Shital Ruparelia

Drama Inspirational

4.5  

Shital Ruparelia

Drama Inspirational

પેલે પાર - ભાગ ૩

પેલે પાર - ભાગ ૩

3 mins
35


(આપણે જોયું કે અભિ જે ગુજરાતનાં અમદાવાદમાં રહેતો અને કૉલેજ માં અભ્યાસ માં તેજસ્વી હોવાના કારણે તેની મહત્વકાંક્ષા યુએસ. સેટલ થવાની હતી. આર્થિક રીતે મધ્યમ પરિવાર આ માટે તૈયાર ન હતો તેથી તેને આઈ આઈ એમ માંથી એમબીએ નો અભ્યાસ શરૂ કર્યો. આઈ આઈ એમ માં તેની સાથે અભ્યાસ કરતી મીરાનાં સાદગીપૂર્ણ દેખાવે અભિ ને તેની નોંધ લેવા મજબૂર કર્યો. ત્યારબાદ ધીમે ધીમે મીરા ની સ્વાભિમાની સ્વભાવ તરફ તે આકષૉયો.)

       હવે આગળ જોઈએ.

મીરા ની સમોસાવાળી વાત યાદ આવતા અભિ નાં ચહેરા પર હાસ્યની આછી લકીર રેલાઈ ગઈ. “ કેટલી સરળ હતી મીરા. ન કોઈ છળ, ન કોઈ છેતરપીંડી, તેની વાત માં કોઈ ઘમંડ ન હતું છતાં કેટલી સ્પષ્ટતા થી તેની વાત રજૂ કરી દીધી.” અભિ એ વિચારી રહ્યો હતો ત્યાં જ તેનાં ફોન ની રિંગ વાગી.

“ અભિ વ્હેર આર યુ બેટા, આઇ એમ વેરી વરીડ અબાઉટ યુ. બેટા, જ્યાં હો ત્યાં થી જલ્દી ઘરે પાછા આવો પ્લીઝ.” મિસિસ રોમા મહેતા એ કહ્યું, “ ઓકે મોમ આઇ વિલ કમ ઈન હાફ એન અવર.” અભિ એ જવાબ આપ્યો. “ બેટા ડોન્ટ કોલ મી મોમ પ્લીઝ કૉલ મી મમ્મી ઓર માઁ.” મિસિસ રોમા મહેતા બોલ્યા. “ ઓકે મમ્મી.” અભિ એ જવાબ આપ્યો.

મિસિસ રોમા મહેતા એટલે કે અભિ નાં મધર ઈન લો જે રમીલા માં થી યુ એસ. જઇ રોમા બન્યા.

નામ માં ભલે વેસ્ટર્ન લુક હોય પણ રોમા બહેન આમ તો પુરા ગુજરાતી. ગુજરાતી લહેકો, ઢબ, કે વસ્ત્ર પરિધાન પણ તેનું પાશ્ચાત્ય પણું જોવા મળતું નહિ.

એ ખરું કે “ જેવો દેશ એવો વેશ” ની જેમ રોમા બહેનનાં ગુજરાતીપણા પર થોડો પાશ્ચાત્યનો પરખ ચડેલો હતો. પણ શિકાગો નાં ગુજરાતીમાં તે સંપૂર્ણ ગુજરાતી તરીકે શોભી ઉઠ્યા.

અભિ ને જમાઈ ની જેમ નહિ પણ પોતાના દીકરાની જેમ જ વ્હાલ કરતા. આ અજાણ્યા દેશમાં જયારે અભિ મનથી તૂટેલો તો રોમા બહેન શબ્દો કે તેમનો મીઠો હાથ માથે ફરતો તો તે મલમ નું કામ કરતા.

 અત્યારે પણ રોમા બહેન ના શબ્દો એ વિહ્વળ બનેલા અભિ નાં મન ને શાંત પાડ્યું. તે મીરા નાં વિચારો ને ખંખેરી પોતાના ઘર તરફ રવાના થયો.

રાત્રી નાં લગભગ સાડા બાર થયા હતા. છતાં શિકાગો નાં રસ્તાઓ જીવંત હતા. ખબર નહિ આ શહેર ઊંઘતું હશે કે કેમ ! પ્રકાશથી ચમકતા ઊંચા બિલ્ડીંગોની વચ્ચેથી પસાર થતા રસ્તા પર અભિ ડ્રાઈવ કરી જઇ રહ્યો હતો. એક તરફ ક્યાંય પૂર્ણ ન થનારા રસ્તાઓ ને બીજી તરફ શાંત શિકાગો નદી.

“ કેટલું સુંદર અને સ્વચ્છ છે આ નગર. આની જ તો ઈચ્છા હતી મને.” અભિ ને મન માં વિચાર આવ્યો. કેટલો ખુશ હતો જયારે તે યુ એસ. આવ્યો હતો. ત્યારે જાણે તેના પગ જમીન થી બે ડગલા ઉપર હવા માં હતા. બધું જ પોતાની બાથ માં ભરી લઇ આ નગર માં જીવવું હતું. તેને અને તેના માટે કોઈ પણ સેક્રીફાઈઝ કરવા તૈયાર હતો.

ગાડી ચલાવતા નજર શિકાગો રીવર પર પડી. તે વિચારવા લાગ્યો આ નદી નાં પાણી કેટલા શાંત દેખાય છે પણ અંદર થી એટલી જ ખળભળતી હશે. એવુંજ તેનાં મન નું હતું. ત્યાં ફરી રોમા બહેન નો ફોન આવ્યો. “ મમ્મી દસ મિનીટ માં જ પહોંચું છું બસ.” અભિ બોલ્યો.

 “ સારું બેટા. આઇ એમ વેઇટિંગ ફોર યુ. બેટા તમે આવો પછી ડિનર ગરમ કરી આપું,” રોમા બહેન બોલ્યા.

 “ ના મમ્મી મને જમવાની ઈચ્છા નથી. તમે ઊંઘી જાવ હું બસ પહોંચવા માં જ છું.” અભિ એ કહ્યું છે પછી ફોન કટ કર્યો.

  વાત કરતા કરતા જ અભિ તેનાં હાઉસ સુધી પહોંચ્યો. ઇન્ડિયા થી આવ્યા પછી કદાચ પહેલી વાર તે પોતાના ઘર ને ગાર્ડન ને ઝીણવટ થી જોતો હતો. કેટલું સરસ ઘર છે અને કલ્પના પણ ન કરી શકાય એટલો સરસ ગાર્ડન.

 ગાર્ડન માં ચેર મૂકેલી છે જ્યાં તે મિસ્ટર એન્ડ મિસિસ મહેતા અને ક્યારેક શ્લેષા પણ તેની સાથે બેસતી.

 શ્લેષાનું નામ યાદ આવતા જાણે મોઢા પર કડવાશ ફેલાઈ ગઈ.

         (ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama