બંધ બારણે
બંધ બારણે
બંધ બારણે
ઓબેરોય શેરેટોનના દસમા માળે આવેલા સ્યુટનું બંધ બારણું ધીમેથી ખુલ્યું.લાલ લેહંગામાં સજ્જ, શેઠ કરોડીમલની એકમાત્ર દીકરી પ્રાપ્તિ બહાર નીકળી.ચહેરા પર મેકઅપ, આંખોમાં રંગીન સપનાઓ, અને હોઠ પર શાંત સ્મિત.
નીચે બેન્ક્વેટ હોલમાં તેના લગ્ન સોહનલાલના “એકમાત્ર દીકરા” સાથે થવાના હતા.મંડપ સુધી પહોંચવામાં માત્ર પાંચ મિનિટ લાગવાની હતી. આ દસમે. માળે થી ઉતરી બેન્કવેટ હોલ પહોંચે ત્યાં સુધી.
પણ પ્રાપ્તિ ત્યાં ક્યારેય પહોંચી જ નહીં.
આખી હોટેલ મા એકાએક દેકારો બોલી ગયો. દીકરી ગુમ થયેલી સાંભળી, કરોડીમલનું ત્યાંજ પ્રાણ પંખેરુ ઉડી ગયું.
હોટલના CCTVમાં એક ક્ષણ માટે કોરીડોર ના પડદા પાછળ કોઈ પડછાયો દેખાયો…અને પછી કોરિડોર ખાલી.
કોઈ ચીસ નહીં, કોઈ સંઘર્ષ નહીં.
જાણે હવા આખી દુલ્હનને ગળી ગઈ હોય.પોલીસે મહીનાઓ સુધી તપાસ કરી.અપહરણના કોઈ પુરાવા નહોતા.
ખંડણીનો એક ફોન પણ આવ્યો નહીં.
મૃતદેહ મળ્યો નહીં.
સાત વર્ષ પછી કેસની ફાઈલ પર ધૂળની જાડી પરત ચડી ગઈ.
કેરળના પહાડોની વચ્ચે આવેલા એક નેચરોપથી સેન્ટરમાં ડૉ. પ્રિયા નામની ડૉક્ટર કામ કરતી હતી.
શાંત સ્વભાવ. ઓછી વાતો. દર્દીઓ માટે અસાધારણ કરુણા.
પણ દરરોજ રાત્રે તે હોસ્પિટલના કોટેજની અગાશી પર એકલી ઊભી રહી કલાકો સુધી અંધકાર તરફ જોતી રહેતી.
કોઈને ખબર નહોતી કે તે કોની રાહ જોતી હતી.
એક સવારે આખું સેન્ટર ધમધમી ઊઠ્યું.
મુંબઈના એક પ્રભાવશાળી રાજકારણી અને ઉદ્યોગપતિ સારવાર માટે આવી રહ્યા હતા.સિક્યુરિટી, પોલીસ અને મીડિયા સાથે કાફલો પહોંચ્યો.દર્દીનું નામ—સોહનલાલ.
ડૉ. પ્રિયાએ ફાઈલ હાથમાં લીધી.
પેશન્ટ નંબર 22546, ઉંમર 89.
એક ક્ષણ માટે તેના હાથ ધ્રૂજી ઊઠ્યા.
પણ બીજા જ પળે તેનો ચહેરો ફરી શાંત થઈ ગયો.
સોહનલાલને અંદર વોર્ડ મા લાવવામાં આવ્યા.વર્ષોએ તેના શરીરને નબળું બનાવ્યું હતું,પણ આંખોમાં હજુ પણ સત્તાનો અહંકાર જીવતો હતો.પ્રિયાએ તેમની નાડી પકડી.અને તે સ્પર્શથી સોહનલાલ થોડા ચોંક્યા.
“ડોક્ટર સાહેબ, તમે મુંબઈ આવ્યા લાગો છો…મને લાગે છે આપણે ક્યાંક મળ્યાં છીએ?”
પ્રિયાએ નજર ઊંચી પણ ન કરી, અને બોલી .
"શેઠ, આ તમારી મુંબઈ અલબેલી નગરી છે. ત્યાં ચહેરા અને ગુનાઓનો હિસાબ નથી રાખતો.”
સોહનલાલ હળવેથી હસ્યો.
જાણે વાત સમજાઈ ન હોય.
પ્રેશર તપાસ દરમિયાન પ્રિયાના હાથમાં પહેરેલો નાનો પેન્ડન્ટ કોટની બાંયમાંથી બહાર સરકી આવ્યો.
સોહનલાલની નજર તેના પર પડી.
તેના ચહેરાનો રંગ ઊડી ગયો.આ પેન્ડન્ટ…આ તો તેણે પોતાની ભાવી પુત્રવધુને લગ્નની પહેરામણીમાં આપ્યું હતું.તેના હોઠ સુકાઈ ગયા.
“તું… કોણ છે?”
પ્રિયાએ પહેલી વાર તેની આંખમાં આંખ મિલાવી.
“જેને તમે સાત વર્ષ પહેલાં તમારા પ્લાન મુજબ મરી ગઈ માની લીધી હતી.”
સોહનલાલનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો.
“ના… એ અશક્ય છે… બોડીનું ક્રીમીશન મારી નજરે થયેલું હતું.”
એ સોપારી ની રકમ માટે નાટક હોઈ શકે....
“એ દિવસે તો, હું બચી, હોટેલ થી ભાગી ગઈ હતી.”
પ્રિયાનો અવાજ બરફ જેટલો ઠંડો હતો.
“અને એ રાત્રે હું તમારા સ્ટડી રૂમ પાસે પહોંચી ગઈ હતી.તમારો મારાં પિતાને slow poison થી મારીને મિલકત હડપવાનો પ્લાન…
કરોડોના ગેરકાયદે સોદા…
અને બે હત્યાના કરાર…
બધું મેં સાંભળ્યું હતું.”
રૂમમાં સન્નાટો છવાઈ ગયો.
“મંડપ સુધી પહોંચું એ પહેલાં જ તમારા માણસોએ મને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો.
પણ નસીબે મને બચાવી લીધી.
મારાં ડ્રાઇવરે મને ભગાડી બચાવી.”
પ્રિયાએ ધીમેથી કહ્યું,
“અહીં દૂર મેં નવી ઓળખ બનાવી…
અને તમારી રાહ જોતી રહી.”સોહનલાલના કપાળ પર પરસેવો આવી ગયો.
ના મારૂ પ્લાંનિંગ પાકુ જ હતું, બેન્કવેટ મા જ પાન ના ઝેર આપી તારા બાપના જીવન નું બારણું બંધ કરી નાખેલું. અને તારું મારાં માણસો એ..
પણ, હા લાગે છે .
"... તું એ દિવસે બચી ગઈ હતી. પણ મેં વિચાર્યું હતું કે હવે ક્યારેય પાછી નહીં આવે."
પણ હવે સાત વર્ષે...“તારે શું જોઈએ છે?”
“માત્ર સત્ય.”
ડોક્ટર પ્રિયા એ ટેબલ પર પડેલું નાનું ડિજિટલ રેકોર્ડર ઉપાડ્યું.
લાલ લાઇટ હજુ પણ ચાલુ હતી.
“તમે છેલ્લા દસ મિનિટમાં જે કંઈ કહ્યું છે… બધું રેકોર્ડ થઈ ગયું છે.”
એ જ ક્ષણે રૂમનું બારણું ખુલ્યું.
અંદર ક્રાઇમ બ્રાન્ચના બે અધિકારીઓ પ્રવેશ્યા.
પ્રિયાએ શાંતિથી કહ્યું,
“સાત વર્ષ પહેલાં તમે મને મૌન કરાવવા માંગતા હતા.
આજે તમારું મૌન જ તમારી સજા બનશે.”
સોહનલાલ સ્ટ્રેચરમાં જ ઢળી પડ્યા .
બહાર વરસાદ બંધ થઈ ગયો હતો.સાત વર્ષ પહેલાં એક હોટલના બંધ બારણે જે સત્ય દફનાયું હતું,તે આજે ફરી બહાર આવ્યું હતું.કેમ કે…
સત્યને બારણાં પાછળ બંધ કરી શકાય,પરંતુ કિસ્મતને કદી નહીં.
