Pravina Avinash

Drama

4  

Pravina Avinash

Drama

ચા, દાળ અને બાઈડી

ચા, દાળ અને બાઈડી

3 mins
14.7K



“ચા” કૂકડો બોલેને યાદ આવે! “દાળ” નોકરી પર જવાનું હોય અને જમવા બેસીએ એટલે યાદ આવે! “બાઈડી” બાથરૂમમાંથી બહાર નિકળવાને ટાણે, ‘અરે મારો ટુવાલ આપને” ! આ ત્રણે  કમાલની ચીજ છે. જો એકાદ ટાયરમાં ‘પંકચર’ પડે તો જોઈ લો દિવસ દીવેલ પીધા જેવો થાય ! યાદ છે નાનપણ્માં ‘મા’ પેટની ગરબડ ન થાય એટલે દીવેલ પિવડાવતી?

જો’ચા’માં મજા ન હોય, ‘દાળ’ સબુડકા ભરી પિવાય તેવી ન હોય અને ટુવાલ ‘બાઈડી’એ ધોયેલો ન આપ્યો હોય તો? કલ્પના કરી જુઓ ! કલ્પના જ કરજો , હકિકતમાં આવું ન બને તેવી પ્રાર્થના!

મોઢામાં પાણી આવી ગયું.’ જો તમે કહો, કે હું ચા બનાવું છું, તો મારો જવાબ સાંભળવો છે’?

“મારે ક્યાંય જવાની ઉતાવળ નથી ! ચા પીને જઈશ. ”

તમે કહેશો,’અડધો કપ ચાલશે ને’?

“શું કહ્યું, અડધો કપ’? મારી ચા ન મૂકશો! અડધા કપમાં તો મારું મોં પણ એઠું ન થાય. જો પિવડાવવી હોય તો આખો કપ, નહી તો હું ચાલી’.

જેને જિંદગીમાં બીજી કોઈ બૂરી આદત નથી. બસ ચા મળે એટલે દિવસ સુધરી જાય ! હવે આ ચામાં દૂધ થોડું નાખવાનું, બરાબર !

‘કેમ,બહુ મોંઘું મળે છે એટલે’ ?

બસ મોંઘવારી દૂધમાં જ નડૅ છે ?

અરે ભાઈ ‘બાદશાહી ચા’ ચાલે લશ્કરી નહી !

મારા એક મિત્ર હમેશા કહેતાં, ‘તમે ચામાં આટલું બધું નાખો છો તો પછી મસાલાના ડબ્બામાંથી હળદર , મરચું અને ધાણાજીરુ પણ નાખો ને ! ‘

‘બેસો તમને એવી ચા બનાવી દંઉ’. આખા રુમમાં હાસ્યનું મોજું ફરી વળતું !

હવે ગણવા માંડો હું ચામાં શું ,શું નાખું છું. ૧. પાણી, ૨. ચાનો મસાલો, ૩, તાજું વાટેલું આદુ, ૪. લીલી ચા, ૫. ફુદીનો. ૬. વાટેલી એલચીનો ભુકો, ૭. ખાંડ, ૮. દુધ અને અંતે ગુલાબી મિજાજમાં હોંઉ તો કેસર. આવી સરસ ચા બનાવી હોય ત્યારે મારી મિત્ર આવીને કહે ,’મારી ગ્રીન ટી  બનાવજે’. ફુગ્ગામાંથી હવા નિકળી ગઈ હોય ત્યારે બિચારા ફુગ્ગાની દયા આવે ! તેવા હાલ મારા થાય . ખેર, પસંદ અપની અપની ખયાલ અપના અપના !

આવી ચા પીને દિવસ શરૂ થતો હોય તો, એ દિવસ દરમ્યાન કોઈ પણ કાર્ય ખોટું ન થઈ શકે. ઉત્સાહ ભરેલો દિવસ જ્યારે પૂરો થાય અને ઘરે આવતા જો દાળમાં ગરબડ હોય તો આખા દિવસનો થાક ઘેરી વળે!

મિત્રોને કહેતા સાંભળ્યા છે, ‘મારા બાળકો દાળ નથી ખાતા”!

ત્યારે મારા મુખ પર ચમક આવે, ‘મારા બાળકો દાળ પીએ છે’.

કારણ સાદું છે ,પણ સચોટ છે. જે વ્યક્તિ દાળમાં મસાલા નાખવામાં કંજૂસાઈ કરે તેની દાળમાં કોઈ ભલીવાર ન હોય ! ્દાળમાં મીઠુ, ગોળ, ખટાશ બધું સરખું નાખ્યું હોય તો બતાવી આપજો બાળક દાળ ન ખાય. એમનું બાળક મારે ત્યાં આવે ત્યારે માગીને દાળ પીએ.

મારા બાળકો નાના હતા ત્યારે ચેતવણી આપી હતી. કોઈને ત્યાં દાળ ન ભાવે તો ઓછી લેવી પણ બોલવું નહી. હમેશા ખાવાનું તપેલીમાં જોઈને ખાવું. બને ત્યાં સુધી ઘરેથી જમાડીને જ લઈ જતી. હવે ‘ચા’ અને ‘દાળ’નો આધાર ‘બાઈડી’ પર આવીને અટકે. એ તમારા બાળકોની ‘મા’ પણ હોઈ શકે !

જો તેને સાચવતા ન આવડૅ તો જિવનથી હાથ ધોઈ નાખવા ! ‘બાઈડી’ બગડી તેના નસિબનું શું કહેવું ? બધા કાંઈ તુલસીદાસ, એરિસ્ટોટલ નથી થઈ શકતા ! પણ તે બનવાનો માર્ગ મોકળો છે ! લગ્ન પછી ‘બાઈડી’ને સાચવવી એ કળા, સહુને વરી હોતી નથી ! એ જેટલું સત્ય છે, તેટલું જ સત્ય એ પણ છે કે અમુક કન્યા “પિયર” આણામાં સાથે લઈને આવી હોય છે. એ ‘બાઈડી’ ક્યારેય સુધરે તેની ખાત્રી નહી. તેમનું ‘રિમોટ’ તેમની માતાઓના હાથમાં હોય છે.

‘બાઈડી’ એ બહુ કઠીન વિષય છે. યાદ છે લગ્ન કરવા બેઠા ત્યારે ગોર મહારાજ બેથી ત્રણ વાર ‘સાવધાન’ બોલ્યા હતા. જો ચેતી ગયા હોત તો ‘બાઈડી’ નામથી ભડકત નહી !

ખેર, હવે પરણ્યા છો. બાપ પણ થયા છો તો પછી ‘બાઈડી’ની શરણાગતિ સ્વીકારો. જેટલા જલ્દી સમજી જશો એટલો સંસાર મધુર બનશે !

‘હવે ખરી સમસ્યા છે’?

‘ચા’ સારી પીવી છે’?

‘દાળ’ સબડકા ભરીને પીવી છે’?

‘બાઈડી’ને સંભાળવી છે’?

સિક્કાને બે બાજુ હોય ! અરે, ત્રીજી ધાર પણ હોય !

મનમાં શુભ ચિંતન કરો અને સિક્કો ઉછાળો !

જવાબ કોઈને કહેતા નહી ! બાકી આ “ચા”, ‘દાળ” અને “બાઈડી”ના પ્રકરણ ઘરે ઘરે અલગ હોય ! જો કોઈ ભડવીર તેના પર શોધખોળ કરી પી. એચ.ડી. કરવાનો હોય તો તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે. વિષય ખૂબ ગુઢ અને ગહન છે !

 

 


Rate this content
Log in

Similar gujarati story from Drama