ravat Rajeshkumar

Drama

2.6  

ravat Rajeshkumar

Drama

લાલ ચૂંદલડી

લાલ ચૂંદલડી

1 min
192


લાલા લાલ ચૂંદલડીમાં, નવલી છે નાર,

લાલ લાલ ચૂંદલડી રે..............


યે રે ચૂંદલડીએ, મોતીડાની ભાત,

ઓઢી મેં તો સખી, લાલ ચૂંદલડી રે....


યે રે ચૂંદલડીમાં, પિયુજીની યાદ,

આંખોમાં મારાં, શમણાંની રાત,


વાલમ આવશે, રાસે રમવાં ને,

જોતી હું તો, વાલમીયાની વાટ,


નેણ મારાં લાલ થયાં,

અધૂરાં છે સપનાં મારાં,


વાલમજી આવ્યા ના મારા,

ક્રોધે ભરાણાં અમે, રાસે રમતાં,


હૈયે હરખ ઘેલી, જોઈ પ્રિતમને,

રાસે તે રમશું, પ્રિતમ સંગાથ,


મંગળ અમંગળ, જો જે માવલડી,

વાલમ છે આજ, લાલ રંગોમાં,


વનરાતે વનની કુંજગલીમાં,

સખી-સહિયર ને પ્રીતમની સાથ,


લાલ લાલ ચૂંદલડીમાં, નવલી છે નાર,

લાલ લાલ ચૂંદલડી રે.......

ઓઢી મેં તો સખી,

લાલ લાલ ચૂંદલડી રે........


Rate this content
Log in

Similar gujarati story from Drama