વર્ષાનાં આંસું
વર્ષાનાં આંસું
વર્ષા એટલે તો વરસાદ થાય. પણ આ વર્ષાની જ વાત છે, જેના વિરહની કોઈ સીમા નથી. મધ્યમ વર્ગની વર્ષા ભણવામાં હોશિયાર ને કોઈ કામ એવું નહીં કે વર્ષા ના કરે. બસ ભણતાં ભણતાં વર્ષા એક સાવ ગરીબ છોકરાંનાં સંપર્કમાં આવી. સાથે ભણતાં એટલે એક બીજાની નજીક બહુ રહેતાં, છોકરાનું નામ હતું આસુ.
એક દિવસની વાત છે કે વર્ષાનો જન્મ દિવસ હતો એટલે આસુને પણ બોલાવ્યો. આસુ વર્ષા માટે ગજરો લાવ્યો. વર્ષાને બહું જ ગમ્યો. ગમતાં ને મમતા મળે તો બધું ભૂલી જાય છે. આમ આગળ વધવાં લાગ્યાં વર્ષા ને આસુ.
કડીમાંથી જેમ ફૂલ પગરવે છે, ને ફૂલનો આકાર પામે છે તેમ મંદ મંદ વર્ષા ને આસુની પ્રીત પાંગરવા લાગી. જેમ કાદવ વિના કમળ ના ખીલે તેમ ઘાયલ વિનાં કવિતાં નાં બને.
