Shrddha Katariya

Inspirational Others

4  

Shrddha Katariya

Inspirational Others

જીવંત ખુમારી

જીવંત ખુમારી

4 mins
139


જીવલો

ખુબ જિંદાદિલ માણસ !માં બાપે તોનાનપણમાં જ સ્વર્ગની યાત્રા કરી લીધી,અને જીવલાની જવાબદારી આવી પડી તેના કાકા કાકી પર. જીવલોનાનપણથી જ ખંતીલો હમેશાં ચિંધુ કામ કરીનાખે અને કાકા સાથે ખેતર જાય અને ત્યાં પણ મદદ કરે. કાકાની સાથે ખેતી કામ શીખતા એને જાજી વારના લાગી. હવે એને કાકા કાકી પર બોજ નહોતું રહેવું એટલે એણે પોતાનું અલગ કામ કરવાનું વિચાર્યું. એને કાકા કાકીના આશીર્વાદ લઈને પોતાનું ગામ છોડ્યું.અને બીજા ગામમાં જઈ ચડ્યો જ્યાં ખેતીમાં વધારે પાક થતાં. જીવા એ અહીંયાના ગામના મુખી વિશે બહુ સાંભળ્યું હતું કે દિલના દિલાવર છે. જીવા એ એની પાસેજ કામમાંગવાનું વિચાર્યું અને એના ડેલા વિશે ગામના ચોરે પૂછ્યું.

ગામના મુખીનું ઘર એટલે આખા ગામનો આશરો, ગામમાં કોઈને પણ કંઈ પણ તકલીફ હોય તો મુખીના ડેલે સાદનાખે,આજ સુધી મુખીના ડેલેથી કોઈ ખાલી હાથે પાછું નથી ફર્યુ !ગામના ચોરેથી એક માણસ ઊભો થઈને જીવલાને મુખીના ડેલા સુધી લઈ ગયો.

મુખીના ઘરે થી જસમત આઇ બહુ ભાવીલા, વિવેક આદર અને એના આતિથ્યમાં કંઈના ઘટે. આસપાસના બધા ગામમાં જસ્મત આઇનું આતિથ્ય વખણાય. ઘણા મોટા મુખી ઓ જસમત આઇનું આતિથ્ય માણવા આવે. જીવલાને આવતા જોઇ જસમત આઇને લાગ્યું જાણે પોતાનો જ દીકરો ચાલ્યો આવે છે. જીવા એ મુખી ને વાત કરી

"આપા મે તમારું બહુનામ સાંભળું સે, મારી પાસે કામ નથી, મને તમે કાયક કામ આપસો એવી આસા લઈ ને આવો સુ"

મુખી એ જીવા સામે જોતા કહ્યું "જો દીકરા આપડી અખંડ રોજી તો હરીના હાથમાં છે, હું અને તું તો ખાલી નિમિત્ત માત્ર છીએ, તું તારે મુંજાય નહિ ,મારા ઠાકરે મને ઘણું આપ્યું છે એમાં તારો પણ ભાગ હશે. તું અમારે ત્યાં સાથી રે ."

"અને...હા,દીકરા ખાવાની ને રેવાની તું ચિંતા નો કરતો. મારે કોઈ દીકરો નથી આજ થી તું મારો દીકરો." જસ્મત આઇ બોલ્યા.

એને તો એમ જ લાગ્યું કે આ જીવો જ એનો દીકરો થય ને આવ્યો છે. બસ પછી તો જીવાની નવી જિંદગી શરૂ થઇ ગઈ. જીવો હોંશે હોંશે કામ કરતો, સવારે વહેલો ઉઠી જાય અને કામ હાથમાં લઇ લે, આખો દિવસ તનતોડ મહેનત કરે. જસ્મત આઇ એને ભાવથી જમાડે અને મુખી આપા પણ પોતાના દીકરા કરતાં એને વિશેષ સાચવે. જીવાની મહેનત રંગ લાવવા લાગી ધીમે ધીમે મુખી આપાને ત્યાં જમીનમાં પણ વધારો થયો. મિલકત પણ બમણી થઈ. જીવાની મહેનત જોઇ ને ગામમાં સૌ જીવાના વખાણ કરતા અને જીવા સાથે તો બધા ને સ્નેહ નો સબંધ થઈ ગયો.

જીવાના લગ્ન કરાવવાનું મુખી આપા એ વિચાર્યું. જીવાને લાયક છોકરી ગોતીને મુખી આપા એ જીવાના લગન કરાવી દીધા. લગનની ભેટમાં જીવાને મુખી આપા એ પોતાની જમીનમાંથી અડધી જમીન આપી.

જીવા એ પેલા તો ના પાડી પણ પછી ગામવાસીઓ અને જસમત આઇના આગ્રહથી ભેટ સ્વીકારી. હવે જીવો અને એની પત્ની વધારે મહેનત કરતા. અને મુખી આપા અને જસમત આઇનું પણ ધ્યાન રાખતા. જીવાને જે જમીન આપી તી એ હજુ મુખી આપા એ નવી ખરીદી હતી. એટલે એમાં ખેડ કરવાની બાકી હતી. જીવા એ આ વર્ષે પેલા એમાં જ ખેડ કરવાનું વિચાર્યું. આજે હળ લઈને એ જમીનમાં ખેડ કરવાનીકળી પડ્યો.

જમીન ખેડવાનું એને શરૂ કરી દીધું હજુ તો થોડેક સુધી હળ ચાલ્યું ત્યાં તો હળ સાથે કંઇક અથડાયું. એને કોદાળી લાવીને વધારે ઊંડી જમીન ખોદી અને જોયું તો ત્યાં એક ચરુ હતો. જેમાં સોનાના સિક્કા હતા !જીવા વધારે આગળ જમીન ખોદી તો ખબર પડી કે જમીન આટલા ભાગમાં તો બધે ચરુ જ છે ! બધા ચરુ કાઢીને એ સીધો મુખી આપા પાસે ગયો.મુખી આપા ને કહ્યું,

"આલ્યો, આપા તમારી અમાનત આ બધા ચરુ મને તમે આપેલી જમીનમાંથી મળ્યા, આના પર તમારો હક સે."

મુખી આપા પણ પોતાની ખાનદાની ખુમારીમાંથી ઓછા ઉતરે એમ નહોતા.

એણે ચરુની સામે જોયા વગર કીધું, "દીકરા, હવે એ જમીન તારી કહેવાય અને એમાંથી આ ચરુનીકળ્યા એ તારા કહેવાય, આ મારા થીના લેવાય."

"ના...મુખી આપા હું આ ચરુ નથી લેવાનો, આ તમારા જ સે અને તમે રાખો હું તો આ ચાલ્યો..."

ચરુ ત્યાં જ મૂકી ને જીવો ઘરે આવ્યો.ત્યાં તો પાછળ ગામ નો માણસ બોલવા આવ્યો.

"જીવા ભાઈ, તમને પંચ એ યાદ કર્યા, ચાલો."

જીવાને ખબર જ હતી કે મુખી આપા પંચાયત બોલાવશે. જીવો ગામના ચોરે ભરાયેલ પંચાયતમાં પહોંચ્યો.

જીવા ને જોઇને મુખી આપા બોલ્યા "આજે હું પંચમાં મારી એક ફરિયાદ રજૂ કરું છું, જીવા ને મે આપેલી જમીનમાંથી સોનાના સિક્કા ભરેલા ચરુ મળ્યા છે. હવે જીવાનો દાવો એમ છે કે એ જમીન મે એને આપી એટલે એ ચરુ મારા કહેવાય જ્યારે મારી માનવું એમ છે કે એ જમીન હવે જીવાની છે તો એ ધન જીવાનું કહેવાય. હવે પંચ તમે જ અમારો નિર્ણય કરો."

મુખી આપાની વાત સાંભળી ને પંચ સહિત આખું ગામ અવાક્ થઈ ગયું. આજ સુધી મુખી આપાની ખુમારી અને પ્રમાણિકતા વિશે સાંભળ્યું હતું આજે નજરો નજર જોઇ પણ લીધું. અને જીવો પણ એ ગુણોથી જીવનને સજાવવામાં પાછો પડે એમ ન્હોતો !

પંચ વિચારમાં પડી ગયું કે આજ સુધી ધનના કે માલ મિલકતના ભાગલા માટેના ઝઘડા જોયા પણ આવો દાખલો તો પેલો જ હતો. પંચ એ બહુ વિચાર કરીને જીવા અને મુખી આપાને કીધું, "જો આ ચરુ તમારે બનેમાંથી કોઈના જોઇતા હોય તો આ ધન ગામના કલ્યાણ માટે વાપરવામાં આવે"

જીવા અને મુખી આપા ને આ વિચાર ગમ્યો એટલે જીવા. એ કીધું "આપણા ગામમાં દીકરી ઓ માટે કોઈ નિશાળ નથી તો આપણે એના માટે આ ધન વાપરીએ."

જીવાના વિચારને માન આપીને ગામમાં એક કન્યા શાળા ખુલી અને આજે પણ ત્યાં ભણતી દીકરી ઓ જીવા અને મુખી આપાની પ્રમાણિકતાને યાદ કરે છે. આજે મુખી આપા તો નથી પણ એનો કન્યાશાળા રૂપી આશીર્વાદ આજે પણ ગામની દીકરીઓ સાથે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational