસી પણ લેતો. ઘણી વાર વિચારતો આ ગાંધીયન ગર્લ આ સદીમાં કેવી રીતે આવી ગઈ.પણ જયારે મીરાની સ્માટૅનેસ, તેની બોલવા-ચાલવાની છટા જોતો તો તેનાથી પ્રભાવિત થયા વિના ન રહી શક્યો. સાથે અભ્યાસ કરતા અભિ અને મીરા ધીમે-ધીમે એક ગ્રુપ નાં સાથી બની ગયા. આમ તો અભિ નું મિત્રવતૅુળ મોટું હતું પણ IIMમાં આવ્યા પછી તેનાં જુના મિત્રોમાંથી મોટા ભાગ નાં મિત્રો રવિવારની ક્રિકેટ મેચ કે સાંજે કોફી શોપ પૂરતા રહી ગયા. બધા પોત-પોતાની પસંદગી નાં ક્ષેત્રોમાં આગળ અભ્યાસ કરવા લાગ્યા. કોઈ CA તો કોઈ MCA તો કોઈ M.Com તો વળી કોઈ IPSની તૈયારીમાં લાગ્યું પણ બધાની મિત્રતા એકબંધ હતી.
ખાલી ગૌરવ અને સૌમ્યા જ એવા મિત્રો હતા જે અભિ સાથે IIMમાં હતા એટલે શરૂઆતથી અભિને નવું વાતાવરણ પણ અનુકૂળ બની ગયું. આ મિત્રોમાં ધીમે-ધીમે વધારો થવા લાગ્યો. અભિ, ગૌરવ, સૌમ્યા, દીપ, રવિ, આકાંક્ષા અને મીરા.અભ્યાસ સાથે મિત્રો રૂપી સ્વાદ મળે તો અભ્યાસ રૂપી વાનગી લાજવાબ જ હોય. એવું જ અભિ સાથે થયું. મિત્રો સાથે ગપસપ, ગ્રુપ ડિસકશન, પ્રોજેક્ટ વકૅ અને કેન્ટીનની મસ્તીમાં સમય પસાર થવા લાગ્યો.
અભિ અભ્યાસમાં હોશિયાર તો હતો જ અને મનગમતું અભ્યાસક્ષેત્ર અને IIM જેવું ઈન્સ્ટીટ્યુટ મળવાથી તેની આવડનમાં વધારો થવા લાગ્યો. મનહર લાલને દીકરામાં બદલાવ જોવા મળતો હતો. તેની સાથે નાણાંકિય બાબતોમાં કે અથૅશાસ્ત્રીય બાબતોમાં ચચૉ દરમિયાન અભિ નું જે એડવાંસ નોલેજ જોઈ મનહર લાલ ખુબ ખુશ થતા અને પત્ની સુરેખા બહેનને કહેતા, “સુરેખા આ તો કિંમતી હીરા જેવો છે.” આ સાંભળતા જ સુરેખા બહેન ખુબ પોરસાઈ જતા.
અભ્યાસમાં ઘણી વાર ચચૉ દરમિયાન મીરાની આવડત જોઈ અભિ ઈમ્પ્રેસ થઇ જતો. તેને થતું કે સામાન્ય લાગતી આ છોકરીમાં આવડત ભારો ભાર ભરેલી છે. મીરા અને અભિ એક વાર કેન્ટીનમાં બેઠા હતા. અભિ એ બંને માટે ચા અને સમોસા મંગાવ્યા. “મારા સમોસા ન મંગાવીશ મને ઈચ્છા નથી.” મીરા એ કહ્યું, “ કેમ?” અભિએ પૂછ્યું.
“કેમકે કેન્ટીન નાં સમોસા મને એફોડૅ નહિ થાય.” મીરા એ કહ્યું.
કંઈક અચરજ પામતા અભિ એ મીરા સામે જોયું અને કહ્યું, “ પણ હું સાથે છું તો તારે પૈસા આપવાની વાત જ ક્યાં આવી?”
“ના. હું કોઈનું આથિૅક ત્રપુણ રાખવા નહિ ઇચ્છુ, મિત્ર નું પણ નહિ.” મીરા એ જવાબ આપ્યો.
“અભિ ક્ષણભર ચુપ રહી ગયો. તેને જોઈ મીરા બોલી, “તું ખરાબ ન લગાડીશ પણ હું મારાં સિદ્ધાંતોની સાથે સમાધાન નહિ કરી શકું.”
અભિ તેનાં આ સ્વાભિમાનથી પ્રભાવિત થયો...
(ક્રમશ:)