Piyush Pandya

Comedy

3  

Piyush Pandya

Comedy

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ- ૨

ચંપક છત્રી, ‌‌અંક-૨, પ્રકરણ- ૨

5 mins
7.6K


ચંપક છત્રી

 

અંક- ૨, પ્રકરણ- ૨ ચંપકના લગ્ન લીલા સાથે...

 

 

અને ગમનલાલ ત્યાર પછી હર્ષોઊલ્હાસમાં ઘરે આવે છે...

જમનાબેન : સાંભળો છો... તમે જ ચંપકને સમજાવો, એ છોકરીને જોયા વગર પરણવાની ના પાડે છે...

ગમનલાલ : ( જોરથી ચિલ્લાઇને )... ચંપકીયા...

(ચંપક : મારુ હારુ... તોપ ફાટી લાગે છે... બાએ બાપુજીને કહી દિધુ લાગે છે... ઉપ્પરનાં મજલેથી નીચે ઉતરવામાં જાણે પરસેવો છૂટવા માંડ્યો... અને એટલામાં ફરી બૂમ પડી) ... ચંપકીયા... તુ હેઠો આવે છે કે હું ઊપરનાં મજલે આવું

ચંપક : ના... બાપુજી હું આવુ જ છુ...

ગમનલાલ : તો બૈરા પેઠે શું વાર લગાડે છે... જલ્દી આવ....

ચંપક : જી .. બાપુજી... શું કામ હતુ?

ગમનલાલ : તારી બુધ્ધીનુ દેવાળુ ફુંકાઇ ગયુ છે કે શું... શું કહેતો હતો તારી બાને?

ચંપક : (ત્યાં ખબર પડી... બાએ બધુ જ કહી દીધુ.. ) હા... બાપુજી... ના... બાપુજી (થોડો ખચકાય છે)

ગમનલાલ : હવે, હા... ના... ના નાટક છે તારા... બે પોથી વધારે ભણ્યો તો આખા ગામને ભણાવવા નિક્ળી પડ્યો..

ચંપક : ના... બાપુજી એવુ નથી...

ગમનલાલ : તો આ તારી બા શું કહે છે.. કે .. તુ છોકરી ને જોયા વગર પરણવાનો નથી...

ચંપક : હા.. બાપુજી મેં જ કીધુ તુ બાને...

ગમનલાલ : તુ તો શું તારો બાપ પણ પરણી જશે...

ચંપક : હા.. તો પરણી જાવ...

ગમનલાલ : (ગુસ્સા માં)... અલાધ્યા... કંઇક શેહ શરમ જેવુ છે કે નહીં

ચંપક : બાપુજી, તમારી બધી આજ્ઞા આંખો પર પણ છોકરીને જોયા વગર તો હું પરણવાનો તો નથી જ...

જમનાબેન : તમે શાંત પડો, હું સમજાવું છુ એને...

ગમનલાલ : શું ખાક શાંત રહું... આટલો મોટો કર્યો તે આ દિવસ જોવા માટે... તેં જ લાડ લડાવી ને બગાડ્યો છે એને...

જમનાબેન : મે કહ્યુ હતુ ને કે સમય બદલાયો છે તો શાંતિથી વાત સમજાવવી પડે... ચંપક બેટા ખોટી જીદ કરીને આમ બાપુનું દીલ ના દુભાવાય.. એ કંઇ તારે માટે ખોટુ થોડુ કરવાના છે...

ચંપક : પણ મેં ક્યાં એમ કીધુ છે કે બાપુજીએ ખોટુ કર્યુ છે... હું એ છોકરીને જ પરણી જઇશ પણ ફક્ત લગ્ન પહેલા એને જોવા માંગુ છું... મળવા માંગુ છુ... બસ એટલુ જ કે મને પરણવા માંગે છે એને જાણવાનો અધિકાર ખરો કે નહિં...

ગમનલાલ : તો આ વાત તો આ જીદગીમાં થઇ શકે એમ નથી મેં બોલ આપી દીધા છે અને ઊતરાણનાં બે દિવસ પછી વાજતે ગાજતે તારો વરઘોડો કચરાલાલનાં આંગણે જશે જ...

ચંપક : તો ભલે બાપુજી... હું પણ છોકરી ને નહીં મળું ત્યાં સુધી ફેરા નહીં જ ફરુ ... આ મારી ટેક છે.

ગમનલાલ : મારુ નામ ડુબાડવા બેઠો છે... એના કરતા વધારે નાં ભણાવ્યો હોત તો આવા દિવસ જોવાના ના આવત...

જમનાબેન : ધીરજથી કામ લો, સૌ સારાવાના થશે...

ગમનલાલ : ધૂળ.. સારાવાના થવાનાં,  આનાં લખ્ખણ જ પરખાઈ ગયા છે... ( અને ગુસ્સામાં ઘરની બહાર નિકળી જાય છે...)

જમનાબેન : આવ ચંપક, અહીં બેસ... ( અને ચંપકના માથે હાથ ફેરવતા..) ચંપક .. તારા બાપા કંઇ તારી સાથે ખોટુતો ના જ થવા દેય તારે જીદ છોડી દેવી જ પડ્શે...

ચંપક : ના.. બા... મેં ક્યાં એવુ કહ્યુ... હું તો પરણવા રાજી જ છુ ને... પણ મારે એ છોકરી લીલાને એક વખત મળવુ છે... એને સમજવી છે કે મારી સાથે આખી જીદગી એ જીવી શકશે... મને સમજી શકશે... બસ આટલુ જ જાણવું છે....અને બાપુજી મને જરાય સમજવા જ નથી માંગતા...

જમનાબેન : એ નહીં સમજશે... તારા બાપ ખરાને એટલે.... પણ તુ તો બહુ જ સમજુ નીકળ્યો ને... બોલ તારે શું કરવુ છે... કચરશેઠનું ખાનદાન બહુ જ સારુ છે અને તારે માટે આવુ માંગુ આવે એ ધન્ય કહેવાયને ... અમારે માટે...

ચંપક : બા, તને મેં મારા મનની વાત કરી દીધી, હું લગ્ન તો બાપુજી એ કહી એ જગ્યાએ જ કરીશ પણ લગ્ન પહેલા એક વખત એ છોકરી લીલાને મળીને વાત તો જરુર કરીશ... આ મારી ટેક છે..

જમનાબેન : હું ફસાણી... હે મારા ભોળાનાથ... તુ બધુ હેમખેમ પાર પાડજે... હું તારી માનતા માનું છું... બધુ હેમખેમ પાર પડે તો કંતારેશ્વર આવી તને ચાંદીનું છ્ત્તર ચડાવીશ...

ચંપક : ભોળાનાથ ... પ્રસન્ન જ છે...

જમનાબેન : ચાલ ... ભાગ હવે અહીં થી...

(ચંપક બહાર ઓટલા પર બેસવા જાય છે અને કમલાકાકી વાટકો લઈને મારા ઘરમાં ઘુસ મારે છે..)

ચંપક મનમાં વિચારતો ઓટલે જઈને બેઠો કે મારે લીલાને મળવુ કઈ રીતે... મારે હવે કંઈક તો કરવુ જ પડશે... કંઇ નહી તો મારા મિત્રો મને ક્યારે કામ લાગશે... એમ વિચારીને પહોંચ્યો શેરીનાં નાકે...

રમલો(રમેશ), જગલો(જગદિશ), હરીયો(હરેશ) અને વામનીયો( લાલુ ઉર્ફે વલ્લભ).. આ ચાર મારા સૌથી ખાસ મિત્રો... બાળપણથી સાથે રમતા... અને મસ્તી મજાક કરતાં...

રમલો : કેમ ચંપક આમ અચાનક...

જગલો, હરીયો અને વામનીયો... પણ સૂરમાં સૂર પુરાવતા...

ચંપક : કંઈ નહી દોસ્તો... કાલે બધા મળજો... મારે તમને કંઈક કહેવુ છે... અને તમારી મદદ જોઈશે મને...

વામનીયો : (અચાનક વચ્ચે કુદીને..) મને ખબર છે... મારી બા કહેતા હતા (એટલે કમલાકાકી..) કે તારુ સગપણ થઈ ગયુ છે...

ચંપક : ઓ.. તારી .. તારી બાનું પણ કેવુ પડે... મારી પાછળ હાથ ધોઈને લાગી છે...

વામનીયો :  એ તો છે જ તુ એને બોવ જ ગમે છે ને એટલે... ક્યાં ગોઠવાયુ.. મહીધરપુરા?

ચંપક : (બાથભીડી ને વામનીયાનાં મોઢે હાથ દઈને) કાનમાં હવે વધારે ના બોલ... કાલે જણાવીશને તમને બધાને...

હરીયો : ચંપકીયા... આમ લંગોટીયા દોસ્તોથી છૂપાવે છે વાતો... આવી થોડી દોસ્તી અમે રાખી છે.. હેં તારી સાથે... બોલ..

ચંપક : અરે, રમલા, જગલા, હરીયા અને વામનીયા... તમે બધા મારા દોસ્તો હું ક્યાં કંઈક છુપાવીને રાખુ જ છુ તમારાથી... પણ વખત આવ્યે તમારે મને સાથ આપવો પડશે...

બધા દોસ્તો : હાથમાં હાથ નાંખીને...ચંપકીયા.. તારે માટે અમે તો કંઈપણ કરી નાંખીએ એવી પાકી દોસ્તી છે આપણી... પણ કાલે શું કામ વાત અત્યારે જ કરી નાંખ ... બાકી આ વામનીયો તો છે જ...

ચંપક : સારુ દોસ્તો તો પછી વાત એમ છે કે મહીધરપુરાનાં કચરાશેઠની છોકરી લીલા સાથે મારા બાપુજી એ મારુ સગપણ કરી નાંખ્યુ છે પણ હું લીલાને જોયા અને મળ્યા વગર એને પરણવા નથી માંગતો... એક વખત લગ્ન પહેલા હું એને મળવા માંગુ છું...

વામનીયો : એય... દોઢ ડાહ્યા... હું કહું છુ જોયા મળ્યા વગર પણ પરણી જઈશને તોય નફામાં રહીશ...

ચંપક : કેમ તને કેવી રીતે ખબર?

વામનીયો : હું જાણું છુ આખા ઘરને એમની બાજુમાં તો મારી ફોઈનું ઘર છે. તને ખબર તો છે ને લતાફોઈ..

ચંપક : હા....હા... લતાફોઈનું ઘર બાજુમાં જ છે એમને... તો.. તો તુ મારા કામનો ભાઈ...

બીજા દોસ્તો : એમ... તો અમે બધા નકામા એમને?

ચંપક :  ના ના... તમે બધા ય કામનાં પણ વામનીયો તો વામનીયો જ ... ગમે ત્યાં ઘૂસ મારે એવો તો ખરો જ... પહેલેથી જ...

વામનીયો : તો બોલ કરવુ છે શું તારે... આપણી તો પહોંચ ઠેઠ ઉપર સુધીની...

ચંપક : બસ, લીલાને મળવુ છે એક વખત કંઈક ગોઠવને... લગ્નની તારીખ પહેલા...

વામનીયો : (વિચારમા પડ્યો) મુશ્કેલ ભાઈ... લીલા પણ તારા જેવી જ છે હો... પણ હું કાલે જઈને વાત કરી જોવ...

ચંપક : કોને?

વામનીયો : બીજા કોને... લીલાભાભીને જ તો વળી... અને બધા ખડ્ખડાટ હસી પડે છે...

વધુ આવતા અંકે...


Rate this content
Log in

Similar gujarati story from Comedy