છગનભાઈ વેપારી
છગનભાઈ વેપારી
એક નાનકડું ગામ હતું. ગામમાં ઘણી જ્ઞાતિના લોકો રહેતા હતા. એમા એક છગનભાઈ નામના ખેડૂત રહેતાં હતાં. તેની પાસે ઘણી જમીન હતી. પણ ખેતી બરાબર કરતા ન આવડે.
ગામમાં ઘણાં લોકો તેને કહે," ભાઈ આ ખેતી ન આવડે તો કોઈ બીજો ધંધો ચાલુ કરી દે ને. "એને મનમાં વિચાર આવ્યો. વાત વિચારવા જેવી છે. ચાલને આ જમીન કોઈને વાવવા આપીને નવો ધંધો ચાલું કરું. આમ પણ ખેતીમાં આપણને કંઈ રસ છે નહિ.
આમ વિચારી તેણે શાકભાજીની રેંકડી નાખવાનું વિચાર્યું. રોજ સવારે વહેલા ચાર વાગ્યે ઊઠી શાકભાજી માર્કેટમાંથી શાકભાજી ખરીદી લઈ આવે અને ગામમાં વેચે. અઠવાડિયું ગાડી બરાબર ચાલી. પણ પછી ભાવતામાં મેળ ન આવે એટલે ફાયદાને બદલે નુકસાન થયું.
આમ નુકસાનીનો ધંધો પોસાય નહિ. બીજો કંઈક નવો ધંધો ચાલું કરવાનું વિચાર્યું. કરિયાણાની દકાન નાખીએ તો કંઈક જાણે. જમીનમાથી જે રૂપિયા આવ્યા તેમાંથી કરિયાણાની વસ્તુ લયાવી. ગામમાં દુકાન નાખી. લોકો ઉછીનું લઉં જાય. પાછા રૂપિયા દેવા આવે નહિ.
છગનભાઈ કહે," આ ખોટું. આ રૂપિયા લાવવા ક્યાંથી ? આમાં પણ કંઈ મેળ આવ્યો નહિ. " ચાલો કંઈક નવું વિચારીએ. એને થયું ચાલને કટલેરીની દુકાન નાખું. એમાં કંઈ માથાકૂટ નહિ. વળી પાછી કટલેરીની ખરીદી કરી આવ્યા.
ગામમાં નાખી કટલેરીની દુકાન. ગામની સ્ત્રીઓ કટલેરી લેવા આવે. છગનભાઈ સાથે ભાવતાલ કરી છે ભાવે લાવ્યા હોય તેનાથી પણ સસ્તાં ભાવે ખરીદી કરી જાય.
છગનભાઈ નિરાશ થઈ ગયા. આપને આ કંઈ ફાવે નહિ. ફરી ખેતરમાં જઈ પાવડો લઈ ખેતીકામમાં લાગી ગયા.
