Piyush Pandya

Comedy

3  

Piyush Pandya

Comedy

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૪

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૪

4 mins
7.2K


સવાર ક્યાં પડી તે ખબર જ ના પડી.. સફાળો ઊઠ્યો અને ફટાફટ દૈનિક કર્મ પતાવીને તૈયાર થઈને...

એક હાથમાં લીધી દુકાનની ચાવી અને બીજા હાથમાં છત્રી... અને નીકડ્યો દુકાન જવા... ઘરનાં પગથિયા પરથી ઉતરુ જ છુ ને જોયુ તો.... કમલાકાકીના ઓટલા પર મહીલા પરીષદ અને આખી શેરી બારીમાં ડોકાઈને ઉભી છે ત્યાં કોઇ ટેણીયાએ જોરથી બૂમ મારી...

ટેણીયો : (દોડ્તો જાય ..અને બૂમ પાડતો જાય).. એ... ચંપક છત્રી ઘરની બહાર આવી ગયો છે.....

ચંપક : મનમાં તો ઘભરાહટ ફેલાઇ ગયો અને નક્કી આજે મારુ આવી બનવાનુ... અને બિલ્લીપગે શેરીમાંથી બહાર નીકળવાને છત્રી ખોલી અને ચાલવા માંડ્યુ ..

કમલાકાકી : કેમ ચંપકીયા... આજે આમ બિલ્લીપગે છાનોમાનો ક્યાં જાય છે? દુકાને કે પછી ઓલી લીલાને મળવા?

ચંપક : મને હતુ જ કે કમલાકાકીને મારી પત્તર થોક્યા સિવાય ચૈન નહીં જ પડે....

કમલાકાકી ... ઓ હો ... મને તારી પર પ્રેમ વધારે છે ને એટલે... પણ તુ તો બોવ જ છાનોછપનો ને ...

ચંપક : કમલાકાકી, મને મોડુ થાય છે.. દુકાન ખોલવી છે તો મારે જલ્દી જવુ છે અને આગળ જાય છે

(ત્યા તો શેરીની બધી મહીલાઓ ચંપકને ઘેરી વળે છે)

શેરીની મહીલાઓ : ચંપકીયા તને વધાઇ તારા સગપણની વધાઇ...

અને શેરીમાં થતો શોરબકોર સાંભળીને જમનાબેન અને ગમનલાલ પણ ઘરની બહાર આવી જાય છે... અને શેરીનાં પુરુષો પણ ઘરની બહાર નીકળી આવે છે ... જાણે શેરીમાં મેડવળો ઉમટ્યો હોય એવો માહોલ ભેગો થયો .... અને બળદેવકાકા એમની જ રંગતમાં દોડ્તા આવીને મારા બે પગ વચ્ચે માથુ નાખી મને ઉંચકી લીધો અને એમ્ના ખભે બેસાડી દીધો...

આખી શેરી ... વધાઇ હો વધાઇ ચંપક છત્રીને વધાઇ હો વધાઇ...

કમલા કાકી : ચંપકીયા તને ક્યાંથી રસ પડે “પેટીસ-કચોરી” માં...

તને તો રસ પડ્યો ઓલી લીલા છોરીમાં...

વધાઇ હો વધાઇ ચંપક છત્રી ને વધાઇ હો વધાઇ...

બળદેવકાકા :  તને તો ચંપકીયા લાગી લીલા પ્રેમરસ ભરી....

ક્યારેક ચટણીપૂરી તો ક્યારેક પાણીપૂરી....

વધાઇ હો વધાઇ ચંપક છત્રીને વધાઇ હો વધાઇ ....

રમીલાકાકી :  ચંપક અને લીલાની વાત અને ચર્ચા,

જાણે થાળીમાં હો ગરમાગરમ ભજીયા સાથે મરચાં...

વધાઇ હો વધાઇ ચંપક છત્રી ને વધાઇ હો વધાઇ ....

વીણાકાકી :  ચંપકીયા તારો અને લીલાનો જન્મોજ્ન્મનો સાથ...

રોજરોજ ખાઓ ભેળપૂરી એક સાથ...

વધાઇ હો વધાઇ ચંપક છત્રી ને વધાઇ હો વધાઇ...

ખુશાલકાકા : ચંપકીયા મારા મનમાં તો છવાયો ઊત્સાહ ઊમંગનો...

હું તો ખાવ પતાસા પણ સ્વાદ આવે પેંડાનો...

વધાઇ હો વધાઇ ચંપક છત્રી ને વધાઇ હો વધાઇ ....

જમનાબેન : ચંપક તારો સથવારો મળે લીલા ને જન્મો જન્મ્નો ન્યારો..

જાણે ફાફડા સાથે જલેબીનો ન્યારો...

વધાઇ હો વધાઇ ચંપક તને વધાઇ હો વધાઇ...

વામનીયો : ચંપક તારી દોસ્તી અમારે રંગે ચંગે...

ઊજાવો ઉત્સવ ઊંધીયુને રતાળુપુરી સંગે...

વધાઇ હો વધાઇ ચંપક તને વધાઇ હો વધાઇ...

આખો મહોલ્લો રાસડા ના લેતો હોય એમ ...

વધાઇ હો વધાઇ ચંપક છત્રી ને વધાઇ હો વધાઇ...

આખી શેરી તો જાણે આનંદમાં ઝુમી ઊઠી અને બળદેવકાકાએ ખભેથી નીચે ઉતાર્યો અને મને તો ભેટી જ પડ્યા...

ચંપક : ( આનંદમાં ભીની આંખોને લૂછ્તો) બધાને આભાર કહેતો શેરીની બહાર ચાલવા માંડ્યો... અને પાછળ આખી શેરી જાણે બારાત આજે જ કાઢી હોય એવો માહોલ...

ચંપક દુકાને પહોંચે છે અને ભુરીયો દુકાન ખોલીને સામાન વ્યવસ્થિત કરી સાફસફાઇમાં લાગી પડે છે...

ભુરીયો : આજે બાપુજી દુકાને નથી આવવાનાં?

ચંપક : ના એમને હમણા કામ છે, એટલે દુકાન તો આપણે ભેગા મળીને સાંચવવી પડશે.

ભુરીયો : એ દિવસે કચરાશેઠને ત્યાં હું ચીઠ્ઠી આલવા ગયોતો તો એમણે મને બક્ષીસ દીધી..

ચંપક : વાહ, તારો તો વટ્ટ પડી ગયો ને, કેટલા દીધા બક્ષીસમાં...

ભુરીયો : પૂરા એકાવન... મેં બાપુજીને આપ્યાતો હસતા હસતા કહ્યું એ તારા જ છે, તુ જ રાખી લે... વાત શું છે ત્યાં કચરાશેઠે પણ જબરદસ્તીથી મારા ગજવામાં રુપિયા ઠોંસી દીધા અને અહીં બાપુજીએ પણ ના લીધા...

ચંપક : (મનમાં... હવે ગામ આખા ને જ્યાં ખબર પડી જ ગઇ છે... તો આ તો આપણાં ઘરનો જ કહેવાય.. ચાલ કહી દઉ આને પણ..) વાત એમ છે ભુરીયા કે કચરાશેઠની છોકરી લીલા સાથે મારુ સગપણ નક્કી થયુ છે... અને બાપુજી લગ્નની તૈયારી કરવામાં લાગ્યા છે...

ભુરીયો : ( સાફસફાઇ કરતા...) વાહ નાનાશેઠ, મેં જોયા હતા એમને દેખાવમાં ખુબ જ સુંદર છે...

ચંપક : (મનમાં મલકાયો...) ચાલ આપણે આજનુ કામ પતાવી લઇએ...

ભુરીયો : લગ્ન ક્યારનાં લેવાયા?

ચંપક : ઊતરાણનાં બે દીવસ પછી... અને હા આજ પછી આપણે એકલા હોઇએ તો તુ મને નાનાશેઠ કહીને ના બોલાવીશ ... ચંપકભાઇ કહેજે...

ભુરીયો : ના...ના.. શેઠને ખરાબ લાગે ... મારથી એમ ના બોલાવાય...

ચંપક : જો આપણે તો ઊંમરમાં સરખા છીએ,  તારા બાપુના અવસાન પછી બાપુજીએ જ તને દુકાનમાં ગોઠવી દીધો આપણે સાથે રમ્યા છીએ ક્યારેક... તેં મારો સગભાઇ જેવો ખ્યાલ રાખ્યો છે.. તો આપણે બે મિત્ર.. સખા અને ભાઇ થયા કે નહીં... આજ થી તુ મને તારો દોસ્ત સમજ...

ભુરીયો : ( આંખમાં ઝળહળીયા આવ્યાતે સાફ કરતા...) શેઠ તમે બોવ દિલદાર છો, નોકરને પણ દોસ્ત સમજો છો (અને ચંપકને ભેટી પડે છે)

ચંપક : સમજ આજથી તારો ભાઇ પણ અને મિત્ર પણ...

ભુરીયો હસી પડે છે... અને ચા લઇ આવે છે...

ભુરીયો : લો શેઠ ગરમાગરમ ચાઇ પીઓ...

ચંપક : જો પાછો...

ભુરીયો : ના શેઠ નહી... ચંપકભાઇ... મોટાભાઇ..

અને બંન્ને ચા પીતા પીતા ખડખડાટ હસી પડે છે... અને દુકાનના કામમાં જોતરાઈ જાય છે...


Rate this content
Log in

Similar gujarati story from Comedy