રાવત રાજેશકુમાર બી. " રાજ "

Abstract

2  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Abstract

ભવાઈ

ભવાઈ

2 mins
71


અમુક વર્ષો પહેલાની વાત છે કે જયારે આપણાં ગામડાંમાં શિયાળામાં માનવી ભવાઈ રમવાં આવતાં. 

જયારે ગામમાં ખબર પડે કે ભવાયાં આવ્યાં છે તો આખા ગામનાં લોકો બહું જ રાજી રાજી થઈ જાય.ને રાત પડવાની આતુરતાથી રાહ જોતાં હોય. જમી પરવારીને બઘી જ જ્ઞાતિના લોકો જોવાં પહોચી જાય.

જયારે ભવાઈ ભજવાની હોય ત્યાર પહેલાં ભજવનાર પોતે પાત્ર મુજબ તૈયાર થતાં જોવા મળતાં હોય છે જે અરીસાની સામે મેકઅપ કરતાં ને સરસ ને સુંદર મજાનાં તૈયાર થાય છે. ભવાઈ જોવા માટે બધા જ આવતાં, કડકડતી ઠંડીમાં પણ આખી આખી રાત ભવાઈની લોકો મજા લેતાં હતાં. એ સમયમાં માઈક વિના મોટેથી સંવાદ તથા ગીતો ગાતાં હતાં. લોકોના ટોળા જોવા મલતાં હતાં ભવાઈ જોવા માટે. ભવાઈમાં સંગીત સાધનો જેવા કે તબલાં, ઢોલક, મંજીરા, તથા પેટીવાજુ પણ જોવા મળતું. સૂરતાલની સાથે ભવાઈ ભજવાય ને લોકો જોતાં જ રહે.

 વચ્ચે જયારે રીસેસ પડે ત્યારે ગીતોની મોજ હોય જેમ કે, ગુજરાતી ગીતો ગવડાવવામાં આવતાં ને પૈસા આપી એ ગીતને કટ કરવામાં આવતું આમ લોકો મનોરંજન કરતાં. ભવાયાં દસ એક દિવસ ગામમાં રોકાતાંને આમ રોજબરોજ અવનવાં નાટકો ભજવતાં ને લોકોનું મનોરંજન કરતાં.આમ કરતાં ભવાયા પોતાનું ગુજરાન ચલાવતાં.

 માનવ પોતાનાં પેટ માટે ભવાઈ પણ એ સમયે રમતાં ને પેટનાં ખાડાતો પૂરાતાં સાથે લોકોનું બહું જ મનોરંજનને મનોરમ્ય જોવા મળતું. ફિલમની મજા કરતાં પણ ભવાઈ લોકોને બહુ જ ગમતી. સમાજમાં અવનવા ઉદાહરણો સાથે ભવાયા સમજાતાં.

આમ ભવાઈ આજ પણ લોકો ભૂલ્યા નથી એમનાં માનસ પર હજી સુધી ઝલક જોવાં મળે છે. અમુક વિસ્તારોમાં હલ પણ રામદેવપીરની ભવાઈ રમાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract