ravat Rajeshkumar

Others

3  

ravat Rajeshkumar

Others

સાસુ-વહુ

સાસુ-વહુ

1 min
152


 ધુમધામથી લગન પતિ ગયાં. સહુએ બહુ જ મજા કરી. નવી વહુનો ગૃહ પ્રવેશ પણ થઈ ગયો. બસ આમ જ દિવસો વિતતા ગયાં. બધા જ પોતાના કામમાં જોતરાઈ ગયાં.

સમય જતાં નવી વહુ હવે પારકાનો સંસાર પોતાનો કરવા લાગી. એકમેકમાં ભરળવા લાગી. હવે સાસુ થોડા ગુસ્સા વાળા એટલે કોઈ એમને વતાવે નઈ. સમય જતાં સાસુ ને વહુને બને નઈ ને રોજ નાની નાની બાબતમાં બે જણાં ઝગડતાં. આ રોજનું થયું. એટલે બીજા કોઈ બોલે નઈ. વહું રોજ કંઈક નવીન જમવામાં પીરસતી પણ સાસુ રોજ કંઈક નવીન ખામી વહુની કાઢતી, આમજ બે જણ બહું ઝગડતાં.

એક વાર પત્નિએ પતિને વાત કરી કે આમ કયાં સુધી ચાલસે. ચાલો આપણે જુદા રહિએ.પતિએ ના પાડી તો બે વચે ઝગડાં ચાલું થયાં. સાસુને આ વાત જણાતાં ખુશ થઈ. પતિ એની માને બોલે છે કે તમારા આ કાયમનાં ઝગડા હવે બંધ કરો પણ કોઈ માને બીજો દિવસ ચાલું થાય ત્યાં તો રામાયણ એજ.

જો સાસુ વહુ ને દિકરી માને તો કોઈ લડાઈ ઝગડાનાં થાય ને જો વહુ સાસુને મા માને તોકયારે પણ ઝગડો થાય નહિ.

સમજણ તે આપણી બીજાની શું ! સમજ્યા તે ભવ તરી ગયાં.


Rate this content
Log in