Shanti bamaniya

Tragedy

3  

Shanti bamaniya

Tragedy

બાળકીના પદચિન્હ

બાળકીના પદચિન્હ

6 mins
232


હિરેન : કોણ છે?

હું બાદલ છું સાહેબ તમારા માટે જમવાનું લાવ્યો છું.

સારું અહીં મૂકી દે

એ મૂકીને ચાલ્યો ગયો.

એટલામાં ફરી દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો.

 હવે પાછું કોણ આવી ગયું.. કોણ છે ?

અરે સાહેબ હું બાદલ છું આ છાશ રહી ગઈ હતી તે આપવા આવ્યો છું. જમી લેજો ભૂખ્યા ઊંઘી ના જતા સાહેબ.

ઓકે તું જા હું જમી લઈશ.

એટલામાં ફરી દરવાજાનો અવાજ આવ્યો. હવે તો એને ખૂબ જ ગુસ્સો આવ્યો બસ તું જા મારી ચિંતા કર્યા વગર મારે કઈ નથી જોઈતુંં.

દરવાજો ખોલીને જોયુ પણ કોઈ જ દેખાતુંં નહોતુંં.

 કોઈ ના ચાલવાનો પગરવનો અહેસાસ થયો મારી આજુબાજુ કોઈ હતુંં...એવું લાગી રહ્યું હતુંં... દેખાતુંં તો છે નહીં..

મને લાગે છે કોઈ કુતરા બીલાડા હોવા જોઈએ જેના લીધે પગ ના ચાલવાનો અવાજ આવી રહ્યો હોવો જોઈએ.

રાતના અગિયાર વાગી ચૂક્યા હતા ખુબ મોડું થઇ ગયું હતુંં હું જમવા બેસવાની તૈયારી જ કરતો હતો એટલામાં કોઈકના પગરવ નો અહેસાસ ફરી થયો.

 એટલામાં ફરી દરવાજો ખખડ્યો જમતા જમતા ઊભાં થવા નો કંટાળો આવતા ગુસ્સો પણ આવ્યો, ગુસ્સામાં દરવાજો ખોલ્યો અને જોયું કોણ છે... પણ આ તો નાની છોકરી હતી... સાત વર્ષની લાગતી હતી તેને જોઈને હિરેન નો ગુસ્સો શાંત પડી ગયો.. દેખાવે સુંદર અને મોહક હતી કે કોઈ ને પણ તેણી પર વહાલ ઉભરાઈ આવે.

તું અહીં કેમ આવી છે આટલી રાત્રે અને કોની છોકરી છે તુંં બાદલ ના ઘરેથી આવી છું..

છોકરી એ કહ્યું મને યાદ નથી આવતુંં કે મારા મા બાપ કોણ છે...તેમને મને પૈસા ખાતર છોડી દીધી કે તેમને હું પસંદ નહોતી... મને તો એ જ લોકોએ ડોક્ટર ને સોંપી દીધી છે..આવું બધું સાંભળીને હિરેને નવાઈ લાગી..

ફાર્મ હાઉસ ની સંભાળ રાખતા બાદલ સિવાય આ છોકરી બીજા કોઈની પણ નહીં હોય એમ વિચારીને એને કહ્યું સારુ ચલ અંદર આવ.

તુંં અત્યારે કેમ આવી છે તને ડર નથી લાગતો રાત્રીના અગિયાર વાગ્યા છે.

હિરેન સામું એ જોઈ એ ફરી બોલી... મને ખબર નથી મારા મા બાપ કોણ છે...મને લાગે છે મારા મા-બાપે મને મારું પાલન પોષણ ન કરવું પડે એટલે પૈસા ખાતર મને છોડી દીધી છે.. આવુ સાંભળીને મને તેની ઉપર હસવું આવી ગયું... હિરેને કહ્યું કંઈ વાંધો નહીં જા તુંં બાદલ જોડે જતી રહે તો તેને ટિફીન ઉઠાવીને ચાલતી પકડી.

બીજા દિવસે બહાર જઈને જોયું તો આ કાલ વાળી છોકરી ફરી આજે દરવાજા આગળ હતી..

અરે તુંં કેમ અહી સુવે છે રાત્રે ગઈ નહોતી.

 હું ગઈ હતી પણ અત્યારે સવાર માં ફરી આવી છું.

ફરી કેમ આવી તારા ઘરે તને કોઈ બોલતુંં નથી આવી રીતના તુંં બહાર ફરે છે.

હું અહીં ઊંઘી રહી હતી પણ હું તમને હેરાન નહીં કરું..

સારું ઊંઘી જા એમ કહીને હિરેન અંદર ગયો પછી તે છોકરી ને અંદર જોઈ.

અરે તુંં મારા પગ ની બાજુમાં શું કરે છે અને મારા પર્સમાં આ ફોટો કેમ જોવે છે.

તેને કહ્યું કે...આ કોણ છે ?

મેં કહ્યું મારી પત્ની છે.

આ મારો બાબો છે.

જે તારાથી બે-ત્રણ વર્ષ નાનો હશે.

આવું સાંભળીને  તે ફોટા ને જોઈ રહી.. તારે શું જોઇએ છે...પૈસા જોઈએ છે.... રમકડા જોઈએ છે... તેને હકારમાં માથું હલાવી ને હિરેન ને ના પાડી.

ના અંકલ મારે તો ખાલી આ ફોટો જોવો હતો.

તેને કહ્યું તમે ફાર્મ હાઉસમાં ક્યાં સુધી રોકાવાના છો.?

 બસ આ બે ત્રણ દિવસ રોકાવાનું છે.

અહીં કાર્ય પૂરું થશે પછી હું જતો રહીશ... તારા પપ્પા બધું અહીં સંભાળે છે...

તેને કહ્યું તમે ચિંતા ના કરો અક્લ અહીં બધું જ તમારું કામ ઓકે થઈ જશે.

***

ચલો બધું જ કામ પતી ગયું છે... આજે તો હું પાછો શહેરમાં જવાનો છું... બાદલ ને મળીને બધી વાત કરી લઉં બાદલ બધું સંભાળી લે જે હવે બધું કામ મેં સેટલ કરી દીધું છે.. હવે એક વાત જણાવ તો આ તારી નાની બાળકી ખુબજ પ્યારી છે.... પણ તારાથી ખૂબ નારાજ છે....કેમ એવું ?

કોની છોકરી ?

અરે ! તારી છોકરી.

મારે તો કોઈ છોકરી નથી તમારી ભૂલ થતી લાગે છે સાહેબ.

હવે મારે ત્યાં બે દિવસથી આવે છે... હું તેને મળી ચૂક્યો છું..

મારે તો કોઈ જ છોકરી નથી સાહેબ... તમને કંઈક ભ્રમ થયો હોય એવું લાગે છે...

 બાદલ ની વાત સાંભળીને હિરેન ભાગતો ભાગતો તેના ફાર્મ હાઉસમાં પહોંચ્યો અને દરવાજો ખોલવા જતા જ દરવાજો એની જાતે ખુલવા લાગ્યો... અંદર જોયું તો ઘરમાં અંધારું હતુંં...લાઈટ જતી રહી હતી... હિરેને મોબાઈલની લાઈટ કરીને આખા ઘરમાં જોયું....તે છોકરી ને શોધવા લાગ્યો પણ દેખાઈ નહીં એટલામાં અચાનક તે છોકરી તેની આગળ ઊભી રહી ગઈ..

એની મોટી મોટી આંખો ને જોઈને હિરેન ને ખૂબ જ ડર લાગી ગયો..

તે પાછળ પાછળ ખસવા લાગ્યો તેને ધ્યાન થી જોયું તો પેલી છોકરી ચૂપચાપ ત્યાં ને ત્યાં ઊભી હતી.... તેના હાથ અને પગ લોહીથી ખરડાયેલા હતા... બાજુમાં તેને અચાનક પ્રગટ થયેલી જોઈને તેના હાવભાવ જોઈને લાગ્યું ચોક્કસ આ કોઈ ભૂત-પ્રેત છે.

જેથી અહીંથી ભાગી જવામાં જ મજા છે... એમ વિચારીને હિરેન દરવાજા તરફ દોટ મૂકે છે...પણ દરવાજો અચાનક બંધ થઈ ગયો...આવું જોઈને હિરેન ખુબ જ ડરી ગયો તેના માથા પર પસીનાની બૂંદો ઉપસી આવી....ડરનો માર્યો હિરેન બોલવા લાગ્યો મને મારીશ નહી બેટા...મારો શું વાંક છે... તારા જેવડો મારો નાનો છોકરો છે... જેને હું ખૂબ પ્રેમ કરું છું... તુંં મને છોડી દે.

આવું સાંભળીને તે છોકરી હસવા લાગી અને હિરેન તરફ વધવા લાગી હિરેન ને હવે ખુબજ ડર લાગી રહ્યો હતો કે તેનો અંતિમ સમય નજીક આવી ગયો છે. તે છોકરી હાસ્ય સાથે ધીમે ધીમે તેના પગરવ આગળ વધારી જ રહી હતી.

હિરેન નુ પણ બબડવાનુ ચાલુ હતુંં છોડી દે બેટા પણ તે છોકરીએ નજીક આવીને હિરેન ને બંને હાથે વડે મસ્તક પકડીને માથા પર હાથ મૂકીને ફેરવવા લાગી તે જોઈને હિરેન ખૂબ જ ડરી ગયો કે હવે તો તેનું મોત નજીક છે..

હિરેન બોલ્યો મે તારુ શું બગાડ્યું છે.. આ સાંભળીને તે છોકરી બોલી... તમે જ બધું બગાડ્યું છે... પપ્પા.

આવા શબ્દ સાંભળીને હિરેન ના તો હોશકોશ ઊડી ગયા.

 પપ્પા સાંભળીને થોડીક વાર માટે તો હિરેન બેહોશ થઈ ગયો આ શું કહી રહી છે... આ છોકરી.

 હિરેને બધું જ યાદ આવી ગયું કે આજથી સાત વર્ષ પહેલાં તેની વાઇફ પ્રેગ્નેટ હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી... હોસ્પિટલમાં પુત્ર છે કે પુત્રી તે ચેક કરાવ્યા પછી પુત્રી છે એવી જાણકારી મળતા પરિવારે નક્કી કર્યું કે છોકરી તો જોઈતી નથી... તેથી અબોર્શન કરી દેવામાં આવે..

ડોક્ટરે કહ્યું અબોર્શન કરી નાખવામાં આવ્યું છે...પણ  પણ છોકરી નો વિકાસ વધારે થઈ ગયો હોવાથી તેના અંગોને કાપીને ટુકડા કરીને બહાર નીકળવા પડ્યા છે..

એટલામાં હિરેન ના હોશ માં હોશ આવ્યો તેની બાળકીને ત્યાં જ તેના પગ જોડે બેસેલી હતી..

તેને કહ્યું પપ્પા મારો શું વાંક હતો ?

મને કે મારી નાખવામાં આવી ?

તમને હું નથી ગમતી ?

બસ મને મારી નાખવામાં તમારા બધાનો બરાબર હાથ હતો.

મને બચાવવા માટે કોઈએ જ પ્રયત્નો ન કર્યા..

આવું સાંભળીને હિરેન જોર જોર થી રડવા લાગ્યો..

રડતા જોઈને..તે છોકરી બોલી..

પપ્પા તમે તો રડો છો મેં તો રડવાનું શીખ્યું પણ નથી.

આ દુનિયામાં આવી ને રડતા શીખુ તે પહેલા જ મને મારી નાખવામાં આવી હતી..

હિરેન ને સમજ પડી ગઈ હતી કે તેનાથી ખૂબ મોટું પાપ થઈ ગયું છે... જેની હવે કોઈ જ માફી મળી શકે એમ નથી.... અને એટલે જ તે બાળકી સામે હાથ જોડીને કરગરીને રડવા લાગ્યો.

ત્યાં જ બંધ દરવાજો ખુલી ગયો ખુલેલા દરવાજા તરફ તે બાળકીના પગરવ જતા સંભળાયા તે જોઈને હિરેન તેને રોકવા માટે તેની પાછળ ભાગ્યો અને બોલવા લાગ્યો તુંં ના જઈશ... રોકાઈ જા...મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે.... મેં જે પાપ કર્યું છે તેની માફી તો મને નહીં મળી શકે પણ મને મારી પાપની સજા તુંં જે પણ આપે હું ભોગવવા તૈયાર છું... તુંં મારી જિંદગીમાં પાછી આવી જા..

આવી વાત સાંભળીને તે બાળકી દરવાજા આગળ જતાં જતાં રોકાઈ ગઈ અને પાછળ વળી ને તેને તેના પપ્પા સામે જોયું..

અને તે બોલી પછી શું ગેરંટી છે... કે હું પાછી આવી જવું તો મને જીવવા દેવામાં આવશે ?

કોને ખબર મારા જેવી કેટલીય બાળકીઓના મારા જેવા હાલ થયા છે એવા નહીં થાય?

આવું કહીને તે બાળકી અદ્રશ્ય થઈ ગઈ.

હિરેન તેની પાછળ તેને રોકવા દોટ મુકે છે પણ આ તેની જિંદગીની સૌથી મોટી હાર હતી.

હવે તેણે કોઈ માફી મળી શકે તેમ નહોતી..!!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy