Shrddha Katariya

Tragedy Inspirational

4.0  

Shrddha Katariya

Tragedy Inspirational

નિર્ણય

નિર્ણય

4 mins
99


"સંબંધોની પણ કેવી માયાજાળ છે ! થોડુક વધારે લાગણીશીલ બની જોવો તો ખબર પડે કે આત્મીયતા શું છે? " નિધિ એના મમ્મીને સમજાવતી હતી. વાત જાણે એમ છે કે નિધિના મમ્મી ગીતાબેન આજે એના મામી જોડે . . ને આવ્યાં અને અત્યારે નિધિ એને સમજાવે છે,"મમ્મી આપણ ને આવું શોભે ? તમે જ તો મને શીખવાડેલું કે આપણે એકબીજા ને હમેશાં હળીમળી ને રહેવું જોઈએ એકબીજાનું માન જાળવવું જોઈએ તો પછી તમે કેમ આવું વર્તન કરો છો ?"

'આ બધું તારી મામી ને પણ તો સમજવું જોઈએ ને, એણે મને શું વાત કરી ખબર છે, તને ? એનું એમ કહેવું છે, નયન તને છેતરે છે, તું ભોળી છો અને એમાં ફસાઈ ગઈ,બોલ હવે હું શું કહું એને?" ગીતાબેન એ ગુસ્સામાં નિધિ ને વાત જણાવતા કહ્યું.

"મમ્મી એને કંઇક ગેરસમજણ થઈ હશે, એમાં આવતું રહેવાનું ?? જો મમ્મી નયન મારા થી કયારેય કશું જ છુપાવતો નથી,અને મને મારા નયન પર પૂરેપૂરો વિશ્વાસ છે. અમારા સબંધ માં પ્રામાણિકતા છે, પારદર્શિતા છે. એટલે તમે એવા ખોટા વિચારો મનમાંથી કાઢી નાખો. "નિધિ એ સમજાવતાં કહ્યું.

"પણ ,બેટા. . . " ગીતાબેનની વચ્ચેથી જ વાત કાપીને નિધિ ઊભાં થતા બોલી " હું મામી ને સમજાવીશ અને તમે બને સમાધાન કરી લ્યો તો જ સારું,ચાલો તો હવે નયન આવતા હશે ,મારે હજુ રસોઈ બનાવવા ની બાકી છે. "નિધિ જતી રહી.

ગીતાબેન એ તરત જ નિધિ ના મામી ને ફોન લગાડ્યો " અરે આપણો પ્લાન તો ફેલ ગયો,આને તો જરાક પણ શંકા નથી થઈ, હવે શું કરશું??"

"તમે ચિંતા ના કરો મોટા બેન હું બધું ગોઠવી દઈશ. "

આ તો ખરું કહેવાય સગી મા અને સગા મામી પોતાની જ દીકરી નું ઘર ભાંગવા ઉભા થઈા?

 વાત જાણે એમ હતી કે નિધિ અને નયન ના લગ્ન થઈ ૨ વર્ષ થઈ અને હમણાં જતા નિધિ ના મામી ને ખબર પડી કે નયન નિધિ ને છેતરે છે!! 

 નિધિ અને નયન ના લગ્ન નિધિ ના મામી એ જ કરાવ્યા પણ આજે નિધિ ની આંખો ખોલવી પણ એને જરૂરી લાગી એટલે જ એણે ખાલી નિધિ ના મન માં શક થાય એટલા માટે આવું ખોટું ઝધડવા નું નાટક કર્યું.

પણ,લાગે છે કે નિધિ ના વિશ્વાસ ની દોર અતૂટ છે ! જીવન પણ બાવન પત્તા ની બાજી જેવું છે ક્યારે ક્યું પત્તું આખી બાજી ફેરવી જાય!!!

નિધિ ની સાથે પણ એમ જ તો થાય છે,અત્યારે નિધિ નો એકદમ સુખી સંસાર ચાલે છે,પણ ક્યારેક જીવન નું ગણિત ઉલટું થાય અને આખો દાખલો ખોટો પડી જાય!!

નિધિ આમ તો નોકરી કરતી યુવતી છે,પણ એના માતા પિતા ના સંસ્કારો ના પાણી થી પોતાના સંસારની વાડી ને ખુબ જ પ્રેમ થી ઉછેરી છે,

સાસુ સસરાનું આદર સાથે હમેશાં ધ્યાન રાખે અને કાળજી પૂર્વક જતન કરે ,બધા નું સમયસર કામ સાચવી લેવાની આવડત અને સુજબુજ થી આખા પરિવાર નું દિલ એને જીતવામાં વાર ન્હોતી લાગી! નિધિ ના સાસુ સસરા પણ નિધિ ને વ્હાલસોયી દીકરી ની જેમ જ રાખે.

 હવે વાત નયન ની,શરૂવાત માં તો નયન નો પ્રેમ પણ નિધિ માટે જ હતો પરંતુ જ્યાર થી એના ઓફિસ માં કાવ્યા આવી ત્યાર થી પ્રેમ નું વ્હેણ એ બાજુ વળી ગયું. ઘર માં તો નિધિ સાથે સુખ શાંતિ થી જ રહે પણ ઓફિસ માં હંમેશા કાવ્યા સાથે જીવવા ના સપના જોયા કરે,એક દિવસ હિંમત કરી ને કાવ્યા ને કહી પણ દીધું કે હું તને પ્રેમ કરું છું,અને સાથે જીવવા માંગુ છું. કાવ્યા પણ ગજબ ની નીકળી એણે પણ પરણિત નયન સાથે જીવવા માં કોઈ જ વાંધો ન્હોતો!

બને રોજે ઓફિસ માં સાથે જ હોય અને ક્યારેક બહાર ફરવા પણ સાથે જ જાય ત્યારે એક દિવસ નિધિના મામી જોઈ ગયા અને એણે બધી જ વાત ગીતાબેન ને કરી, પહેલા તો ગીતાબેન એની સાથે સહમત ના થઈ પણ જ્યારે નિધિ ના મામી એ નયન અને કાવ્યા સાથે ના ફોટા બતાવ્યા ત્યારે માન્યા.

હવે નિધિ ને જાણ કરવાની હતી. નિધિ મામી ને ખબર હતી કે નયન ને કાવ્યા બાર ક્યાં મળે છે, એણે નિધિ ને ખરીદી ના બહાને એ જ જગ્યા પર લઈ આવ્યા,અને જ્યારે નિધિ એ દ્રશ્ય જોયું ત્યારે તો એના પગ નીચે થી જમીન નીકળી ગઈ!!!

હવે બને પરિવાર માં નયન ની જાણ થઈ ચૂકી હતી ,નિર્ણય નિધિ ને લેવાનો હતો,નિધિ એ નિર્ણય લીધો. . .

નિધિ એ આખો દિવસ રડી રડી ને આંખો સુજાવી દીધી રાતે જ્યારે બને પરિવાર ભેગા થયા ત્યારે નિધિ બોલી.

" આજ સુધી આપણા સબંધ ને હમેશાં મેં પ્રામાણિકતા થી નિભાવ્યો અને હમેશાં તારા પર વિશ્વાસ કર્યો,અરે!! મને તો આજે પણ મારી આંખો પર વિશ્વાસ નથી આવતો,છતાં પણ જે હકીકત છે એ મારે સ્વીકારવી રહી. તને લાગતું હશે કે હું આ ઘર છોડી ને જતી રહીશ તો તારો વ્હેમ છે! તારા આ વિશ્વાસઘાત ની સજા એ છે, કે તારે આ ઘર મૂકી ને જવાનું છે ,અને આ નિર્ણય મમ્મી પપ્પા નો છે!

નયન ના માતાપિતા એ નયન ને દીકરા ના પદ અને ઘરમાંથી બેદખલ કર્યો.

 આજે નિધિ બને પરિવાર નો દીકરો છે અને પોતાની જવાબદારી નિભાવે છે, પ્રામાણિકતાથી!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy