ravat Rajeshkumar

Drama Tragedy

3  

ravat Rajeshkumar

Drama Tragedy

વેદના

વેદના

2 mins
179


નજરથી નજર મળે તો પ્રેમ થાય, ને હૈયામાં હામ ભળે ને ધબકારે જીવ એક મેક થાય. આમ જ એક વેદના જેને આપણે દર્દનું નામ આપીએ છીએ, દરેક માણસને કંઈક ને કંઈક વેદના હોય જ છે, કોઈ કહી જાણે તો કોઈ સહી જાણે, કોઈનાં આંસુ બની છલકી જાય ને કોઈ બીજાને કહીને ઉભરા ઠલવી જાણે.

સ્રી ને પુરુષ બેને વેદના હોય જ છે, બસ આવી જ એક વેદના.

વેદના નામની સ્રી જેના લગ્ન થયેલાં લગભગ ચાર વર્ષ થયાં હશે, સંસાર ચાલતો એટલે કે લાગણી, પ્રેમ વિનાનો સંસાર. બસ જોડે રહેતાં આજ એની વેદના. ના સહી શકે ના કહી શકે. પણ રોજે રોજ પલપલ વેદના. જયાં જે પ્રેમ કે લાગણી કે પોતાપણું મલવું જોઈએ તે તેના નસીબમાં ના હતું. બસ એક ફોરમાલીટી કે જેને નિભાવાનું છે બસ આ કરવાનું છે.આથી મોટું દુઃખ, દર્દ કયું ? સમય જાય છે પણ વેદનાના પતિમાં કોઈ જ ફરક નહીં. વેદનાને એક નાનું બાળક હતું જેની પાસે સમય પસાર કરતી. પણ કહેવત છે ને કે ''મન હોય તો મળવે જવાય'' એમ વેદના ઝૂરી ઝૂરી રોજ બરોજ મરવું પડતું. જે પતિ પાસે આશા હતી પ્રેમની, લાગણીની, સહવાસની એ વેદનાને મળતું નહીં. બાકી પૈસે ટકે સુખી, કોઈ વાતનું ઓછું નહીં. પણ સ્ત્રીની લાગણી ને સમજવી ને એનો આદર કરવો એ સમ્માનજનક છે, હૈયા વરાળમાં પ્રેમની જગા પર ગુસ્સો ને તિરસ્કાર નીકળે. રોજ બરોજના ઝગડા. આવું કેમ ? એટલાં માટે કે એક મેક નથી, લાગણીની ઉણપ છે, એકબીજાની આંખોમાં પ્રેમભાવના નથી. પતિ જયારે ઘરે આવે તો વર્તન ને વ્યવહાર બદલાય ત્યારે વેદના જાણી લેતીને બસ ચૂપચાપ સહન કરવું પડતું. જયારે આવું બનતું ત્યારે રાતનાં અંધારાની ઓથ લઈ વેદના બહું રડતી ને દિલ માથી એક દર્દ ને આહ નિકળતી કે મે શું એવા કર્મ કયા જેની મને આવી સજા મળી. આમ મનોમન વલોપાત કરતી. આખી રાત રડતી ને આંખોમાં ઉજાગરા ભરતી.

બસ હવે તો કોઈની શોધમાં હતી જે વેદના ને સમજે, જાણે, એને પ્રેમ કરે. એવામાં મન ચંચળ બની જાય છે, બસ આમ વેદનાની સફર આગળ ધપી ને તે સંસાર મહી પ્રેમ, લાગણી ને વાચા આપવાં લાગી.

જયાં પ્રેમ ને લાગણી છે ત્યાં સ્ત્રી પોતાનું સર્વત્ર અર્પણ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama