ભલે ઊગ્યા ભાણ
ભલે ઊગ્યા ભાણ
સૂર્ય ભગવાન જગતનો આત્મા છે. ઋગ્વેદમાં સૂર્યની અનેક સ્તુતિઓ કરવામાં આવી છે. સૂર્ય દ્વારા જ આ જગતનું સંચાલન ચાલે છે.
સૂર્ય ગ્રહ છે અને સ્વયં પ્રકાશિત છે. તેનો પ્રકાશ પૃથ્વી ઉપર આવતા આઠ મિનિટ જેટલો સમય લાગે છે.
સૂર્યપ્રકાશ અને તેની ગરમી સિવાય આ જગતનો જીવન શક્ય નથી માટે તેને જગતનો આત્મા કહેવામાં આવ્યા છે, પંચતત્વો તેનાથી બનેલા છે, અને તેનું સંચાલન કરે છે.
સૂર્યદેવનો ઉદય થતા ધીરે-ધીરે પોતાના માર્ગમાં પરિક્રમા ચાલુ કરે છે અને છેક સાંજે ઢળતો સૂરજ આથમી જાય છે. દુનિયામાં અંધકાર વ્યાપી જાય છે.
સૂર્યપ્રકાશને કારણે જ આપણે ચંદ્ર દર્શન કરી શકીએ છીએ રાત્રી દરમિયાન શુક્લ પક્ષમાં ચંદ્ર ધીરેધીરે વધતો જોવા મળે છે પૂર્ણિમા વિશે સંપૂર્ણ ચંદ્ર જોઈ શકાય છે અને કૃષ્ણ પક્ષ શરૂ થતાં ધીરે ધીરે ચંદ્ર નો છય થઈ અને અમાવસ્યાના દિવસે આપણે ચંદ્ર જોઈ શકતા નથી.
સૂર્યપ્રકાશ અને ગરમીથી જ આખું જગત ચાલે છે સૂર્ય વિના માનવજીવન શક્ય નથી. હવાની હેરફેર જુદી જુદી ઋતુ વરસાદ ઠંડી-ગરમી વગેરે થાય છે. પૃથ્વી સૂર્યનો એક વર્ષમાં ચકરાવો પૂરો કરે છે.
પૃથ્વી ૨૪ કલાકમાં પોતાની ધરી ઉપર એક ચકરાવો પૂરો કરે છે .તેને આપણે દિવસ-રાત કરીએ છીએ.
માનવજીવનની કુંડળીમાં પણ સૂર્ય ઘણો અગત્યનો ભાગ ભજવે છે જે સ્થાનમાં સૂર્ય હોય તેનો પ્રભાવ તેની કુંડળી ઉપર પડે છે.
આકાશમાં ખગોળીય ઘટનાઓ બને છે તેને આપણે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણના નામે ઓળખીએ છીએ.
સૂર્ય ઉદય થતા અંધકારનો નાશ થાય છે અને આખી પૃથ્વી ઉપર પ્રકાશ ફેલાય છે. પંખીઓના કલરવ માનવજીવનની ચહલપહલ શરૂ થાય છે અને આ ક્રમ છે એક રાત્રિ સુધી ચાલતો રહેશે રાત્રે માનવ અને પ્રાણી જીવન થોડી શાંતિનો અનુભવ કરે છે.
સૂર્યનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે.
