STORYMIRROR

Kalpesh Patel

Drama Action Thriller

3  

Kalpesh Patel

Drama Action Thriller

ડર્ટી ડોલરર્સ

ડર્ટી ડોલરર્સ

3 mins
299

ભર બપોરે કાસાબ્લાંકાની શેરીમાં ત્રણ ઘોડેસ્વાર મારતે ધોડે આવ્યા. ચોકમાં આવેલ સેમના પબ પાસે ઘોડા રોકી ઉતાર્યા. ત્રણમાં એક છોકરી હતી અને એક યુવાન હતો સાથે ત્રીજો ઘોડેસ્વાર આધેડ ઉમરનો હતો. છોકરીનું નામ ઓલિવિયા હતું, યુવાનનું નામ કાર્લોસ અને આધેડ ઉમરની વ્યક્તિનું નામ એંટોનીઓ હતું.

વાસ્તવમાં આ ત્રિપુટી મેક્સિકોની એક ખાનગી બેન્ક લૂંટીને ભાગતા ભાગતા અહીં આવેલા હતા. આખા દિવસની એકધારી દોટથી તેઓ અને તેમના ઘોડા થાકી ગયેલા હતા. અત્યારે તેઓ અમેરિકાની હદમાં આવી ચૂકેલા હોઈ તેમને હવે મેક્સીકન ફોર્સનો ડર નહતો. કાર્લોસ તેના ઘોડે બાંધેલો થેલો છોડવા જાતોજ હતો ત્યાં એંટોનીઓએ આંખના ઈશારે તેમ કરતાં રોક્યો. અને બોલ્યો,

“ધીરો પડ, ને ધીરજ રાખ, તારા નસીબનું તારા સિવાય કોઈની પાસે નહીં જાય, અને તારા નસીબમાં નહીં હોય તે તને ગોળી મારી ઝૂંટવી જશે”.

ઓલિવિયા તો અલ્લડ હતી પણ ચાલાક. “હાથમાં એ ખરું’ એ હિસાબે તેને પોટલું પેટે એવું બાંધેલું કે અદ્દલ કોઈ ગર્ભવતી મહિલા જોઈલો. થોડી વાંકી કેડે તે ઊભેલી હતી.

એંટોનીઓને અનુસરીને બંને સેમની પબ કમ મૉટેલમાં ઘુસ્યાં. એંટોનીઓએ એક સો ડોલરની નોટ સેમને આપતા પોતાને માટે નાહવા માટે ગરમ પાણી અને ટોવેલની અને જમવા માટે ચીકન રાઈસની ડિમાન્ડ મૂકી તો ઓલિવિયા અને કાર્લોસે બીયર કેન અને પિઝાનો ઓડૅર આપીને આરામથી પબની પાટલીએ બેઠા હતા. બંને બીયર અને પિઝાની લુફ્ત ઉઠાવાની સાથે સાથે અને એકબીજાની ખેંચી રહ્યા હતા અને મજાક કરી રહ્યા હતા ત્યારે દૂર દરવાજા પાસે લગભગ ૫૦ વર્ષની ઉમરનો એક શરાબી નશામા ધૂત થઈ પાટલી ઉપર ઢળી કોઈ ગીત લલકરતો હતો. ત્યાં સેમની મહિલા વેઈટ્રેસે મજાક માં ડૂબેલા ઓલિવિયા અને કાર્લોસ પાસે હાથ ફેલાવી ટીપ માંગતા બંને એક બીજા સામે જોઈ બોલ્યા,

“અરે હજુ ઓર્ડર પૂરો નથી થયો, પેલો ચોખલો નાહવા ગયો છે એ અમારો ખજાનચી છે તેની પાસે માંગજે, તને ખુશ કરશે”.

તેની કમર વાંકી હતી,ભૂખ તેના ચેહરાની કરચલીયોમાં તરતી હતી. આંખો અંદર ડૂબી ગઈ હતી પણ પાણીદાર હતી. તેને જોઈને, અચાનક ઓલિવિયાના મનમાં શું આવ્યું અને પેટે બાંધેલા થેલામાથી એક સો ડોલરની નોટ આપી બોલી,

“લે તું પણ યાદ કરશે, કોઈ દિલદાર મળેલ !. પણ પહેલા તું પણ કઈ ખાઈ લે”.

ઓલિવિયાની આ વાતથી કાર્લોસને આશ્ચર્ય ન થયું પરંતુ સામે ગીત ગાતો નશેડી આશ્ચર્યચકિત થઈ બંનેને તાકી રહ્યો હતો, તેની નજર કનડતી હતી.

એંટોનીઓ સ્નાન કરી આવી ગયો હતો અને, તેણે કાઉન્ટર પરથી ચિકન રાઈસની ડિશ લઈ ખાવા માંડ્યો હતો, અને બહાર તેના ઉભેલા ત્રણ ઘોડાને ચારો નાખવા તાકીદ કરી, ત્યારે પેલા પાટલી બેસેલા નશેડીએ પબની પાટલીએથી ચાલતી પકડેલી હતી.

એકાદ કલાકના સેમના પબમાં રોકાણ પછી, ઓલિવિયા, કાર્લોસ અને એંટોનીઓ બહાર આવ્યા. ઘોડાઓને આરામ અને મસ્ત તાજો ચારો અને પાણી મળેલ હોવાથી તારો તાજા હતા. કાર્લોસે તેનો ઘોડો અને તેની ઉપર રહેલો થેલો સલામત જોઈ હળવી સિટી મારી, જાણીતો અવાજ સાંભળી તેનો ઘોડો હણહણ્યો. બધા પોતપોતાના ઘોડા ઉપર સવાર થઈ જવા રવાના થતાં હતા ત્યારે સૌથી આગળ રહેલા એંટોનીઓને દૂર ક્ષિતિજે એક ટપકું સામે દોડી આવતું હોય તેવો આભાસ થયો. હજુ કોઈ તાગ મેળવે તે પહેલા, તે ટપકાએ ધૂળની ડમરી ઊડાડતા એક ઘોડેસવારનું રૂપ ધારણ કર્યું. જમાનાનો ખાધેલ, ખડડૂસ એંટોનીઓના કાનને ખતરાની ઘંટી સંભળાઈ. તે સતર્ક થયો. તેણે ઘોડાની દિશા બદલવા તેના બંને સાથીઓને ઈશારો કરી ઝડપ કરવા તાકીદ કરી. હજી એંટોનીઓ તેના ઘોડાના પેંગડાને પગ દબાવ્યોજ હતો, ત્યાં સેમની પબના ઓટલેથી કોઈની છોડેલી ગોળી તેના કાને સિસકારો બોલાવતી ઘસાઈને નીકળી ગઈ.

આ જોઈ કાર્લોસે ચળતાથી તેને કેડે રહેલી બંદૂક હાથમાં લીધી, પણ તે બંદૂકનો ઘોડો દબાવે તે પહેલા બીજી ગોળી તેનું કાંડું વીંધી હાથમાં રહેલી બંદુકનો હિસાબ કરી ચૂકેલી હતી.

એંટોનીઓએ જમીન ઉપર થૂંકતા બરાડો પાડ્યો

“ યુ ટુ, શુડ ગો ટુ હેલ, તમને બંને કેટલીવાર કીધેલું,લક્ષ્મીનો તાપ થોડો સમય જીરવો, કંટ્રોલ યોર સ્પેંડિંગ. તમારી નાદાની એ મારી વરસની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે, મોત માથે છે !... ભાગો........"

ત્યાં સામેથી આવતો અસવાર આવી ચૂકેલો હતો. તેના કોટે ચમકતા સ્ટારને જોતાં એંટોનીઓને સમજ આવી કે તેનો ખેલ ખતમ છે, તે અમેરિકન શેરીફના હાથે ઘેરાઈ ચૂકેલો છે.

પાછળથી સેમ અસવારને જોઈ બોલી ઉઠ્યો,“ મિસ્ટર જોનસન તમે આ બદમાસોને ઓળખવામાં સાચા હતા."

અને તેની વેઈટ્રેસે મિસ્ટર શેરીફ, ટેક ધીસ “ડર્ટી ડોલરર્સ” કહી ડોલર શેરીફને હાવલે કર્યા.

વેઈટ્રેસે ઓલિવિયાને હવામાં એક ફ્લાઈંગ કિસ, લહેવાતા બોલી..

“ઑ માય પ્રેગનંટ બેબી”," યોર વે ટુ લેબરરૂમ ઓફ હેવન ઈઝ વેલકમિંગ યૂ ટુ ગેટ બર્થ યોર "ચાઈલ્ડ ". વિશિંગ યુ ટુ પ્લેજંટ જર્ની ટુ લેબર રૂમ !” 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama