અવતરણ
અવતરણ
અવતરણ
ગ્રહ મંડળનો દસમો ગ્રહ જ્યાં લાગણીઓ દેખાય છે
સ્પેસ સેન્ટરે અંતરીક્ષમાં નવો ગ્રહ જોયો, જે લાગણીઓનો પ્રતિસાદ આપતો હતો
આ દસમા ગ્રહ નું નામ પડ્યું 'મોરિયા" જ્યાં અહેસાસોથી બનેલું એક જીવંત જગત ધબકતું હતું .
વિજ્ઞાનીઓએ ત્યાં યાત્રા કરવાની તૈયારી કરી, પણ મોરિયા ગ્રહ ની એક શરત હતી:
પ્રથમ યાત્રિક એ બનશે, જે પોતાનું હૃદય ખુલ્લું રાખી શકે.
તેથી પસંદ થયો, અનિકેત, એક કવિ, જેની કલમમાં આનંદ દુઃખ અને પ્રેમ ત્રણેય સાથે જીવતા હતા.
આખરે મિશનનું યાન મોરિયા પર ઉતર્યું, તયારે ગ્રહની સપાટી રંગ બદલવા લાગી.
જ્યાં અનિકેતે પગ મૂક્યો, ત્યાં જમીન ગુલાબી થઈ ગઈ, જાણે પ્રેમની છાંયા.
જ્યાં તેણે પાંદડાને સ્પર્શ કર્યો, ત્યાં તેના કાને સંગીત ગુંજ્યું,જાણે કોઈ યાદ જીવંત થઈ આવી.
મોરિયા માં કોઈ ભાષા બોલતું નહોતું.
સૌ કોઈ લાગણીઓ જ “દેખાડતું” હતું.
મોરિયાના મુક્ત વાતાવરણમાં,
અનિકેતે જયારે પોતાના ભૂતકાળના દુઃખો યાદ કર્યા, ત્યારે મોરિયા ના પર્વતો ધૂંધળા થઈ ગયા.
અને જ્યારે તેણે તેની ગુજરી ચૂકેલી પ્રેમિકા અવની માટે કાવ્ય લખ્યું, ત્યારે મોરિયાના આકાશમાં ચાંદની ફેલાઈ.
અનિકેતે અનુભવ્યું..
મોરિયા એ ગ્રહ કોઈ નહોતો…
એ તો એક “ભાવ ” હતો, જ્યાં માનવી પોતાના દુઃખ ભૂલી દુનિયા જોઈ શકે.
અનિકેતે લોગ બુકમાં લખ્યું:
જયારે તે મોરિયા ગ્રહ પર ઉતર્યો અને ડગલા મંડ્યા. ત્યારે મોરિયાની જમીન પણ તેના પગલાં સાથે રંગ બદલતી હતી, પાંદડાં સંગીત ગાતાં હતાં, અને આકાશ તેની લાગણીઓનો પ્રતિસાદ આપતું હતું.
તેને નોંધ્યું,આ દસમો ગ્રહ પ્રવાસીના અંદરના અહેસાસોને જ પ્રતિબિંબિત કરે છે.
પણ અચાનક…
તેની સામે એક અજાણી છબી સામે આવી.
તે છબી પારદર્શક હતી, પણ તેની આંખોમાં જૂની અને જાણીતી ઓળખાણ હતી.
અનિકેતનું હૃદય ધબક્યું.
“અવની…”
તેની અકાળે ગુજરી ચૂકેલી પ્રેમિકા, જેને તેણે વર્ષો પહેલાં ગુમાવી દીધી હતી,આજે તે મોરિયા ગ્રહની ચેતનામાં જીવંત થઈ આવી.
અનિકેત ના દરેક પગલાં સાથે પગલાં મેળવતી અવની કંઈ જ બોલતી નહતી.
પણ તેની હાજરીથી મોરિયા ની ગુલાબી જમીન ઉપર એક અનેરી મહેકતી પ્રેમની છાંયા તેના પડછાયા સાથે ચાલતી હતી.
અનિકેત હવે વધારે સ્તબ્ધ હતો.
આખરે તેણે પૂછી લીધું, હું તો અહીં યાન જોડીને આવ્યો છુ.
પરંતુ..
અવની,
“તું અહીં કેવી રીતે પહોંચી ?”
અવની નીરઉત્તર રહી, તેના તરફથી કોઈ પ્રતિસાદ જણાતો નહતો.
શું આ સ્વપ્ન તો નથી ને, અનિકેતે તેના મનમાં વિચાર્યું.
ત્યાં
મોરિયાનો પ્રતિસાદ આવ્યો:
ઓ પ્રવાસી
“અવની તારી સાથે જ હતી. જેને તું કદી ભૂલ્યો નહતો".
"અમે તો, અહીં માત્ર તારી લાગણીઓને આકાર આપી સાકાર કરી છે.”
અવની આગળ વધી ચુકી ઓઝલ થઈ .
તેના ક્ષણિક સ્પર્શથી અનિકેતના દુઃખ ઓગળી ગયા.
શું અવની, હજુ જીવંત હતી?
કે માત્ર દસમા ગ્રહે રચેલી આભાસી પરીકલ્પના.
અનિકેત માટે,
હાલ આ અંગે કોઈ મતલબ નહોતો.
તેને લખ્યું :
મોરિયા માત્ર લાગણીઓનો ગ્રહ નથી …
એ તો સ્મૃતિઓનો ગ્રહ છે,જ્યાં લોક તેઓના ગુમાવેલા પ્રેમને પણ ફરી મળી શકે.
અવનીનો સ્વર મોરિયા ની વાદી માં ગુંજતો હતો .
“અનિકેત, તું અહીં એકલો નથી આવ્યો…
તું મને પણ સફર માં સાથે લઈ આવ્યો છે.”
અનિકેતની આંખોમાં આંસુ આવી ગયા.
તેણે યાનની લોગબુકના છેલ્લા પાને લખ્યું:
આજે પૃથ્વીના યાનનું ભલે “મોરિયા પર ઉતરાણ થયું , પરંતું વાસ્તવ માં તો આ સફરમાં અવનીનું મારા હૃદયમાં અવતરણ થયું છે.
અવની છોડી, તો અવની ફરી મળી.
અને કદાચ…
"આ જ મારા જીવસન્ની સૌથી લાંબી યાત્રા હોઈ શકે .”
યાન પરત ફર્યું ત્યારે અનિકેત એકલો નહતો.
~~~~
Epilogue ~
અનિકેત નામનો અર્થ.
શબ્દશઃ અર્થ:
“જેનું કોઈ ઘર નથી” અથવા “જે આખી દુનિયાને પોતાનું ઘર માને છે”.
સંસ્કૃત મૂળ: “નિકેત” એટલે નિવાસ, ઘર. “અ” એટલે વિના. એટલે “અનિકેત” = એક ઘર વિહોણો.
ધાર્મિક સંદર્ભ: આ નામ ભગવાન વિષ્ણુ, કૃષ્ણ અને શિવ માટે પણ વપરાય છે—કારણ કે આખું બ્રહ્માંડ જ તેમનું નિવાસ છે.
તત્ત્વચિંતન: અનિકેત એ એવો વ્યક્તિ છે જે કોઈ એક જગ્યાએ બંધાયેલો નથી, પરંતુ આખી દુનિયા, આખું બ્રહ્માંડ જ તેનું ઘર છે.
પ્રસ્તુત વાર્તામાં અનિકેત નામ ઉપયોગ માં લીધું છે—કારણ કે તે એક કવિ છે, જે અજાણ્યા ગ્રહ પર ઉતરે છે, અને આખું બ્રહ્માંડ તેની લાગણીઓનું ઘર બની જાય છે.
મોરિયા (Moriyah / મોરિયા) નામનો અર્થ મુખ્યત્વે હિબ્રુ (Hebrew) મૂળ સાથે જોડાયેલો છે:
અર્થ અને મૂળ
હિબ્રુ શબ્દ “Mor” → માયર (myrrh), એક સુગંધિત રેઝિન.
“Yah” → ભગવાન (God).
મળીને Moriyah નો અર્થ થાય:
“ભગવાન મારું માયર છે” (God is my myrrh)
“ભગવાન મારું આશ્રય છે”
“જ્યાં ભગવાન દેખાય છે” (The place where God is seen)
~
~~~~~
ધાર્મિક સંદર્ભ
બાઇબલમાં Mount Moriah એક મહત્વપૂર્ણ સ્થાન છે—અહીં અબ્રાહમે પોતાના પુત્ર ઇસ્હાકનું બલિદાન આપવા તૈયાર થયો હતો.
યરુશલમના મંદિરનું સ્થાન પણ મોરિયા સાથે જોડાય છે.
કાવ્યાત્મક અર્થ
“મોરિયા” એટલે સ્મૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલું સ્થાન, જ્યાં માનવીને ભગવાન કે પોતાના આંતરિક સત્યનો અનુભવ થાય.
પ્રસ્તુત વાર્તામાં “મોરિયા” ગ્રહનું રાખ્યું છે—કારણ કે તે લાગણીઓ અને સ્મૃતિઓને જીવંત બનાવે છે, જાણે કોઈ પવિત્ર સ્થાન.
~~~~
હાઈકુ
અનિકેત પગલે,
મોરિયા રંગે ઝળહળે—
અવની સ્મિતે.
~~~~~~
