ડાયાબિટીસને કોસુ છું
ડાયાબિટીસને કોસુ છું
પ્રિય,
જ્યારે તું આ પત્ર વાંચી રહ્યો છે, ત્યારે હું અનંતની યાત્રાની ગાડી પકડી ચૂક્યો છું. હજી પણ બુકિંગ કન્ફર્મ છે કે વેઇટિંગ, એ ખબર નથી. તું કદાચ આ વાંચીને થોડીક ક્ષણ માટે ઉદાસ થઈશ , પણ એ ઉદાસી લૂંટારુઓના હાથે લૂંટેલી મારી મિલ્કત જેટલી ટકશે નહીં.
આ પત્ર લખાવા માટે મેં ચિત્રગુપ્ત પાસે મોટી જહેમત કરી છે. એમણે પહેલા ડિપોઝીટ માંગી, પછી કહ્યું કે કુરિયર ચાર્જ લાગશે. હાં, અહીં મારો મોટો ખુલાસો છે – હું અમર અહીં મરેલો છું , પણ આ તે ઓઢળેલ ધોતીને તે કોલર રાખ્યો જ નથી તો પણ ડોક્ ઊંચી રાખી હું હજુ મારા ATM કાર્ડમાં અમરસિંહ અમર છે તેનો ગર્વ કરું છું ! અહીં લાઈન માં કોક કહે છે કે ત્યાં પણ બેન્ક બંધ થવાની તે હવા એ, ત્યાં પૈસા ખેંચાવા માટે લાઈન છે! અહીં જવાહરલાલ નહેરુથી હિટલર સુધી લાઈનમાં ઉભેલા છે, અને બધા ફરિયાદ કરે છે કે આ લોકો ભારે છે, નવા નેતાઓએ લોકોના મગજમાંથી એમને ભૂલાવી દીધા!
હવે મહત્વની વાત પર આવું – પેલો મગન મારા દસ લાખ રૂપિયા લઈ ગયો છે! જો એ પૈસા તું પાછા લાવી શકે, તો ભવિષ્યમાં તારા માટે બીજું કંઈ ચિંતાનું કારણ નહીં રહે. અને હા, ભંડકીયાની કોઠીમાં શેરનું પોટલું પડ્યું છે. મેં શેરની કિંમત જેટલી અગરબત્તીનો ધુમાડો તેને આપી હું ખુદ બહુ ધૂણ્યો, પણ લાગત જેટલો ભાવ મારી હયાતી માં આવ્યો નથી. અહીં બધાં વાતો કરે છે કે આ વખતે મોદી નુંબજેટ ભુક્કા કાઢી નાંખે તેવું અફલાતૂન છે તો હવે ભાવ વધવા ની અહીં ટીપ ફરતી થઈ છે – તો એ લઈને ડિમેટ કરાવજો. જો શેરના ભાવે મને દગો આપ્યો ન હોય, તો હું મારી સાયકલને ભંગાર વાળાને ભેટ આપત!
અને હા, પેલા સ્ટોરી મિરર વાળાને મારા બેસણાની જાહેરાતનો ફોટો આપી કેહજે. મારી કોઈ રોયલ્ટી બાકી હોય, તો એમાંથી ચકલા-કબૂતરો માટે દાણા નાખી દે. ચાલ, હું તો ગયા પછી પણ મારું પુણ્યનો હિસાબ સુધારતો જાઉં!
મંજુ, તારી માંનો ખ્યાલ રાખજે. એ ભણેલી નથી, પણ જીવનની ગણતરી બરાબર જાણે છે. એનું ભવિષ્ય તારા હાથમાં છે. અને હાં, મારો જૂનો લોખંડનો ટ્રંક છે – કયા છે તે નહિ કહું, પણ શોધજે! તાળું ખોલવા ચાવી ન મળે તો બનાવી લે, પણ તાળું તોડીશ નહીં! અંદર શું છે, એ એક મોટો રહસ્ય છે – કદાચ ખજાનો, કદાચ જૂની પરચી ઓ, અથવા તો એક એવી ભેટ જે તારી યાદગીરી બની રહેશે .
હવે છેલ્લી વાત – હું 90 વર્ષનો થઈ ગયો હતો, પણ હજુ પચાસ વર્ષની ઉંમરના મારા સપનાઓ જીવતા હતા. થોડીક આંખ વહેલી મીંચાઈ એનો રંજ છે, પણ હવે શાંતિ છે. મારી ભૂલો માફ કરજે, અને મારી યાદ સાથે જીવનમાં હસીને જીવજે.
અંતમાં, લોકો ને,મારા બારમાના દિવસે લાડુની જાયફત ઉડાવતા જોઈને હું અત્યારે પણ મને વળગેલ ડાયાબિટીસને કોસુ છું !
સ્નેહ ઈચ્છુક,
અમર સિંહ નહિ, મરેલ સિંહ!
