STORYMIRROR

અશ્ક રેશમિયા

Drama Inspirational

3  

અશ્ક રેશમિયા

Drama Inspirational

ડાઘિયો વાંદરો

ડાઘિયો વાંદરો

3 mins
29.2K


એક મો......ટું જંગલ હતું.

જંગલ એટલે લીલીછમ્મ હરિયાળી જ હરિયાળી!

એમાં જાતજાતના અને ભાતભાતના પ્રાણીઓ રહે.

એક તો વળી એવી જાતના પ્રાણીઓ રહે કે એને લાંબું-લાંબું પૂંછડું! એક ઝાડથી બીજા ઝાડ પર સટાસટ કૂદાકૂદ કરે. ગેલમાં આવી જાય ત્યારે તો આખા જંગલને ગજવી મૂકે!

એ પ્રાણીને કેમેય કરીને એક ઘડીએ પણ ચેન ન પડે!

ચેન ચાળા કરતા આ પ્રાણીઓનું જંગલના અન્ય પ્રાણીઓએ ભેગા મળીને નામ પાડ્યું.....વાંદરો....!

એ જંગલમાં આવા વાંદરાઓના ટોળે-ટોળા રહે.

એમાં એક ટોળું માથાભારે! આ મસ્તીખોર ટોળાએ જંગલના બીજાની નીંદ અને જીવવાનું હરામ કરી નાખ્યું હતું. બધાની સુખ-શાંતિ હરામ કરી મૂકી હતી.

સઘળા પ્રાણીઓ આ અનાડી ટોળાથી પરેશાન થઈ ગયા હતાં. કંટાળેલા પ્રાણીઓએ જંગલના રાજાને ફરિયાદ કરી.

વનનો રાજા હતો કેસરી સિંહ!

આ રાજાએ ઘણા વખતથી વાંદરાના આ ટોળાના અડપલાની વાત સાંભળી હતી. પણ આજે હકીકતની ફરિયાદ સાંભળીને એ ધુઆંપુવા થઈ ઊઠ્યો! કેસરી સિંહએ તાબડતોડ એ ટોળાને રાજદરબારમાં હાજર થવાનું ફરમાન કર્યું.

રાજાએ સૌને બરાબરના ફટકાર્યા! વળી, બીજી આકરી સજા કરી. અને એક વર્ષ માટે જંગલ નિકાલની સજા કરી!

વાંદરાના એ ટોળાનો એક સરદાર હતો. એનું નામ ડાઘિયો વાંદરો.

આ ડાઘિયાએ સજા પામેલી પોતાની ટૂકડીના બધા વાંદરાઓને જુદી-જુદી દિશામાં મોકલી દીધા.

હવે ડાઘિયો સાવ એકલો પડ્યો.

એ એક જંગલમાંથી બીજા જંગલમાં ભટકવા લાગ્યો. પોતાના જંગલમાં એ 'ડોન' હતો. જ્યારે અહી એનું કોઈ ભાવેય નહોતું પૂછતું!

'શાંતિથી રહ્યાં હોત અને રહેવા દીધા હોત તો આમ એકલા -એકલા રખડવાનો વારો ન આવત! ભેરૂઓથી વિખુટા પડવાનો વખત ન આવત!' ડાઘિયો આમ મનોમન વિચારતો બેઠો હતો. અફસોસ કરવા સિવાય હવે કોઈ આરો નહોતો.

એક દિવસ ફરતો-ફરતો ડાઘિયો એક ગામમાં આવી પહોચ્યો.

ગામમાં બે છોકરાઓ રોટલો ખાતાં-ખાતાં શાળાએ જતાં હતાં. ડાઘિયા વાંદરાએ આ જોયું. એણે તો કૂદકાભેર છલાંગ લગાવીને રોટલો હડપી લીધો. ખાવા લાગ્યો. રોટલો એને મીઠો લાગ્યો. એને તો મજા પડી ગઈ!

બીજા દિવસે ડાઘિયાને જોઈ કૂતરાઓ જોર-શોરથી ભસવા લાગ્યા. કાગડાઓ કૉ...કૉ...કરીને એને ધિક્કારવા માંડ્યા. નવાઈના ડાઘિયાને જોવા આખું ગામ ભેગું થયું.

ગામને ભેગું થયેલું જોઈ ડાઘિયો વધારે ગેલમાં આવી ગયો. પોતાની સજાનેય વીસરીને એ હૂપાહૂપ અને કૂદાકૂદ કરવા લાગ્યો. આમ કરતા કેટલાંક વૃક્ષોની ડાળીઓ તૂટી તો વળી કેટલાંક પક્ષીઓના માળા વીખરાયા.

વાંદરાને જોઈને લોકોને અને નાના બાળકોને મજા પડવા લાગી. નાના ભૂલકાઓ તો વાંદરાને જોઈ આનંદની કીકીયારીઓ સાથે નાચવા લાગ્યા.

હવે ધીમે ધીમે ડાઘિયાએ એના વાંદરવેડાઓ ચાલું કરવા માંડ્યા. એ પોતાની સજા ભૂલી ગયો.

ડાઘિયો રોજ કોઈનો રોટલો પડાવી જાય તો વળી કોઈની પાણિયારીએ ચડી આરામથી પાણી પી આવે.

ક્યારેક કોઈ છોકરાના હાથમાંથી કેરી પડાવી જાય તો વળી કોઈના હાથમાંથી મકાઈનો ડોડો ઉપાડી જાય!

ડાઘિયાએ તો ગામમાં જંગલ જેવા જંગલવેડા ચાલું કર્યા. રાત્રે લોકો સૂઈ જાય એટલે એક ઝાડથી બીજા ઝાડે ચડીને હુપાહૂપ ને કૂદાકૂદ કરવા માંડે!લોકોની નીંદર હરામ થવા લાગી. ગામમાં ડાઘિયા વાંદરાનો ત્રાસ વધવા માંડ્યો.

લોકો હવે વાંદરાથી કંટાળ્યા હતાં. એટલે એને ભગાડવા માંડ્યા. પણ ભાગે તો એ વાંદરો શાનો?એને પકડવા કે મારવા જાય એટલે એ બીજી ઊંચી ડાળીએ ચડી જાય!

આમ કરતા એકવાર લોકોએ ડાઘિયાને પકડ્યો! પછી ઝાડના થડે બાંધ્યો. બરાબરનો ઠમઠોર્યો.

પછી ગામના છોકરાઓએ ભેગા મળીને એની લાંબી પૂંછડીએ કાપડાના મોટા મોટા ગાભા બાંધ્યા! અને કેરોસીન છાંટીને આગ ચાંપી. ડાઘિયો તો બૂમાબૂમ કરતો જાય અને પૂંછડી પછાડતો જાય. આગની બળતરા એનાથી ખમાતી નહોતી. એ ઊંચો નીચો થઈ દોડવા લાગ્યો.

એટલામાં એને એક યુક્તિ સૂઝી. એણે બંને હાથે પૂંછડીને દબાવી. થોડીવારમાં આગ ઓલવાઈ ગઈ. પણ એના હાથ કાળા થયા. કાળા થયેલા હાથ એણે મોઢે ઘસ્યા.પછી પગે પણ ઘસ્યા.

એ દિવસથી વાંદરાનું મો, પૂંછડું અને હાથપગ કાળા થઈ ગયા.

આમ, બીજાને પજવતો ડાઘિયો વાંદરો ખુદ પરેશાન થઈ ગયો..


Rate this content
Log in

Similar gujarati story from Drama