Manoj Joshi

Tragedy

1  

Manoj Joshi

Tragedy

લાચાર સ્મિત

લાચાર સ્મિત

2 mins
371


સૌથી કઠિન વ્રત છે બ્રહ્મચર્ય !! પરિપૂર્ણ મનોનિગ્રહથી, ચિત્ત સ્થિર બને પછી જ એ સાધ્ય બને. આપ સૌ હરિભક્તો જાણો છો કે અમે સાધુઓ મહિલાઓનું મોઢું જોતા નથી. કેવળ હરિસ્મરણમાં ચિત્ત રાખીને, વિશ્વ કલ્યાણની કામના કરીએ છીએ. જગતનું કલ્યાણ એ જ સાધુની જીવન સાધના !" અત્યંત મૃદુ અવાજે, પ્રભાવશાળી દેખાતા સાધુ, અર્ધમીંચી આંખોથી ભોળા ભક્તોને ઉપદેશ આપી રહ્યા હતા.


" મંદિરોમાં મહિલાઓના પ્રવેશ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. સાધુઓની નિવાસ વ્યવસ્થા તરફ મહિલાઓનો પ્રવેશ પ્રતિબંધિત હોવો જોઇએ. નહીંતર સાધુને પણ ચલિત થતા વાર લાગતી નથી. "

    ભક્તો અહોભાવથી ભગવાધારી બ્રહ્મચારી સાધુને વંદી રહ્યા. સાધુની સામે મૂકેલી ચાંદીની તાસકમાં નાણાંનો ઢગલો થતો ગયો નાસાગ્રે દ્રષ્ટિનું અનુસંધાન સાધીને ધ્યાનસ્થ જણાતા સ્વામિજી ચરણોમાં ઠલવાતાં લક્ષ્મીજીને નિહાળીને સ્મિત કરતા હતા, કે પછી મૂર્ખ ભક્તોની અંધ આસ્થા પર મલકતા હતા, એ તો એ જાણે ! (ને એનો જો કોઇ ભગવાન હોય તો તે જાણે!)


     એમના ચરણની રજ મસ્તકે ચડાવી, ધન્ય થયેલા ભક્તો વિદાય થયા. 

      રાત્રીનો અંધકાર ગાઢ બન્યો. મુખ્ય રોડ પર પડતી 'સંત નિવાસ' ના ત્રીજા માળના એરકન્ડિશન્ડ રૂમની બારીમાંથી મજબૂત દોરડાથી બંધાયેલ ટોપલીમાં કામિની ઉપર ખેંચાઇ.

બારીમાંથી અંદર પ્રવેશતા જ કામિની સાધુના રૂમના ગોખમાં પધરાવેલી પ્રભુની મૂર્તિ જોઈ, ને તે ધ્રુજી ઉઠી. તેની આંખો શરમથી ઝૂકી ગઈ. એ જોઈને સાધુએ પોતાની ભગવી લૂંગી કાઢીને ગોખલા ઉપર ફેંકતા જ મૂર્તિ ઢંકાઈ ગઈ.

'ઠાકોરજી તો પોઢી ગયા છે.' લુચ્ચાઇભર્યા દંભી સ્મિત સાથે કામિનીનો હાથ પકડી બ્રહ્મચારીએ એને શૈયા તરફ ખેંચી.


      કામિનીનું હૈયું વલોવાતું હતું. પણ આ પાખંડીનાં પુરુષપણાંને જ ખત્મ કરવાની ધગધગતી ઇચ્છાને તેણે છાતીમાં ધરબી દેવી પડી..ઘેર બાપ વિનાના ત્રણ બાળુડા ભૂખ્યા સૂતાં હતા. કામિનીના મુખ પર પણ દંભી સ્મિત હતું. પણ એ દંભ લાચારી છૂપાવવા માટે હતો! રડતાં હ્રદયે સાથે તેનો દેહ પલંગ તરફ ઘસડાયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy