અવસર
અવસર
1 min
747
"એક થી એક સરસ નવા શર્ટ છે તમારી અલમારીમાં, છતાં દર વખતે આ બે - ત્રણ જુના શર્ટ જ પહેર્યા કરો છો."
" એ નવા શર્ટ તો કોઈ વિશિષ્ટ અવસર માટે સાચવી રાખ્યા છે."
અલમારીમાં પડી રહેલા નવા નકોર સુંદર શર્ટ ઉપર વર્તમાનમાં હળવેથી ફરી રહેલા હાથ ભૂતકાળના સંવાદથી અશ્રુ ભીના થયા.
નિસાસો નાખતા એક શર્ટ અન્ય શર્ટના કાનમાં ધીરેથી ઉદ્દઘાર્યું ,
"જીવિત હોવું એજ સૌથી વિશિષ્ટ અવસર."