Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

Manoj Joshi

Tragedy Thriller

3  

Manoj Joshi

Tragedy Thriller

ભરોસો

ભરોસો

2 mins
648


સુમનભાઈ ભરોસાના આદમી હતા. ઇશ્વર પરના પારાવાર ભરોસાથી જ તેઓ બચપણથી આજ સુધી જીવનમાં આવેલા ઝંઝાવાતો સામે ઝઝૂમી શક્યા હતા. હજી તો હાઈસ્લકૂલ શિક્ષણ પુરું થયું, ત્યાં તો નાના ભાઈ-બહેન અને બિમાર માતાની જવાબદારી તેમના પર આવી પડી. દિવંગત પિતાના ભક્તિના સંસ્કારોએ પ્રગટાવેલ ભરોસાએ જ બાળપણમાંથી સીધા પ્રૌઢાવસ્થાની જવાબદારી સ્વીકારવા જેટલા તેમને મજબૂત બનાવ્યા.


        કર્મકાંડી બ્રાહ્મણ પિતા પોતાના માટે સુવિધાપૂર્ણ ઘર અને સારી એવી બચત મુકતા ગયેલા. પણ બિમાર માતાની સારવારે સદાય હાથ તંગીમાં રાખ્યો. બળદની જેમ ખભા પર પોતાના સહિત પાંચ પાંચ જીવોના નિર્વાહની જવાબદાારી તેમણે સુપેરે પાર પાડી. માના મૃત્યુનો આઘાત પણ જીરવી જાણ્યો.

       ખાનગી બેંકમાં નોકરી પણ જાત પરના ભરોસાને લીધે જ મળી. નામ સુલેખા અને સ્વભાવે શૂર્પણખા જેવી પત્નીને પણ નસીબના ભરોસે જ સ્વીકારી લીધી. બહેને ભાગી જઈને દલિત યુવક સાથે લગ્ન કર્યા. સમાજમાં બદનામી અને હો હા થઈ ગઈ. બહેનના અવિચારી પગલાંથી ભાઈનું વેવિશાળ તૂટ્યું. હ્દયભંગ ભાઈએ આત્મહત્યા કરી, ત્યારે સુમનભાઈ હચમચી ગયા. પણ "ઇશ્વરની ઇચ્છા" સમજીને જખમને જીરવી ગયા.


       ચાલીસમા વર્ષે સુલેખા ધૈર્યને જન્મ આપીને મૃત્યુ પામી ત્યારે પણ નરસિંહ મહેતાની માફક "ભલું થયું ભાંગી જંજાળ" - કહીને ઇશ્વર- ચરણે માથું ટેકવી ને રડી લીધું. એકલપંડે ધ્યેયને ઉછેર્યો. ભણાવ્યો. નોકરી અપાવી. છેવટે પિતાની મરજી વિરુદ્ધ ધ્વનિ જેવી સ્વચ્છંદી યુવતી સાથે પુત્રએ લગ્ન કર્યા. "બધું સારું જ થશે" - એવા ભરોસાથી સુમનભાઈએ તે ઘા પણ ખમી ખાધો.

      ધ્વનિના ચડાવ્યાથી જ્યારે સ્વચ્છંદતામાં આડખીલીરૂપ લાગતા સુમનભાઈને એકના એક દીકરાએ ધક્કો મારીને ઘરની બહાર કાઢયા, ત્યારે સુમનભાઈનો ભરોસો તૂટવા લાગ્યો. રડતા હૈયે અને ભાંગેલા પગે સુમનભાઈ મંદિરે પહોંચ્યા. પોતાની સ્વભાવગત સારપને લીધે ભરોસાને જ ભગવાન માનીને જીવેલા સુમનભાઇનો ભરોસો ભંગ થતો અનુભવાતા તેમનો શ્વાસ રંધાવા લાગ્યો.


       મંદિરના પગથિયે પડેલા સુમનભાઈની આસપાસ વીંટળાયેલાં ટોળાંએ જોયું તો એક મોંઘી ગાડી આવીને ઊભી રહી. એક જાજરમાન સ્ત્રી ગાડીમાંથી ઉતરી. ડ્રાઇવિંગ કરતા પ્રભાવશાળી પુરુષે સુમનભાઈને ગાડીમાં લીધા. સુમનભાઈએ અર્ધબેભાન અવસ્થામાં, તેમના મસ્તક પર માતૃ-વત્સલ હાથ ફરતો અનુભવ્યો. સાથે નાની બહેનનો ભાવભર્યો અવાજ સંભળાયો- "મોટાભાઈ." 

સુમનભાઈનો ભરોસો જીતી ગયો હતો. અને વિપત્તિઓ હારી ગઇ હતી.


Rate this content
Log in

More gujarati story from Manoj Joshi

Similar gujarati story from Tragedy