STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Tragedy

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Tragedy

લોકાચાર

લોકાચાર

1 min
134

પંખીને માળો હોય ને માણસને ઘર હોય .એક દિવસ ની વાત છે. ભરબપોરે અમે કામ કરતાં હતાં, ત્યારે અચાનક એક અવાજ આવે છે. કે જાણે કંઈક ભટકાણું કોઈક વસ્તું સાથે. અમે તો ડરી ગયાં. અચાનક બાજુમાં આવીને કંઈક પડયું.જોતાં જ આંખો મીચી જાય તેવું એક દ્ગશ્ય. 

અમારી બાજુમાં એક નાનકડું હસતું,રમતું ને ભમતું એક પંખીડું જે તડપતું ને તડફાડીયાં મારતું અમારી નજર સમક્ષ જ આવીને પડયુ. જોતા જ આંખો પહોળી થઈ જાય તેવું હતું. ઉડતાં ઉડતાં રૂમમાં આવી જયાં તેનો માળો(ઘર) હતું. પોતાનાં બચ્ચાંને ખવડાવવાં માટે આવી હતી પણ કોને ખબર કે બચ્ચાં મા વિના એકલાં ટરવરસે. માની રાહ જોતાં જ રહી જવાનાં છે, તે મા પોતાનાં બાળક માટે બલિદાન સમાન બની રહી, ને જોત જોતાંમાં તો એ ચકલી તરફડીયાં મારતી મારતી મોતને ભેટી ગઈ. બચાવાં માટે ઘણા પ્રયત્ન કયા. પાણીનો છંટકાવ કર્યો. છતાં પણ અમે એક માને બચાવી ના શકયાં તેનો જીવન ભર અમને અફસોસ રહી ગયો.

આમ અમે એક માની એટલે કે ચકલીની વિધીવત વિધી કરી તેની લોકાચાર કરી પુણૅ કરી. કયારેક આપણી સુવિધા બીજા માટે મોતનું કારણ બની રહે છે, જાણતાં અજાણતાં પણ પાપનાં ભાગીદાર બની જવાય છે.


विषय का मूल्यांकन करें
लॉग इन

More gujarati story from રાવત રાજેશકુમાર બી. " રાજ "

Similar gujarati story from Tragedy