Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Shrddha Katariya

Inspirational


4  

Shrddha Katariya

Inspirational


દાયરો

દાયરો

4 mins 23.8K 4 mins 23.8K

સુધા આજે વ્યાકુળ હતી. મનમાં અનેકો સવાલ હતા અને જવાબ એક પણ નહિ. આવું તો એને ક્યારેય નહોતું થયું,તો આજે એવું તો શું બન્યું કે આટલા સવાલોના તૂફાને એના મનને ચકડોળે ચડાવ્યું?

"સુધા આ તે હજુ શાક સુમાર્યું નથી ? અને આ શું હજુ કપડાં લઇને ત્યાં જ બેઠી છે!હમણાં સુધીર આવી જશે બેટા, જલ્દી રસોઈની તૈયારી કર."

સુધાની સાસુ એ સુધાને એના વિચારોના ચકડોળથીનીચે ઉતારી અને વાસ્તવિક દુનિયામાં લઇ આવી . આજ તો દુનિયા હતી સુધાની, જ્યાં સવારથી લઇને સાંજ સુધી એક આદર્શ ગૃહિણીનું પાત્ર નિભાવવાનું હોય. સુધીરના સવારના ટિફિનથી લઇને રાતના સરબત સુધી બધું જ એકલા હાથે જોવાનું,મદદ માટે સાસુ તો હતા પણ એક આદર્શ વહુ મદદ લે તોને ! આદર્શ પત્ની, આદર્શ વહુ, આદર્શ મા, આદર્શ ...આદર્શ... બધું જ આદર્શ હતું તો પછી આટલા બધા સવાલોની રમખાણ સુધાના મનમાં શી હતી ?


સુધા એ રસોઈ બનાવીને તૈયાર રાખી, સુધીર આવ્યો અને બધા જમવા બેઠાં. જમીને સુધીર સીધો રૂમમાં અને સુધા કામમાં, વિશાલ અને સાસુમાં એની રૂમમાં, કામ પતાવીને સુધા બાલ્કનીમાં બેઠી અને વિચારોની સફરેનીકળી..

(સુધા મનમાં)

આટલું કર્યું તો પણ એને વિશ્વાસ નથી કે હું કંઈ નહિ કરી શકીશ ? આટલી જલ્દી સુધીર કેમ બદલાય શકે ?

આજે ફરી એક દાયરો ? વર્ષો પેલા પિતાજી એ આપેલો દાયરો અહીંયા પણ આવી ગયો ? હું એક સ્ત્રી છું એનું માન કરું કે અફસોસ ? વિચારોમાં ખોવાઈને સુધા બાલ્કનીમાં જ સૂઈ જાય છે.

સવાર પડતાં જ એના જીવનની ફરી એની એ જ ઘટમાળ શરૂ. કામ પરવારી સુધા શાંતિથી બેઠી ત્યાં ડોરબેલ રણકી. સુધા એ દરવાજો ખોલ્યો...

"અરે સુમી તું ! ઘણાં દિવસો પછી.."

"હા! તું તો તારા આદર્શ ઘરમાંથી નીકળીને અમારા ઘર તરફ આવે તોને. એટલે અમારે જ આવવું રહ્યું."

સુમી સુધાની સારી મિત્ર હતી,બને એકસાથે જ શાળામા હતા અને કૉલેજ પણ સાથે જ કરી.


સુમી એક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતી અને સુધા હાઉસ વાઈફ. જોકે સુધાને હાઉસ વાઈફ હોવા પર કોઈ જ દુઃખ ન્હોતું અને હોય પણ કેમ ? હાઉસ વાઈફની જોબ તો હૈ લેવલની પોસ્ટ કહેવાય. તો પણ સુધાના મનમાં હજુ ક્યક ખૂટે છે, એવું જ લાગ્યા કરતું. સુમી સુધાના મનને વાંચી લેતી. બાળપણથી એ સુધાને જાણતી. આજે પણ સુધાના મનની વ્યાકુળતાને વાંચી લીધી.

"સુધા તું આજે પણકન્ફ્યુજ છે કે તારે શું કરવું ? હમેશાં બીજાનું વિચારતા ક્યારેક આપણી જિંદગીનું પણ વિચારી લેવાય.. તે પેલા તારા પિતાજીના કહેવા પર જોબના કરી અને હવે આજે તારા ઘરને જરૂર છે છતાં પણ સુધીરના કહેવા પર નથી કરતી ? આમ જ મનમાંને મન મુંઝાવાથી કઈ નહિ થાય. એક પગલું હિમ્મતનું ભરવું પડે. અને હું ક્યાં તને બીજું કંઈ કરવા કહું છું બસ ખાલી પોતાનું અસ્તિત્વ છે એવું સાબિત કરવાની કોશિશ તો કર."

વાત એમ હતી કે સુધાના પિતાજી એ સુધાને આગળ જોબના કરવા દીધી. સુધા બધીજ રીતે હોશિયાર પણ પિતાજી એ કીધેલું કે " આપણા ઘરની દીકરી ખાલી ભણવા જાય અને કામ ઘરમાં જ કરે"

પણ પિતાજી... બેન તમારે આજ દાયરામાં રહેવાનું છે." પોતાનાના મનને મારીને પરણી ગઇ. આવીને ઘર સંભાળી લીધું... અને આદર્શનું લેબલ લગાડી લીધું. અને આજે સુધાને પોતે કઈક કરવાની ધગશ હતી. જ્યારે સુધીરને આ વાત કરી ત્યારે એને સાથ આપવાને બદલે વાતને મજાકમાં ઉડાવી દીધી અને કીધું કે "તું ખાલી ઘર સંભાળી શકે..બીજું કંઇ નહિ." એટલે જ ૨ દિવસથી સુધાનું મન તૂફાને હતું કે એક પતિ તરીકે હિમ્મત આપવાના બદલે તું કંઈના કરી શકે એવું કહી દીધું ?


સુમી અને સુધાની વાતો સુધાના સાસુ સાંભળતા હતાં જ્યારે સુધા એ એમ કીધું કે હું કંઈ જના કરી શકું ત્યારે એના સાસુ એ કીધું, "બેટા આજની દીકરી તો ચાંદ પર જાય છે અને તું કે છે કે તું કંઇના કરી શકે ? તું મારી વહુ જ નહિ મારી દીકરી પણ છે તું ધારે તો મારા દીકરા કરતાં પણ આગળનીકળી શકે. બસ એક પગલું હિમ્મતનું જોઈએ બેટા."

સાસુનો આવો સાથ જોઈને સુધા એ સુમીને પૂછ્યું,

"તારી સ્કૂલમાં ટીચરની જગ્યા છે ?"

"હા,છે. બસ કાલથીજ આવી જા"

"પણ સમય ? અને સુધીરને શું કહીશ ?"

"સમય ૧૨થી ૫ અને વાત રહી સુધીરની તો એ તો સાંજે ઘરે આવે તારે એને હમણાં કેવાનું જ નથી કે તું જોબ કરે છે જ્યારે તું એને સાબિત કરી બતાવીશ કે તું પણ તારા દમ પર કંઇક કરી શકે ત્યારે જ કેવાનું છે.સમજી ?"

"હા ! "

રોજની ચાલતી રૂટિનમાં હવે ચેન્જ થવા લાગ્યા. સુધા બપોરે કામ પતાવીને જોબ પર જાય પછીનું કામ સાસુ સંભાળી લે. અને વિશાલ પણ એજ સ્કૂલમાં હતો એટલે સુધા લેતી જાય અને લેતી આવે. વિશાલને પણ મજા આવતી સ્કૂલમાં કેમ કે હવે ત્યાં જ એની મમ્મી ટીચર છે! વિશાલને કીધેલું કે પપ્પાને મમ્મીની જોબ વિશે કંઈ જ નથી કેવાનું. આમ જ દિવસો પસાર થતા ગયા.

વર્ષના અંતમાં વાર્ષિક મહોત્સવમાં વાલી ઓને વિધાર્થી સાથે જવાનું થયું. સુધીર, વિશાલ અને સુધાના સાસુ અને સુધા બધાજ ગયા વાર્ષિક મહોત્સવમાં ઈનામ વિતરણ પતી ગયા પછી બેસ્ટ ટીચરનું નામ બોલાયું

'સુધા સુધીર મહેતા' ત્યારે સુધીર સુધા સામે જોતો જ રહ્યો !

સુધા એ અવોર્ડ લેવા માટે એક પગલું સ્ટેજ પર મુક્યું અને બીજું દાયરામાંથી ઉઠાવ્યું !Rate this content
Log in

More gujarati story from Shrddha Katariya

Similar gujarati story from Inspirational