ભલ્લાલદેવ - એક ખૂની
ભલ્લાલદેવ - એક ખૂની
ભલ્લાલદેવ ને એની મમ્મી શિવગામીથી નફરત હતી. કેમકે શીવગામી ને બાહુબલી વધારે ગમતો હતો ભલે તે જેઠાણીનો છોકરો હતો. આમ તો તેને પણ બાહુબલી જેટલું જ સમ્માન અને મહત્ત્વ મળતું હતું છતાંય તેનાં પપ્પા બિજ્જલદેવ નાં ચડાવવાથી તેને નફરત થઈ ગઈ હતી.
જ્યારે કલકેયાં સાથે યુધ્ધ થયું ત્યારે બાહુબલી ને રાજા બનાવવામાં આવ્યો હતો. ભલ્લાલદેવ ને એ વાતથી સખત ગુસ્સો આવ્યો કે બાહુબલી રાજા કેમ બન્યો? હું કેમ નહિ? તેણે શિવગામી ને સવાલ પૂછ્યો પણ જવાબ તેને મળ્યો નહી. અને જ્યારે બાહુબલી આસપાસના નગરમાં નગરચર્યા કરવાં નીકળ્યો હતો ત્યારે તેને દેવસેના ગમી ગઈ હતી. તો બાહુબલી એ કટપ્પા મામાને કહ્યું કે તેને દેવસેના ગમે છે આ વાતનો સંદેશ રાજ્યમાં શીવગામિ સુધી વહેલામાં વહેલી તકે પહોંચવામાં આવે. કટપ્પાએ આ સંદેશ શિવગામી સુધી પહોંચવા માટે માણસોને મોકલી દીધાં. જ્યારે તેઓ સંદેશ આપવા માટે આવ્યાં ત્યારે ભલ્લાલદેવ એ જબરજસ્તીથી તે સંદેશ છીનવી લીધો અને શિવગામી સુધી પહોંચવા નહોતો દીધો. તેણે રાજકુમારી દેવસેના સાથે લગ્ન કરવાનું નકકી કર્યું અને શિવગામી ને કહ્યું કે મને દેવસેના ગમે છે, હું એને મારી પત્ની બનાવવા માંગુ છું.
શિવગામી એ આ વાતની ખબર નહોતી કે બાહુબલી ને દેવસેના ગમતી હતી. તેણે જાતે દેવસેના નાં રાજ્યમાં સંદેશ મોકલાવ્યો કે દેવસેના નાં લગ્ન ભલ્લાલદેવ ની સાથે કરવામાં આવે. દેવસેનાએ નાં પાડી દીધી. આથી શિવગામી ને ગુસ્સો આવ્યો અને તેણે યુદ્ધની તૈયારી કરવાનું કહ્યું. અહીં બીજી બાજુ દેવસેનાની સાથે બાહુબલી હતો. તેણે દેવસેનાનો સાથ આપ્યો અને સેનાને યુદ્ધમાં હરાવી દીધા. દેવસેના અને બાહુબલી જીતી ગયા. ભલ્લાલદેવ ને ખુબ જ ગુસ્સો આવ્યો. તેણે બીજજલદેવ ને પુછ્યું કે આગળ શું કરશે ? બીજજલદેવ ને બાહુબલી ને રાજા બનાવવામાં આવે તે મંજૂર નહોતું. એટલે તેણે બાહુબલી ને મારી નાખવાનું કહ્યું. લાલચ માં ડૂબેલા ભલ્લાલદેવ એ પણ પપ્પાની વાત માં હા પાડી. અને જ્યારે બાહુબલી આસપાસ ના નગરમાં ફરતો હતો ત્યારે તેની સાથે વાતો કરવાના બહાને તેને એક જંગલ માં લઈ ગયો.
ત્યાં વાતો કરવાનું ચાલુ કર્યું. બાહુબલી ને પોતાની વાતમાં ફસાવીને તેને તલવારનો ઘા મારી બાહુબલી નું ગળું કાપી નાખ્યું. અને તેની લાશ ને જંગલમાં દાટી દીધી. કોઈને કશું જ કહ્યાં વગર તે રાજ્યમાં પાછો ફર્યો અને દેવસેના ને લગ્ન માટે દબાણ આપવા લાગ્યો. દેવસેના એ છતાં પણ ના પાડી દીધી તો પાછું તેણે યુધ્ધ કર્યું. આ વખતે દેવસેના સાથે બાહુબલી નહોતો એટલે તે એકલી પડી ગઈ હતી અને તે હારી ગઈ. જ્યારે શિવગામી ને ખબર પડી કે બાહુબલી ગાયબ છે ત્યારે તેણે કટપ્પા અને ભલ્લાલદેવ ને પૂછ્યું પણ તેને જવાબ મળ્યો નહી. બીજી બાજુ દેવસેના નું રાજ્ય ભલ્લાલદેવ એ છીનવી લીધું. અને દેવસેના ને બંદી બનાવી દીધી.
શિવગામી એ તેનાં ગુપ્તચરો ને બાહુબલી ને શોધવાનું કહ્યું. પણ તો પણ બાહુબલી ન મળ્યો. તેને એક વાતની ખબર હતી કે ભલ્લાલદેવ ને ઊંઘમાં બોલવાની આદત હતી. તે મહેલમાં હંમેશા આવતાં જતા ઊંઘમાં બોલનાર ભલ્લાલદેવ નો અવાજ ઓળખતી હતી. હવે તેણે ભલ્લાલદેવ પર ચાંપતી નજર રાખવાનું ચાલું કર્યું. એક રાતે તેને ભલ્લાલદેવ ને ઊંઘ માં બોલતો સાંભળી લીધો કે તેણે જ બાહુબલીની છળકપટથી હત્યા કરી હતી. અને દેવસેના ની સાથે લગ્ન કરવાં માગતો હતો. પરંતુ દેવસેના માની નહોતી એટલે તેની સાથે યુદ્ધ કરીને તેને હરાવીને પોતાના રાજ્ય માં બંદી બનાવી દીધી હતી. તેણે ભલ્લાલદેવ ને પોતાનાં રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો.
પછી તેણે દેવસેનાની માફી માગી અને તેનું રાજ્ય તેને સોંપી દીધું. તેને કારણ વગર બંદી બનાવવા બદલ આજીવન તેણે માફી માગી અને ભલ્લાલદેવ ને તેનાં જ રાજ્ય માં ગુલામ બનાવીને રાખ્યો. એક સ્ત્રી સાથે તેણે જબરદસ્તી તેની ઈચ્છા ઠોપવાની કોશિશ બદલ તેને છ વર્ષ કારાવાસમાં પણ મોકલ્યો હતો પછી જેવી તેની સજા પુરી થઈ ગયાં બાદ તેની પાસે આજીવન ગુલામી કરાવડાવી. જ્યારે તેને ખબર પડી કે બીજજલદેવ નાં કહેવા પર તેણે બાહુબલી નું ખૂન કર્યું હતું, તેણે બીજજલદેવ ને આજીવન કારાવાસ માં રહેવાની સજા આપી હતી.
