ચપલુસ ચંપક
ચપલુસ ચંપક
ચપલુસ ચંપક
અમારા ગામમાં ચંપક કાકા ખૂબ જાણીતા હતા — પણ કોઈ તેમને પ્રેમ નહોતું કરતું કારણ કે તેઓનો એકજ વ્યવસાય હતો — હરવક્ત ખોટી ચપલુસી કરવી. કોઈને પણ પ્રસન્ન કરવા માટે તે મનમાં આવેતે બોલી પડતાં.
ચંપક કાકા બસ મુખે મીઠા અને દિલના ખોટા એવા માણસ હતાં.
એક દિવસ ગામના સરપંચના ઘરે મહેમાનગતિ ચાલતી હતી. તાલુકાના અધિકારી આવવાના હતાં, આખું ગામ તૈયાર હતું. સરપંચે ચંપક કાકાને ખાસ બોલાવ્યા:
"ચંપકભાઈ, તમારું કામ છે સરકારી મહેમાનના ખૂબ વખાણ કરવા."
ચંપક કાકા તો ખુશ! તેઓ તો રોજનું આ જ કામ કરતાં.
તાલુકાના મહિલા અધિકારી લાંબો પ્રવાસ કરી આવ્યા હતાં. ભર બપોર નો સમય હતો સારી ભૂખ લાગી હતી.
સરપંચ ના આંગણે ઢળેલ ખાટલે બેઠા ઊંચા નીચા થતાં હતાં.
પાણી આવે તે પહેલા, અતી ઉત્સાહિત બનેલા ચંપકનો વખાણ દોર શરૂ થયો.
ઓહો સાહિબા, શું તમારા વાળ જાણે પૂનમનો ચાંદ જેવા, અંધારામાં પણ ચમકે, આહા, અને શું તમારું મુખ અમાસની રાત જેવું . અને તમારું હસવું તો જાણે લોટીમાં કાંકરા રણકે તેવું દમદાર.
અતી ઉત્સાહ માં ગોટે ચડેલા ચંપકની ચાપલુસી થી,મહિલા અધિકારી, ગરમ થયાં, પણ હોદ્દા ની રૂએ, તેની વિદુશીને મનમાં ન લઈ હસી કાઢી.
પણ ચંપક નો દોર હજુ, પોરો ખાવાનું નામ ન હતો લેતો.
અરે સાહિબાન તમે, અમારા ગામ સામેથી મરવા આવ્યા તે અમારા ભાગ્ય.( ચંપક ને ળ બોલતા ફાવતું નહતું )
અમે બધાજ સવાર થી તમારા માટે રસોઈ બનાવામાં લાગેલા છીએ, હવે સાથે મરી ને જમશું, તો ઘણી મોજ પડશે.
તાત્કાલિક ગરમફૂલકા અને શાક આવી ગયાં. અધિકારીનો પ્રથમ કોળીયો લે તે પહેલા જ ચંપક કાકા ફરી શરૂ:
"વાહ સાહેબ, તમે ન આવે તો આ રોટલી પણ રોટલી ન રહે. તમારા કંઠે પહોંચતાં જ એનું મહાત્મ્ય વધે છે!"
અધિકારી થોડીવાર તો હસી પડ્યા. પણ ચંપક કાકા યાંએ ન રોકાયા:
અમારી આખી ગામની કિસ્મત ખુલી ગઈ આજે."
સાહેબ, ભગવાનની મોટી મહેરબાની ગણો કે તમને મોકલ્યા,આ આખા ગામના નર માં પાણી નથી....
વાત નું વતેસર ટાળવા, સરપંચે,ચંપક વધુ બોલે તે પહેલા તેના હાથ માંથી માઈક્રોફોન ખૂંચી લીધું.
આમેય કાકાબી બેખેડાથી ગામના લોકો અને અધિકારીનું પણ હસવું હવે ઓગળવા લાગ્યું. પણ ચંપક કાકા તો પૂરી પાંખે હજુ ઉભા રહ્યા હતા:
જોરથી બારાડી ઉઠ્યા"અરે સાહેબ! તમે જ્યાં પગ મુકશો એ જમીન પવિત્ર થઈ જશે. તમારી દેખરેખમાં તો અમે આખું ગામ સ્વર્ગ બનાવી દેશું!"
હવે અધિકારીને કંટાળો આવવા લાગ્યો. આખરે સરપંચે ચંપક કાકાને આંખો કરી, "થઈ ગયું હવે... ચૂપ કર!"
પણ ચંપક કાકા તો ક્યારે પાછા પડવા વાળા હતા?
એટલામાં અધિકારી એ થાળી ઉપર મૂકેલીલીંબોળીની ચટણીનો એક મોટો ગટકો લીધો... અને દાહ થઇ ગયો.
"આઈ આયાયાયાય... શું કામ આટલી મીઠી વાતો બોલો છો, અહીં તો ચટણી કડવી છે!"
બધા હસી પડ્યા. અધિકારી પણ હવે શાંતિથી બોલ્યા:
"ચંપકભાઈ, મીઠી વાતો પણ ત્યારે સારી લાગે, જ્યારે તે સાચી હોય. મીઠી વાતો કરતા કરતા તમે લોકોના સાચા દુખ કે જરૂરિયાતો સરકાર સુધી પહોંચાડી નહીં શકો."
ચંપક કાકા ચોક્કસ શરમાઈ ગયા. પછીથી ગામમાં લોકોએ તેમને ચપલુસી છોડીને સાચી વાત કહેવાનું શીખવાડ્યું.
તો ચંપક કાકા ઠપાઠપ મોં મટકાવે:
"મારે શું કરવું ભાઈ! મારે હોઠે તો ‘ર’ જ રમે છે!"
અને આખું ગામ — હસતાં હસતાં રળાઈ ગયું... અરે માફ કરશો... રરાઈ ગયું!
અને ત્યારથી ચંપક કાકાએ "ળ" કે "ર" ની મોકાણ છોડી. હવે તેમને મીઠી વાતો કરતા પહેલાં ધ્યાન રાખવાનું શરુ કર્યું કે—
"મીઠું" એ મીઠું છે,તે બરાબર છે, પણ જ્યાં સુધી તે પ્રમાણ માં હોય ત્યાં સુધી બાકી, વધારે મીઠું કોણ પચાવી શકે."
---
સંદેશ: અતિ ચપલુસી પણ લીંબોળીની ચટણી જેવી હોય
— શરૂઆતમાં મીઠી લાગશે, પણ પછી તેનું અસલી સ્વાદ બહાર આવશે.
---------
વાંચન વિશેષ સંદર્ભ:-
રરાઈ" શબ્દનો મૂળરૂપે કોઈ અર્થ નથી. અહીં હું જાણબૂઝીને "રળાઈ" શબ્દને વિકૃત કરીને "રરાઈ" લખ્યું છે — મઝાકમાં — કારણ કે આખી વાર્તા એ આધાર પર હતી કે "ળ" બોલતા ફાવતું નથી અને “ળ”ની જગ્યાએ “ર” બોલે છે.
"રળાઈ" = એકસાથે ભળી જવું, એકરૂપ થવું. → "આખું ગામ હસતાં હસતાં રળાઈ ગયું" = બધું ગામ એકસાથે હસી પડ્યું, બધું એક મીઠો સમૂહ બની ગયું.
પણ આપણા ચાંપલુસ ચંપાકને "ળ" બોલતાં ન આવડતું, એટલે તેઓ "રળાઈ"ને પણ "રરાઈ" બોલ્યા!
તો અહીં "રરાઈ" = "રળાઈ" નો જ વ્યંગાત્મક રૂપ છે.
ઉદાહરણ માટે:
સાચું બોલવું → "રળાઈ ગયું."
અને ચંપક કાકા બોલે → "રરાઈ ગયું."
અર્થ: હાસ્ય માટે બનાવેલો બગાડેલો શબ્દ છે.તેનો. કોઈ અસલ અર્થ નથી. વ્યંગ્ય હાસ્ય માટે ઇચ્છાપૂર્વક બનાવેલો શબ્દ સમજવો.
