Piyush Pandya

Comedy

3  

Piyush Pandya

Comedy

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૩

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ-૩

4 mins
7.8K


શેરીનાં નાકે અમે મિત્રો ભેગા મળીને હાસ્યવિનોદ કરતા હતા... અને અચાનક મગજમાં વીજળીવેગે ઝબકારો થયો.... સાલુ હું અહીં આવવા નીકડ્યો હતો ને વાવાઝોડુ તો મારા ઘરમાં પેઠુ હતુ...

ચંપક : ચાલો તો દોસ્તો, મારે ઘરે પહોંચવુ પડશે...

વામનીયો : કેમ, કેમ બોવ ઊતાવળ...

ચંપક : મારા ઘરે વાવાઝોડુ ઘુસ્યુ છે..... એટલે...

હરીયો : વાવાઝોડું?

ચંપક : આ... વામનીયાની બા, ... હું નહી પહોચું તો આવતીકાલે આખી શેરીમાં મારા સગપણની વાત વાયુવેગે ફેલાઇ જવાની....

વામનીયો : તો... ભાગ જલ્દી... મારી બાનું ભલુ પૂછુ... તારા ઘરે ઘુસી છે તો નક્કી કંઇક તો નવાજુનીતો થવાની જ...

આ બાજુ કમલાકાકી અને જમનાબેન વાતો કરતા હતા..

કમલાબેન : જમનાબેન આવું કે...

જમનાબેન : અરે... આવોને કમલાબેન... ઘરકામમાં પરવાર્યા...

કમલાબેન : હા ... પરવારી ગઈ.. આ તો થયુ ચાલો જમનાબેનને મળતી આવુ અને કામકાજ પૂછતી આવુ...

જમનાબેન : હા...હા.. સારુ થયુ ને આવ્યા તો...

કમલાબેન : જમનાબેન, ચંપકનું સગપણ ગોઠવી દીધુ?

જમનાબેન : ( આશ્ચર્યચકિત થઇ ને ...) તમને કેવી રીતે ખબર પડી? હજી તો અમે કોઇ ને જણાવ્યુ પણ નથી...

કમલાબેન : મારા ખબરી તો આખા સુરતમાં... એ તો વાત એમ છે ને મારી નણંદનું ઘર મહીધરપુરામાં કચરાશેઠની ઘરની દિવાલને અડીને જ.... એટલે લતાબેનને ખબર પડી અને એમણે મને જણાવ્યુ.

જમનાબેન : ઓહ... લતાબેન પાડોશી છે એમને..!!

કમલાબેન : હા જમનાબેન... ઘણું જ સારુ ખાનદાન છે, ચંપકીયો તો નસીબે બહું જ બળીયો...

જમનાબેન : એ તો મારા ભોળાનાથની કૃપા...

કમલાબેન : લગ્ન કઈ તારીખ નાં લેવાયા?

જમનાબેન : (કટાક્ષમાં) ... કેમ એ તમને લતાબેને નાં કહ્યુ?

કમલાબેન : ના... એ બાપડીને ખબર નહીં હોય એટલે નાં કિધુ...

જમનાબેન : ચંપકના બાપુએ ઊતરાણના બે દિવસ પછી નું મૂહર્ત નક્કી કર્યુ છે...

કમલાબેન : અરે ... વાહ, તમે તો ઘડીયા લગ્ન જ ગોથવી દીધાને, બધુ જ એક્દમ ફટાફટ...

જમનાબેન : પણ ચંપક છોકરીને જોયા અને મળ્યા વગર ફેરા ફરવાની નાં પાડે છે (અહીં ભાંગરો વટાયાની ખબર પડે છે.)

કમલાબેન : આમ તો ચંપક સમજુ છે, આવી જીદ કેમ પકડીને બેઠો!

જમનાબેન : શું કરે, જમાનો બદલાયો છે ને... આપણી વખતે તો વડીલોની સંમતી જ કાફી હતી. પણ હવેનાં પોયરા એટલે તોબા તોબા...

કમલાબેન : હા એ વાત તો ખરી... તમે કહો તો ચંપકને હું સમજાવું

જમનાબેન : તમે તો રહેવા જ દેજો.... એક તો તમારો ટીખળીયો સ્વભાવ અને કંઈક જુદો જ વઘાર કરી નાંખશો...( પછી અટ્કીને)  મારાથી ક્યાં તમારી સામે બોલાઈ ગયુ... હે ભોલેનાથ, બધુ સાંચવી લેજો, (અને મનમાં) આ કમલાને પણ...

કમલાબેન : તમે પણ જમનાબેન, બસ મને આટલુ જ જાણી... ચાલો સારુ તો લગ્નનુ કોઇ કામકાજ હોય તો જણાવજો,( અને કટાક્ષમાં) અમે મહોલ્લાનાં જ કામ લાગીશુ હો...

જમનાબેન : એ તો જણાવીશ જ ને .... અને તૈયારી તો તમારે બધાને ભેગા મળીને જ કરવી પડશે ને ...

ચંપક : ( ખોંખારો ખાઈને ઘરમાં પ્રવેશે છે) કેમ છો કમલાકાકી... ક્યારે આવ્યાં... બધુ જાણી લીધુ કે કંઈક બાકી છે!

કમલાકાકી : ચંપકીયા... તને વધાઈ ... લે તારા તો સગપણ પણ નક્કી કરી દીધા ... હીરો ઘોઘે ચડ્યો..

ચંપક : હા કાકી, એ તો મારા બા, બાપુજી અને બધાનાં આશિર્વાદ...

કમલાબેન : ચાલો તો જમનાબેન ... હું તો જાવ, હજી ઘરનાં ઘણા કામ બાકી છે...

જમનાબેન : હા... હા... આવતા રહેજો પાછા...

ચંપક : બા, આ કમલાકાકીને ચેન પડતુ નથી લાગતું અને તમે બધી વાત તો નથી કરી દીધીને!

જમનાબેન : ( જરાક બોખલાઈને) હા ચંપક, મારી જીભ કયારે ઉપડી ગઈ એની ખબર જ ના પડી, વાત કઢાવવામાં તો કમલા, એક નંબરની ઉસ્તાદ છે..

ચંપક : ભાંગરો વટાઈ ગયો.. બા, આ કમલાકાકી એક નંબરની બદમાશ છે... આમથી તેમ કરવામાં...

જમનાબેન : પણ બેટા, હું શુ કરુ હું તો આમેય ભોળી મને વાતમાં અટવાવીને કોઈ વાત કઢાવી જાય એની ખબર પણ નાં પડે... મને..

ચંપક : કંઈ વાંધો નહી બા... આ કમલાકાકીને હું સાચવી લઈશ પણ હવે આ વાત પણ વાયુવેગે પૂરા મહોલ્લામાં ફેલાઈ જવાની...

જમનાબેન : ભૂલ થઈ ગઈ બેટા... માફ કરજે મને ...

ચંપક : ના બા, એમાં મારી માફી થોડી માંગવાની... જે થતા થઈ ગયુ એમા શું... હજી બાપુજી નાં આવ્યા? ક્યાં ચાલ્યા ગયા?

જમનાબેન : જાને તપાસ કરને તારા બાપુની મને ચિંતા થાય છે, એક તો ગુસ્સામાં નીકળી ગયા છે .. ઘરની બહાર...

એટ્લામાં ગમનલાલ ઘરમાં પ્રવેશે છે....

જમનાબેન : ( પાણીનુ પવાલુ ભરીને આપે છે ..) ક્યાં જઈ આવ્યા?

 

ગમનલાલ :રસોઈયાનું નક્કી કરવા ગયો હતો... રામલાલ રસોઈયાને નક્કી કર્યો... અને ભવાનીવડ પ્રિન્ટર્સને ત્યાં ગયો હતો કંકોતરા પણ છપાવવા પડશે કે નહીં... દિવસ ઓછા છે ને તૈયારી ઘણીબધી કરવાની છે... ચંપક છે કે બહાર ગયો છે..

જમનાબેન : હા છે ને અંદર બેઠો છે ... બોલાવુ એને?

ગમનલાલ : હા... મોકલ એને ... અને હા કાલે તારા પિયર પણ જઈ આવીયે, એમને પણ તો ખુશ ખબર આપવી પડશે કે નહિં

જમનાબેન : હા બરાબર ... (અંદર જાય છે..) ચંપક તને બાપુજી બોલાવે છે..

ચંપક : (આગળનાં ઓરડામાં આવીને)... જી બાપુજી...

ગમનલાલ : બેસ અહીં ... મારે અને તારી બાને લગ્નની તૈયારી કરવાની હોઈ તારે કાલથી દુકાન સંભાળવી પડશે અને સરીતાને પણ તાર કરીને બોલાવી લીધી છે...

ચંપક : જી બાપુજી....

ગમનલાલ : તુ કાલે આપણા દરજીને ત્યાં જતો રહેજે મારે વાત થઈ ગઈ છે ... અને કોટનુ માપ આલતો આવજે... અને તારે બીજુ શું ખરીદવાનુ હોય એની યાદી બનાવી તારી બાને આપી દેજે...

ચંપક : જી બાપુજી... બોલીને પોતાના રુમ તરફ જતો રહે છે...

રાતનુ વાળુ પતાવીને બધા જ રાતની નિંદરમાં ખોવાઈ ગયા...


Rate this content
Log in

Similar gujarati story from Comedy