Piyush Pandya

Comedy

2  

Piyush Pandya

Comedy

ચંપક છત્રી અંક- ૧, પ્રકરણ- (૩)

ચંપક છત્રી અંક- ૧, પ્રકરણ- (૩)

6 mins
7.4K


અંક- ૧, પ્રકરણ- ૩

 

ચંપક દુકાન ખોલી માલસામાન વ્યવસ્થિત કરી, સાફ સફાઈ કરીને બેઠો ત્યાં તો ગમનલાલ પણ આવી પહોંચ્યા...

ગમનલાલ : અરે... બેશરમ, આમ પહેરણ પહેરીને મારુ માથુ મૂંડવવા બેઠો છે...

ચંપક : ના..ના.. બાપુજી, પાછો નીકડ્યો તો બળદેવકાકાએ બારી બહાર પડીકુ ફેંક્યુ તો પડીકાની ચટણી કોટ પર પડી.

ગમનલાલ : તને કહ્યુ તુ ને કે શેરીનાં ઓટલા ઠેકીને જજે...

ચંપક : પણ બાપુજી, પહેલો દીવસ દુકાને આવવાનું હતુ તો રોફ તો પડેને એટલે..

ગમનલાલ : મોટો આવ્યો રોફવાળો... ચાલ હવે કામધંધે લાગ અને આ યાદી પ્રમાણે પડીકા તૈયાર કર અને મોટીશેરીમાં રહેતા કચરાલાલને ત્યાં સામાન પહોંચાડી આવ...

ગમનલાલની આજ્ઞાથી ચંપક તો ભુરીયા (દુકાનમાં નોકર) સાથે સામાન પેક કરવા લગ્યો અને તૈયાર કરી મોટીશેરી જવા નીકડ્યો...

ચંપક : (સામાનનો થેલો ખભે ભેરવી ચાલ્યો જાય છે અને ગીત ગાતો જાય છે...)

અકેલા હૂં મૈ, ઇસ દુનિયામૈ.... કોઇ સાથી હે તો મેરા સાયા... અકેલા હૂં મૈ

અને સામે ભિખારી ભટકાય છે...

ભિખારી : શેઠ, બે આના આલતા જાવ શેઠ, ભગવાન, તમારા બૈરી પોયરાને ભગવાન ખુશ રાખે...

ચંપક : મારે બૈરી પોયરા આવસે પછી બે આના આપતો જઈશ...

ભિખારી : તો બે આના તો આલતા જાવ શેઠ

ચંપક : તને કહ્યુ તો ખરુ

ભિખારી : સાલો, કંજુસ છે... સારુ છે ભગવાને એને બૈરી ના આલી...

ચંપક : લે.... આ ભિખારી પણ મને મૂલવી ગયો... સાલો, આજનો દિવસ જ ખરાબ છે.

(ચાલતા ચાલતા ચંપક મોટીશેરી પહોંચ્યો, શેરીના નાકે છોકરા લખોટા રમતા હતા...ત્યાં જઇને પૂછ્યુ)

ચંપક : આ કચરાલાલનુ ઘર ક્યાં આવ્યુ?

છોકરો : બોલ શું કામ છે કચરાલાલનું?

ચંપક : આ સામાન આલવાનો છે...

(છોકરાએ દૂર રમતી છોકરીઓનાં ટોળા સામે જોઇને બૂમ પાડી...)

છોકરો : એય... લીલા તારે ત્યાં મહેમાન આવ્યા છે, તારુ ઘર બતાવ..

લીલા : (લીલાએ પૂંઠ ફેરવી જોરથી બોલી...) ચાલ મારી પાછળ આવ..

કહીને એ તો સટ્ટાક આગળ ચાલવા માંડી અને હુ એની પાછળ ચાલ્યો.. ઘર આવતા એ દોડીને ઘરમાં ભરાઇ ગઇ...

ચંપક : આ સામાન આપવાનો છે ... ગમનલાલને ત્યાંથી આવુ છુ.

કચરાલાલ : અહીં સામે મુકી દે... તુ ગમનનો પોયરો?

ચંપક : હા...

કચરાલાલ : કેમ સ્કૂલમાંથી ઊઠાડી લીધો... ગમનલાલે?

ચંપક : ના.... ના.... મેટ્રીકની પરીક્ષા પાસ કરી... એટ્લે બાપુજીએ દુકાન સંભાળવાનુ કહ્યું.

કચરાલાલ ... તો બરાબર... મેટ્રીક પાસ થઇ ગયો!!

ચંપક : હા.. બાપુજીના આશિર્વાદથી...

એક તો કચરાલાલ મને છોડે નહીં અને નામ સાંભળીને મને ઉબ્કા આવતા હતા... પણ નજર આમતેમ કોઇને શોધતી હતી...

કચરાલાલ : આમ બાઘાની માફક આમતેમ શું જોયા કરે? કંઇક જોઇએ છે?

ચંપક : ના… ના... કાકા... ચાલો હું જાવ... દુકાને બાપુજી એક્લા હશે... હજી ઘણુ કામ બાકી છે.

કચરાલાલ : હા... તારા બાપુને મારી યાદ આપજે અને ૧૦૦ રૂપિયાની નોટ પકડાવી... આ તારા બાપુને આપી દેજે ... સાથે એક ચિઠ્ઠી પણ આપી... આ પણ તારા બાપુને આપજે, રસ્તામાં તુ વાંચતો નહી...

ચંપક : ભલે રામ રામ .... અને હુ ત્યાંથી નિકડ્યો... ઘરની બહાર આવી આમતેમ નજર દોડાવી પણ પેલી લીલા ક્યાંય ના દેખાઇ અને ઠેકડા મારતો પહોંચ્યો દુકાન પર...

કચરાશેઠે... આ ૧૦૦ રુપિયા આલ્યા અને સાથે આ ચિઠ્ઠી તમારે માટે આપી છે.

ગમનલાલ : ( ચીઠ્ઠી ખોલીને વાંચવા લગ્યા) તુ દુકાન પર બેસ અને એય ભુરીયા આજ્થી નાના શેઠ પણ બેસસે એમને ના સમજ પડે તો સમજાવજે... ચંપક મારે એક અગત્યનું કામ છે... પતાવી ને હું આવુ ...

ચંપક : જી બાપુજી, પણ મારે સાંજે પિક્ચર જોવા જવુ છે...

ગમનલાલ : શું ગધેડા જેવી વાત કરે આજે તારે દુકાનેથી કશેય જવાનુ નથી...

ચંપક : પણ ... બાપુજી... અમે મિત્રો જવાના છે.

ગમનલાલ : હું પાછો ના આવું ત્યાં સુધી તારે ક્યાંય પણ જવાનું નથી..

ચંપક : ભલે બાપુજી (આપડે તો બેઠા બાપાની ગાદી પર અને માર્યો પીચ્છોટો અને ઉડાડવા માંડ્યા માંખ)

ગમનલાલ તો દુકાનેથી પહોંચ્યા સીધા ઘરે... જમનાબેનને કચરાલાલની ચીઠ્ઠીની વાત કરવા...

જમનાબેન : આજે આટલા જલ્દી દુકાનેથી... કેમ શું થયુ? તબીયત તો સારી છે ને?

ગમનલાલ : અરે... ખુશખબર છે... આપણા ચંપક માટે... (અધવચ્ચેથી વાત કાપી.)

જમનબેન : ના સમજ પડી.

ગમનલાલ : આજે ચંપકને કચરાલાલને ત્યાં સામાન પહોંચાડવા મોકલ્યો અને જો આ ચીઠ્ઠી લખીને મોકલી..

જમનાબેન : કેમ એવુ તે શું લખ્યુ છે કે આટલા હરખપદુડા થઈ ગયા!!

ગમનલાલ : એમને એમની છોકરી લીલા માટે આપણો ચંપક પસંદ છે

જમનાબેન : (હરખપદુડા થઈને) શું વાત છે!! આપણો ચંપક પણ એવો જ છે કોઇને પણ ગમી જાય એવો

ગમનલાલ : કચરાશેઠની છોકરી લાખોમાં એક છે... આપણા ચંપક સાથે જોડી જામશે...

જમનાબેન : હવે તમને ખબર... અને તમને ગમે તે ખરુ...

ગમનલાલ : કચરાશેઠનો પરીવાર એટલે મહીધરપુરામાં બોવ મોટુ નામ... કામધંધો પણ એવડો જ.

જમનાબેન : તો કરો કંકુનાં અને જવાબ આપી દો... પણ ચંપક સાથે તમે વાત કરી ખરી?

ગમનલાલ : એની સાથે શું વાત કરવી... આપણી પસંદ અને એ ગધેડો ના પસંદ કરે એવી મજાલ છે ખરી...

જમનાબેન : છતાય, જમાનો થોડો બદલાયો છે તો એક વખત વાત કરી તો જુવો...

ગમનલાલ : વખત આવ્યે વાત કરીશ, પણ હું કચરાશેઠને હા નો જવાબ મોકલું છુ કે તમારી લીલા અમને પસંદ છે...

(સાંજે ૪ વાગ્યા હશે ને ગમનલાલ દુકાન પર પહોંચ્યા...)

ગમનલાલ : ચંપક તારે ફીલ્મ જોવા જવુ છે ને?

ચંપક : જી બાપુજી...

ગમનલાલ : કઇ ટોકીઝમાં...

ચંપક : મોતી ટોકીઝમાં, રાજકપૂરની “અનાડી” ફિલ્મ ચાલે છે એ જોવુ છે.

ગમનલાલ : અનાડી? એના જેવા એવું જ જોય.... સારુ જા અને ગલ્લામાંથી ૧૦ રુપીયા લેતો જજે...

ચંપક : જી બાપુજી..

ગમનલાલ : ભુરીયા... તુ કચરાશેઠને ત્યાં જા અને આ ચિઠ્ઠી આપી આવ...

ચંપક : લાવો ને બાપુજી હું જ આપી આવ...

ગમનલાલ : બબૂચક, હવે તારુ કામ નથી ... આ ભુરીયાનું જ કામ છે...

ચંપક : પણ કેમ એવું સવારે તો મને મોકલ્યો હતો ને...

ગમનલાલ : હવે નહીં... ભુરીયો જ જશે.

ચંપક : (મનમાં, મને કંઈક રંધાય ગયાની ગંધ આવી... અને ભુરીયો ચીઠ્ઠી લઈને ચાલી નીકળ્યો અને હું બેસી ગયો પડીકા વાળવા... મનમાં તો મારુ જ પડીકુ વળી ગયુ હોય એવુ લાગ્યા કર્યુ... અને સાંજે ૫ વાગ્યા...)

બાપુજી... પડીકા વાળી દીધા છે... અને હું જવ છુ ફિલ્મ જોવા... (કહી આપણે તો નીકડ્યા ફીલ્મ જોવા... ફિલ્મ જોઇ રાત્રીના ઘરે પહોંચ્યા અને જમીને સૂઇ ગયા)

બીજો દીવસ સવાર પડીને તૈયાર થયા... એક હાથમાં લીધી ચાવીને બીજા હાથમાં છત્રી... બહાર નીકળ્યો ખોલી છત્રી અને શેરીમાંથી ચાલવા લાગ્યો....

ચંપક : (આજે પણ એ જ ગીત મોટેથી ગાતો...) મેરા જુતા હૈ જાપાની... યે પતલૂન ઇંગ્લિસ્તાની... શર પે લાલ ટોપી રૂસી... ફીર ભી દિલ હૈ હિંદુસ્તાની..

કમલાકાકી : કેમ ચંપકીયા... આજે છત્રી માથે ઓઢીને...

ચંપક : શું કરે કાકી.. તમારી અવડ્ચંડાઇ મને બીજી વખત ના નવડાવી નાંખે એટલે આજે છત્રી લઇને જ નીકળ્યો...

ક્મલાકાકી : તો આલે... લેતો જા... કહી પાછુ ગંદુપાણી ફેંક્યુ... (અને.. મેં છત્રી સામે ધરી દીધી અને બચી ગયો...)

ચંપક : હાહાહાહા... વેરની વસુલાત થઈ ગઈ...

કમલાકાકી : ચંપકીયા.. તને તો નહીં જ છોડુ...

ચંપક : કાકી... હવે આ ચંપકીયો એમ હાથમાં નહીં આવે... એના હાથમાં છ્ત્રી છે... છત્રી...

કમલાકાકી : હાહાહા... બોવ મોટો છત્રીવાળો... “ચંપક છત્રી“

ચંપક : હા એ જ આજથી રોજ ચંપકના માથે છત્રી તો ખરી જ... આખો મહોલ્લો અમારુ યુધ્ધ જોતું અને વાનરવેડા કરવા કંઈક ને કંઈક છત્રી પર ફેંક્તુ... અને હું આગળ ચાલવા માંડયો... અને બાકી હતા તે...

બળદેવકાકા : (બારીમાંથી... જોરથી...) એય... “ચંપક છત્રી”...

બસ શેરીમાં ત્યારથી પડ્યુ મારુ નામ “ચંપક છત્રી“

વધુ આવતા અંકે...


Rate this content
Log in

Similar gujarati story from Comedy