Shrddha Katariya

Tragedy

4.0  

Shrddha Katariya

Tragedy

અડધો કપ કોફી

અડધો કપ કોફી

2 mins
290


હા હવે એ અહીંયા નથી..આજે ઘણા સમય પછી હું એ જ કેફેમાં આવી છું જ્યાં અમે પહેલીવાર મળ્યાં'તા અને પછી પણ મળ્યાં હતાં.

પણ એ દિવસો અને આજ માં એટલો જ ફર્ક છે,ત્યારે અમે આવતા અને આજે હું એકલી આવી છું.

એમ તો એને કોફી પણ ભાવે એટલે મારી જોડે હોય ત્યારે કૉફી જ ઓર્ડર કરે અને પછી જે જોડે કોફી પીવાની મજા હતી ...આજે પણ યાદ આવે છે.

સાવ સીધો, સાદો છોકરો જેના પર બાળપણથી જ ઘરની બધી જવાબદારી આવી ગઈ અને એનું બાળપણ કયા આકાશમાં ઊડી ગયું ખબર જ ન રહી. પિતાની જીવનમાં કિંમત કેટલી હોય એ તો જેણે નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા હોય એને જ ખબર પડે બાકી તો જ્યાં સુધી આપણી પાસે હોય ત્યાં સુધી આપણને કિંમત જ ના થાય પછી એ સબંધ હોય, વ્યક્તિ હોય કે સમય. જ્યારે ખોઈએ ત્યારે જ સાચી કિંમત ઓળખાય.

આખા ઘરની જવાબદારી સાથે ૨ ભાઈઓ અને મમ્મીના સપનાં પૂરા કરવાં મથતો એક જવાબદાર છોકરો મારો દોસ્ત બન્યો.

દોસ્તી શબ્દ નિખાલસ અને નિસ્વાર્થ છે,એમાં કોઈ જ મતલબ ના હોય. એ દોસ્તી મારે જીવનભર નિભાવવી હતી એટલે બંનેને પ્રેમ હોવા છતાં એ પ્રેમનું નામ આપ્યું. બસ દોસ્ત જ રહ્યાં.

કૉફી સાથે, પુસ્તક સાથે, ક્યારેક કોઈ કૉલેજના કામ સાથે મુલાકાત થતી અને સમય ઊડી જતો.

આજે એ દોસ્ત નથી સાથે,નથી એનો એ સમય સાથે અને નથી એની બધી વાતો, સમજણ મને સંભાળવાની પળોજણ !

બસ,છે તો આ ખાલીપો ! જ્યાં બધુ જ છે ,પરંતું એ નથી, શું કામ નથી, મને નથી ખબર ! બસ, એ નથી. ઘણું બધું છે જે એને કહેવું'તુંં પણ ક્યારેય એવો સમય જ ના મળ્યો.અને જ્યારે સમય હતો ત્યારે લાગતુંં કે હવે તો જીવનભર સાથે છીએ જ ને ! 

એને કહેવું' તું કે તું મારી પાસે બેસ અને તારી બધી જ તકલીફ ભૂલી જા ! હું છું સાથે, એનો હાથ પકડી ને કે'ત ચિંતા ના કર તારી દોસ્ત તારી જોડે જ છે સુખમાં ના યાદ કરતો પણ હા દુઃખમાં પે'લી યાદ કરજે મને હું આવી જાય !

એને એ પણ કહેવું ' તું કે બધી પળોજણ મૂકીને મારા ખોળામાં માથું રાખી ને સુઈ જા! બધુ ભૂલીને તું ખુદને પણ જીવી લે થોડો !

ક્યારેક બધુ મને કહી ને હળવો થઈ જા,ક્યારેક તું ઉદાસ હોય તો હું તને હસાવું, શકય હોય તો તને જિંદગીની અમૂલ્ય પળોની સફર કરાવું.

પણ ના હું એ કંઈ કરી શકી ,ક્યારેય કહી શકી.

બસ એક કૉફી સાથે થોડીક વાતો હોય એજ નાની એવી મુલાકાત હોય.

પણ એ કૉફી ના ૨ કપની જેમ મને આજે મારા હાથમાં આ ૧ કપ લાગે છે જેમાં બંનેની કૉફી હોય !

અડધો હું પી ચૂકી હવે અડધો આ અડધા મારા જીવનની જેમ બાકી રાખ્યો છે.

કાશ ! એ આવે આ અડધા કપ માટે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy