Shrddha Katariya

Drama

3  

Shrddha Katariya

Drama

તકલીફ

તકલીફ

2 mins
264


"ખબર નહિ મારું તો નસીબ જ બે ડગલાં પાછળ ચાલે છે,યાર ! "

શિવાંગી બોલતા બોલતા રડી પડી...દ્રષ્ટિ અને જૈમી શિવાંગી ને સમજાવતી અને શાંત રાખી રહી હતી..જૈમી જોર થી બોલી..શું રોતેલ ની જેમ રોવા બેઠી છે...આમ તો બોવ મોટી મોટીવેશનલ સ્પીકર બનતી હો ને ! જો ભૂત જીવન માં આવી તકલીફ તો રેવાની જ એવું તે જ મને કીધું તું અને અત્યારે તું જ હિંમત હારી ને બેસે છે ? 

ત્યાં જ દ્રષ્ટિ બોલી...

જો બધા ને જિંદગી સાથે જીવવા જુગાડ તો કરવો જ પડે...તારી ઉપર કંઈ મોટું આભ તો નથી તૂટી પડ્યું ને...એલી તમે બેય દોસ્ત છો કે દુશ્મન ...આમ કોઈ ને મોટીવેશન આપે ?

જો વાંદરી તારા માટે તો અમે આવું જ મોટીવેશન આપશું અને તું રડીશ તો અમે તને કંઈ શાંત નહિ રાખીએ પણ ઉઠાવી ને પિત્ઝા ખાવા લઈ જાશું અને ત્યાં મારશું એટલે વધારે રડે..એમ કહીને જૈમી એ મારી પણ લીધું.અને...શિવાંગી હસી પડી..હવે બોલ શું થયું...

અરે ! કંઈ થયું નથી યાર ! આટલી બધી મહેનત પછી પણ સફળતા નથી. 

જો આ મેડમ ને સફળતા જોઈએ છે બોલો !

બેન સફળતા નિષ્ફળતા ના પહાડ પર જઈ ને ઊભા રહીએ ત્યારે મળે....

તને શું લાગે છે અમે બને આ દુનિયા મોટી સફળ વ્યક્તિ ઓ છીએ એમ ?

એલી અમારે પણ સમસ્યા હોય અમે પણ રોજે નિષ્ફળ થયે છીએ તોયે રોજ ઊઠી ને આ જિંદગી જોડે લડીએ છીએ... જૈમી એ કીધું...

 વાત તો તારી સાચી છે ... યાર અત્યારે બધા ને કંઈ ને કંઈ તકલીફ તો છે જ... આપણે એકલા જ નથી કે જે તકલીફ માં હોએ...ઘણા એવા છે જે આપણી જેવું જીવન જીવવા ના સપના જોવે છે અને આપણે એ જીવન જીવીએ છીએ...

આ જિંદગી છે મેડમ અહીંયા જીવવા માટે શ્વાસ સાથે જુગાડ કરવો પડે....અને તારે તકલીફ નું રડવું છે ! !.

જીવન ને તકલીફ વગર અને મહેનત વગર અને સમસ્યા વગર વિચારી જ ના શકાય.

અને જે માણસ ના જીવન માં સમસ્યા કે તકલીફ નથી... એ માણસ કા તો જીવતો નથી કા પછી એ પોતાના આગળ ના જીવન માટે કંઇક વિચારતો નથી.

જેને આગળ વધવું છે ,કંઇક કરી બતાવવું છે એને રોજે તકલીફ તો રે'વાની જ !...

ચાલ હવે ...તકલીફ ને ગોળી માર પિત્ઝા ખાવા જાયે...જિંદગી છે મારી જાન મોજથી જીવી લેવાની કેમ કે તકલીફ તો રે'વાની....ત્રણેય જોરથી બોલી અને પછી બહાર જતી રહી. આમ જ આ વર્ષ પુરું થઈ ગયું.....હવે ફરી નવી શરૂઆત થશે...... એ પણ તકલીફ ની સાથે....નવી આશા ની સાથે.


Rate this content
Log in

Similar gujarati story from Drama