Shrddha Katariya

Romance Tragedy

4.5  

Shrddha Katariya

Romance Tragedy

છૂટા થવાનો આનંદ

છૂટા થવાનો આનંદ

4 mins
288


"મારી દીકરી ને હું જોઈ જાણીને આપીશ, એમ જ એ લોકોને જાણ્યા વગર કેમ હા પાડી દઉં ? "સુમન ભાઈ ગુસ્સા માં બોલ્યા.

"અરે ધીરજ રાખો અમે ક્યાં કીધું કે તમે ત્યાં પારું ને આપો,પેલા પારુ નું પણ મન જાણી લો."રમેશ ભાઈ એ સૂર પુરાવ્યો.

"હા,પણ પેલા હું તો જોઈ જાણી લઉં,મારી દીકરી ને કોઈ આગળ જતાં ચિંતા ના હોવી જોઈએ."સુમનભાઈ ભાવુક થતા થતાં બોલ્યા.

"કેવી રસમો છે ? આ દુનિયાની ! આપણી પારેવડાં જેવી દીકરી ને એક અજાણ્યા પરિવારમા મોકલી દેવાની એ પણ હંમેશ માટે !"

કેટલા લાડકોડથી ઉછેરી હોય, કેટલું એનું ધ્યાન રાખ્યું હોય, એની ઈચ્છા પેલા બધું હાજર કર્યું હોય ! અને છેવટ એને કોઈ અજાણ્યા હાથો માં સોંપી દેવાની ? જ્યાં એને કોઈ લાડ લડાવશે,કોઈ એનું ધ્યાન રાખશે ? "રડતાં રડતાં સુમનભાઈ બોલ્યા.

"આ,શું સુમનભાઈ તમે આ મોટા માણસ થઈ ને રડો છો ?"રમેશ ભાઈ એ પૂછ્યું

"અરે ! રમેશ ભાઈ એક દીકરી નો બાપ થવું એટલે શું એ તો ભગવાન પણ નહીં સમજી શકે.,કાળજા ના ટુકડા ને કોઈ ના હાથ માં સોંપી ને પછી એના પર ના બધા જ હક પૂરા થઈ જાય ?"સુમનભાઈ ના આંસુ જ બંધ નહોતા થતાં.

"જુઓ, સુમનભાઈ આ રીત તો સદીઓથી ચાલતી આવે છે,રાજા જનક પણ પોતાની સીતા ને ઘરે ન્હોતી રાખી શક્યા,આપણે તો સામાન્ય માણસ છીએ.આપણે પણ આપણી દીકરી ઓ ને પારકા ઘરે મોકલવી જ પડે, હા પણ આપણે એટલું કરી શકીએ કે આપણી દીકરી ને સારું ઘર ગોતી ને,આપણી ફરજ પૂરી કરવાની,બાકી આપણે દીકરીના ઋણમાંથી તો આ જન્મે પણ છૂટી શકીએ એમ તો નથી !" આ વખતે રમેશભાઈની આંખમાં પણ આંસુ હતા.

"ઠીક, છે સારું રમેશ ભાઈ હું બધું જોઈ જાણી લઉં પછી તમને જણાવીશ." સુમનભાઈ બોલ્યા.આ બધી વાતચીત પારુ સાંભળતી હતી,

પારુ પોતાની રુમ મા જય ને વિચારે ચઢી ..

મારા પપ્પા મારા માટે કેટલું વિચારે છે ! અને હું આજ સુધી સ્મિત વિશે પપ્પા ને કઈ કહી જ નાં શકી ! પપ્પા ને સ્મિત વિશે કહેવું જોઈએ.

પારુ સુમનભાઈ ને એના અને સ્મિતના સબંધ વિશે કહેવા જ જતી હોય છે ત્યાં..

"જો, સુમન તું કહીશ ત્યાં આપણે પારુ ના લગન કરશું, પણ પારુ નું મન પણ જાણી લેજે અને હા જોજે પારુ ને બીજે ક્યાંય ગમતું હોય તો એને કે'જે એને ભૂલી જાય કેમકે આપણે ત્યાં પસંદગીનો અધિકાર છે પણ લવમેરેજ નો નહીં" પારુ ના બાપુજી બોલ્યા.

ના,ના મોટાભાઈ આપણી પારુ એવું ક્યારેય નહી કરે મને વિશ્વાસ છે,અને જો એવું કંઈ હોય તો પેલા આપણ ને આવી ને કહે,પણ એવું કંઈ જ નહીં કરે.અને જો એણે એવું કોઈ પગલું લીધું તો હું પણ ભૂલી જાય કે એ આપણી દીકરી છે એમ."

પારુ પાછા પગલે પોતાની રૂમ માં જતી રહી..

હવે એની પાસે કોઈ જ વિકલ્પ નહોતો.

હવે એને નિર્ણય કરવાનો હતો..

કોને પસંદ કરે ૨૧ વર્ષ સુધી જેને નિ:સ્વાર્થ પણે પ્રેમ આપ્યો જેને પોતાના સપના પછી જોયા પેલા પારુ ના સપના પુરા કર્યા એને.. એ પપ્પા ને. કે પછી ૩ વર્ષ ના અજાણ્યા પ્રેમ.., જેની સાથે જીવવા મરવા ના વચનો આપી દીધા એને... એ સ્મિત ને....

પારુ ને કંઈ જ સમજાતું નહોતું...

કેમ હિમ્મત કરે પપ્પા ને કહેવા ની કે જેને કાળજા ના ટુકડાની જેમ રાખી એને જ તમારા સપના અને ઈજ્જત પર પાણી ફેરવી દીધું, તમારા વિશ્વાસ ને ઠોકર મારી દીધી ! કે પછી સ્મિત ને કહે કે અત્યાર સુધી જે હતું એ બધું નાટક હતું ? હું એની સાથે કરેલા પ્રેમના વચન નહીં નિભાવી શકું ? કેમ હિંમત કરી ને કહું કે જેની સાથે તારા વગર નહીં જીવી શકું ની વાતો કરી એ આજે ખોટી છે.

શું કરું કઇ જ સમજાતું નહોતું પારુ ને...

અને સમજાય પણ કેમ ? એક બાજુ પિતાનો પ્રેમ હતો અને બીજી બાજુ પ્રેમીનો...

બહુજ મુશ્કેલ હોય છે ...૨ ભગવાનમાંથી એકને પસંદ કરવાનું.

પારુ એ..આખી રાત રડી ને કાઢી....જ્યારે સવાર થઈ ને સુમનભાઈ એ પૂછ્યું કે બેટા,સગાઈ માટે તો તૈયાર છે ને ?

ત્યારે પારુથી અનાયાસે હા બોલાઈ ગઈ.

સુમન ભાઈ તો રાજી ના રેડ થઈ ગયા આખા ઘર ને બોલાવી ને કીધું "જુઓ આ છે મારી દીકરી ! મને ખબર જ હતી કે મારી પારુ ને મારો નિર્ણય ગમશે જ."

પારુ સુમન ભાઈ ને જોઈ જ રહી...

એણે જોયું કે આજે સુમનભાઈ બહુજ ખુશ હતા..પારુ એ મન માં વિચાર્યું જે થઈું એ સારું જ થયું...જો આપણે આપણા મા બાપ ના હોઠો પર સ્મિત ના લાવી શકીએ તો કઈ નહીં પણ એની આંખમાં એક પણ આંસુનું કારણ આપણે ના હોવા જોઈએ.

હવે સ્મિતને શું કહીશ...પારુ મનમાં ને મનમાં મૂંઝાતી ...

કેમ વાત કરું ...કેમ કહું કે એની પારુ હવે એની સાથે નહીં જીવી શકે...

પારુ વિચારતા વિચારતા જ પડી ગઈ.

બધા એને દવાખાને લઈ ગયાં..પારુ કલાકો સુધી હોશમાં જ ના આવી અને જ્યારે આવી ત્યારે ૨ ઘડીમાં તો એનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું...

અને રહી ગયા'તા આંખમાં આંસુ.

હર્ષના આંસુ .... કે એને ...૨ ભગવાનમાંથી કોઈ ને પણ પસંદ ના કરવા પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance