Mrugtrushna Tarang

Drama Romance Fantasy

3  

Mrugtrushna Tarang

Drama Romance Fantasy

ચડ્ડીધારી પુષ્પ

ચડ્ડીધારી પુષ્પ

6 mins
30


  જૂનાગઢની વાડીમાં લીંબોળી પર ચઢી ચણિયા બોર ખાઈ ખાટાં બોર ઠળિયા સમેત નીચે ફેંકતો અને મીઠાં મધુર બોર ખાતો તેમ એનાં ય ઠળિયાં આવતા-જતાં રાહગીરો પર જાણીજોઈને એ રીતે ફેંકતો કે સહુનું ધ્યાન પોતાની ઓર આકર્ષિત કરવામાં સફળ બની શકે. મીઠી-મધુર તથા નિર્દોષ મુસ્કાન જોઈ છોકરમત સમજી ગ્રામવાસીઓ એને માફ પણ કરી દેતાં અને એ પણ એવો નટખટ કે દયામણું મ્હોં કર્યા વગરેય આંખનાં ઈશારે સહુની ક્ષમા ય માંગી લેતો ને સહુ એને એનાં વાનરવેડા માટે દિલથી માફ પણ કરી દેતાં.

  એક નવ-દસ વર્ષનો મસ્તીખોર છોકરો સહુને પરેશાન કરવામાં કંઈ બાકી નહોતો રાખતો. એવી લોકવાયકા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં પવનવેગે ફેલાઈ ગઈ હતી. પણ, કોઈએ એ બાળકને પોતાની નજરે જોયો નહોતો. કમળ પુષ્પની પંખુડી સમ ચડ્ડી ધારણ કરનાર એ બાળક વિશ્વની નવમી અજાયબી સમ જ ભાસતો હતો.

  બીજી તરફ, રાજરાણી સુકન્યાદેવી પોતાની સુપુત્રી રાજકુંવરી પદ્મજા માટે ઘણાં ય મહિનાઓથી ચિંતિત હતાં. લગભગ એકાદ વર્ષ પૂર્વે ગિરનાર ચઢી આવ્યા બાદથી જ કદાચ, એ ગુમસુમ રહેવા લાગી હતી. ચંચલ મુસ્કુરાહટ અલોપ થઈ ગઈ હતી, અને, એનાં સ્થાને ગાંભીર્ય એ પદ્મજા કુંવરી પર પોતાનો હક્ક જમાવ્યો હતો. ખળખળ વહેતાં ઝરણાં સમ રાજકુંવરીની ચપળતા પણ ઓઝલ થઈ ગઈ હતી.

  જૂનાગઢની લોકવાયકા પોરબંદરના રાજરાણી સુકન્યાદેવીનાં કાને પહોંચી. કંઈક અંશે અજીબોગરીબ લાગતાં સૈનિકોને ખોજબીન કરવા મોકલ્યાં. ગુપ્તચરોને પણ એ બાળક વિશેનો ઇતિહાસ - ભૂગોળ જાણવા માટે મોકલ્યાં.

  ઉઘડતાં અમાસની અંધારી રાતે ચંદ્ર જ્યારે ભૂખરા વાદળો વચ્ચે સંતાકૂકડી રમવામાં મશગૂલ હતો. બસ, એવે ટાણે કુંવરીબા પદ્મજા મહેલની અટારીએ ઉડાડી મને લટાર મારી રહી હતી. અને એની બાળસખીઓ એને હસાવવા માટે નિતનવા અટકચાળાઓ કર્યે રાખતી. પણ, કુંવરીબા તો જાણે હસવાનું કોને કહેવાય એ જાણતી ન હોય એમ ગુમસુમ રહ્યા કરતી હતી. 

  એક સમયની ખડખડાટ હાસ્ય રેલાવતું મુખડું આજે ચંદ્રગ્રહણ સમ થઈ ગયું હતું. અને રાજરાણી સાથે પદ્મજાની સઘળી સખીઓ પણ હવે વધુ ને વધુ ચિંતાતુર રહેવા લાગી. રોગનું નિદાન કરવા સહુ ઉત્સુક હતાં. પોરબંદરની સમગ્ર પ્રજા પણ ઊભે પગે તત્પર હતી, પણ, રોગ તો સમજાય ! રોગનું કારણ સમજાય ! ત્યારે જ તો એનું નિદાન તથા નિરાકરણ ને ઉપાય પણ મેળવી શકાય !

  આસપાસનાં દસેય દિશામાંથી રાજવૈદયની મુલાકાતો લેવાઈ ચૂકી હતી પણ, કોઈ કરતા કોઈ રાજકુંવરી પદ્મજાનું નિદાન કરવા સમર્થ નહોતા બન્યાં. અને એટલે જ રાજરાણીને નટખટ બાળક વિશેની છોકરમત સાંભળી આશા જાગી હતી કે, એની મસ્તી જોઈ કદાચ પદ્મજાનું ખળખળ વહેતુ હાસ્ય ફરી એનાં મુખ પર વિરાજમાન થઈ જાય.

  વાનરવેડા કરવામાં માહિર નટખટ બાળક સરળતાથી ગીરનાં જંગલોમાં વિચરતો રહેતો. ભૂખ લાગે તો જંગલી ફળ ખાઈ લેતો અને શિકાર તો એમ કરતો કે જાણે પોતે જ એક રાન પશુ હોય ! માણસ તરીકેના એકેય ગુણ એનામાં નહોતાં છતાંય, એ બાળક હતો તો માણસ જ.

  દિવસોની રખડપટ્ટી બાદ સૈનિકોને એ રાનપશુ સમ બાળક નજરે ચઢ્યો. હવે એને પકડવા માટેની જદ્દોજહદ મહેનત શરૂ થઈ ગઈ. ચોફેરથી જાળ બિછાવી છતાંય એ મસ્તીખોર છટકબારી શોધી જ લેતો. અને, પલકવારમાં સૌ સૈનિકોની નજર સામેથી ઓઝલ પણ થઈ જતો.

  ભૂલથી શહેર ભણી આવેલ એ રાનપશુ સમ બાળક જૂનાગઢનાં ગિરનાર પર્વતનેય હાંફયા વગર સડસડાટ ચઢી ગયો. ગુપ્તચરોને સેનાપતિ દ્વારા મળેલી ગુપ્ત સૂચનાનુસાર મસ્તીખોર બાળક આખરી વાર ગીરનાં જંગલમાં જતો જોવાયો હતો. ગુપ્તચરની એક ટુકડી રાતપાળો કરતી ગીરની ગુફાઓમાં છુપાઈને બેઠી.

  બીજી, ત્રીજી તથા ચોથી ટુકડીઓ ગીરમાં ચોમેર ફેલાઈ ગઈ.

  એક લોકવાયકા એવી પણ સાંભળવામાં આવી હતી કે, ગીરનાં સાવજ ને પણ હંફાવવાની હિંમત ધરાવતો આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. કોઈક તો દિવ્યતા નક્કી એનામાં રહેલી હોવી જોઈએ. કે પછી કોઈ જાદુઈ શક્તિ !

  ત્રણ દિવસની લાગોપાટ મહેનતને અંતે નટખટ બાળક સકંજામાં સપડાયો. જંગલી પ્રાણીઓને પિંજરામાં બાંધીને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે એમ આ મસ્તીખોર બાળકને પોરબંદરનાં રાજદરબારમાં લઈ જવામાં આવ્યો.

  રસ્તે ચાલતાં હર કોઈ આ અજીબોગરીબ જીવ ને જોઈ ઠેકડી ઉડાવતું તો કોઈ એનાં ચાળા પાડતું.

  રાજમહેલમાં પ્રવેશે ત્યાં સુધીમાં તો સમગ્ર વિસ્તારમાં હો-હા થઈ ગઈ. સહુ કોઈ આ વિચિત્ર બે પગા પ્રાણીને જોવા, સાંભળવા ઉત્સુક થઈ સભાગૃહ તરફ દોડ્યાં !

  રાજકુંવરીની સખીઓ પણ એમાં શામિલ થઈ ગઈ. પદ્મજા કુંવરીની નજર અનાયાસે જ એ પિંજરા તરફ વળી, પણ, મનુષ્યોની બેતુકી હરકતોથી પરેશાન થયેલ એ નટખટ બાળકે એજ સમયે પોતાની પીઠ ફેરવી અને કુંવરીબાને એનાં મુખનું દર્શન કરવા ન મળ્યું. પણ, બાજુબંધ પરનો કાળો દોરો દેખાઈ ગઈ. વર્ષ બાદ રાજકુંવરી પદ્મજા ખુશીથી ઉછળી પડી. અને, ગીત ગણગણવા લાગી...

 (મિલ ગયા, હમકો સાથી મિલ ગયા..

 યે દેખ કોઈ ખિલ ગયા, હો હો ખિલને દો..)

ઉછળતી કૂદતી રાજકુંવરી આખાયે એક વર્ષ બાદ રાજદરબારમાં પ્રવેશી હતી. અને એ પણ ખડખડાટ હસતી રમતી. પદ્મજાને નોર્મલ થતી જોઈ પ્રજાગણ ખુશખુશાલ થઈ ગયો. એ પાછળનું રહસ્ય જાણવામાં હવે કોઈનેય રસ નહોતો. રાજરાણીને ય નહીં.

ગુપ્તચર દ્વારા સંકેત મળતાં રાજરાણી જે પહેલાં એ રાન પશુ સમ બાળકને મળવા ઉત્સુક હતાં, તે હવે એ તરફ જોવા ય તૈયાર નહોતાં. વગર જોયે એમણે આદેશ આપી દીધો:

"છૂટો મેલી દ્યો એને ! રાજકુંવરીનાં હાસ્યનાં ફળસ્વરૂપે આઝાદ કરી દ્યો એને. જીવનદાન આપી દ્યો."

"જી રાણીસા'' કહી દરબારી ત્યાંથી જતો રહ્યો.

ભૂખથી વ્યાકુળ બની ખૂંખાર થઈ ચુકેલો મસ્તીખોર બાળક પિંજરામાંથી બહાર નીકળવા મથી રહ્યો હતો. ત્યાં, સૈનિકોએ એને આઝાદ કર્યો કે તરત જ એ રાજ ઉદ્યાન તરફ કૂડ્યો બે પગા હોવા બાદ પણ ચાર પગા જનાવરની ભાંતિ ઉછલકૂદ કરી એક વૃક્ષથી બીજા વૃક્ષ પર ફળ ખાવા મચી પડ્યો.

રાજદરબાર તરફ જ આવી રહેલ પિંજરું જોઈ ખળખળ હસતી રાજકુંવરી આતુરતાથી એ વિચિત્ર પ્રાણીની રાહ જોઈ રહી હતી. પણ, ખાસ્સો સમય પસાર થઈ ગયા બાદ પણ જ્યારે એ પિંજરું રાજદરબારમાં ન આવ્યું એટલે ઉદાસ ચહેરે પદ્મજા પોતાનાં ખંડ ભણી દોડી. કે જ્યાંથી પહેલીવાર એને એ નટખટ બાળક દેખાયો હતો. એનો સ્વપ્નનો રાજકુંવર !

રાજકુંવરીને ફરી ઉદાસ થતી જોઈ સહુ કોઈ નિરાશ થઈ ગયાં. રાજદરબારમાં હો હા થઈ ગઈ.

રાજરાણીને ફરી એકવાર આશા હાથતાળી દઈ છૂમંતર થતી જણાઈ. પણ, એ પાછળનું રહસ્ય ન ઉકેલાયું. રાજદરબાર બરખાસ્ત કરી કુંવરીબાનાં ખોરડે જવા નીકળ્યાં.

રાજકુંવરી પદ્મજા પોતાનાં જાજરમાન ઢોલિયા પર ઊંઘે મુખ રડવાનું ખાળી રહી હતી ત્યાં રાજ ઉદ્યાનની દિશા તરફથી "પકડો, મારો, પકડો એ બાળવાનરને !" જેવા ઉદ્ગાર સાંભળ્યાં.

રાજ ઉદ્યાન તરફનાં બારસાખે બેસી ટોડલે ચઢવા જતામાં પેલો બાળ સખા નજરે ચઢ્યો અને જોતજોતામાં બન્નેવની નજર એક થઈ.  

તાળીઓ વગાડી રાજકુંવરી એ મસ્તીખોર બાળકને પોતાનાં ટોડલે આવવાનું નિમંત્રણ આપી રહી.

વાનરવેડા કરતો એ નટખટ પણ બીજી જ પળે ત્યાં આવી ગયો. બંને વર્ષ પહેલાંની ગિરનારની પરિક્રમા દરમ્યાન થયેલી મુલાકાતમાં ખોવાઈ ગયાં. 

રાજરાણીનું એજ ક્ષણે રાજકુંવરીનાં ખોરડામાં દાખલ થવું બંનેને ખલેલ ન પહોંચાડી શક્યું. ને એય ને, બંને જન્મજન્માંતરનાં ભેરુ હોય એમ એકમેકમાં ખોવાઈ ગયાં.

 વર્ષ પહેલાં જો આ ઘટના ઘડાઈ હોત તો કદાચ રાજરાણીએ એને દેશવટો કે પછી મૃત્યુનો હુકમ ફરમાવ્યો હોત !

પણ, એક વર્ષ દરમ્યાનમાં ગુમસુમ થયેલી રાજકુંવરીની દુર્દશા અનુભવી ચૂકેલા રાજરાણીએ સમજદારીથી કામ કરવાનો નિર્ણય પાક્કો કર્યો અને ત્યાંથી ગપચુપ જતાં રહ્યાં.

ગુપ્તચરો પાસેથી મળેલી માહિતી અને સેનાપતિ દ્વારા મળેલી જાણકારી લઈ રાજજ્યોતિષ પાસે ગુપ્તવાસમાં મુલાકાત ગોઠવી. કુંડળી પ્રશ્નવાંચન વડે જે કંઈપણ જાણવા મળ્યું એનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે જેથી એમની દૂરંદેશી ફિકર ફુરરરર કરતી ઉડી ગઈ અને તેઓ રાજકુંવરીનાં નવા મિત્રને મળવા ઉત્સુક થઈ ઊઠ્યાં.

રાજકુંવરી પદ્મજા પોતાનાં બાળસખા સમ એ નટખટ બાળકને નિહારી થાકતી નહોતી. એવી જ કંઈક દશા મસ્તીખોરની પણ હતી. કે જેને રાજકુંવરી 'ચડ્ડીધારી પુષ્પ' કહી પોકારતી હતી ગિરનારની ટેકરીઓ પર..

રાજકુંવરીનાં બાલ સખાને મળી રાજરાણીને ખુશ થતા જોઈ પદ્મજા ખૂબ ખુશ થઈ ગઈ. અને, રાજરાણીએ સેવક દ્વારા મસ્તીખોર બાળકના સ્નાન આદિની વ્યવસ્થા કરી આપી. 

કલાકોની જહેમત બાદ એ નટખટ બાળક સજીધજીને રાજરાણી સમક્ષ હાજર કરાયો. રાજકુંવરી તથા એ બાળકનાં શિક્ષણાદિની ગોઠવણ કરી બંનેને પ્રેમપરા વિસ્તારમાં ઋષિમુનિનાં આશ્રમે રવાના કર્યા.

બીજું દસક પૂર્ણ થવા પૂર્વે જ એક રૂપાળો નવયુવક ઘોડા પર સવાર થઈ રાજદરબારમાં હાજર થયો.

સહુ એને જોઈ અચંબિત થઈ ઊઠ્યાં. અને રાજકુંવરી પણ એટલી જ સુંદર, નમણી નાગરવેલ સમ પુષ્પહાર લઈ સ્વાગત કરવા આવી.

ચડ્ડીધારી પુષ્પ 'મોગલી' અને પદ્મજાનાં વિવાહ રચાયા. પોરબંદરની આગામી રાણી તરીકે પદ્મજાની નિયુક્તિ થઈ અને એ નટખટ બાળક ચિત્રોદર રાજ્યનો ખોવાયેલો રાજકુંવર મોગર નીકળ્યો.

મોગર અને પદ્મજા રાજા રાણી બની પ્રજાની સેવા કરતા રહ્યાં.

(ચલ ગયા, પ્યાર કા જાદુ ચલ ગયા..

 યે દેખ હરકોઈ હિલ ગયા, હો હો હિલને દો...ઓ.. ઓ.. ઓ..)


Rate this content
Log in

Similar gujarati story from Drama