STORYMIRROR

Akbar Birbal

Classics Crime

0  

Akbar Birbal

Classics Crime

અવગુણ ઉપર ગુણ

અવગુણ ઉપર ગુણ

2 mins
886


પર નરની જે પીડા, જાણે જન તે છે જગમાં વારૂ,

છીદ્ર ન પેખે છળથી, વડપણ ધારી સદા ચહે સારૂં.

એક દીવસની સાંજે શાહ સુલતાન હજરત નીજામુદીન ઓલીઆની દરગાહમાં બંદગી કરવા માટે ગયો હતો. દરગાહના દરવાજામાં દાખલ થતાંજ, ત્યાં ઉભેલા એકવેષધારી ફકીરે શાહને દવા આપી હાથ મેળવવા હાથ લાંબો કીધો. શાંહે અપમાન ન થાય તેટલા માટે શાહે પણ હાથ લાંબો કરી મેલાવ્યો. બંને જણ એકમેકનો હાથ પકડી દરગાહમાં અરસપરસની વાતો કરતા ચાલ્યા. જ્યારે શાહને વાતોમાં તલ્લીન થયેલો જોઇને તે ફકીરે ધીમેથી હાથ ચાલાકી કરી શાહના હાથમાંની અમુલ્ય હીરાની વીંટી પસાર કરવાનો પ્રયત્ન ચલાવ્યો. પણ તે પ્રયત્નમાં તે નીષ્ફળ નીવડવાથી નીરાશ પામી તે વેષધારી ફકીર પોબારા ગણી ગયો, શાહ પણ દર્શન કરી પોતાને મેહેલે ગયો. અને નોકરોને બોલાવી એક હજાર રૂપીઆ આપી તે વેષધારી ફકીરના ચહેરા વગેરેની નીશાની આપી દરગાહમાં જઇ તે ફકીરને શોધી કાઢવાનો હુકમ કરયો. તે મુજબ નોકરોએ બહુ તપાસ ચલાવી પણ તેઓની શોધમાં ન મળવાથી નોકરો પાછા આવી સઘળી હકીકત શાહને કહી. તેથી શાહ અફસોસ કરવા લાગ્યો કે " અરેરે ! બિચારો ગરીબ સાંઇએ વીંટી કાઢવા પુષ્કળ યત્ન આદરયું. પણ તેમાં નિરાશ થયો અને તેની દુખાવસ્થા વિચારી ગુજરાન થવા યોગ્ય રકમ મોકલાવી ત્યારે તેનો પતો લાગ્યો નહીં; જો બીજે ઠેકાણે એનો હાથ ભરાયો હોત તો મારી અંગુઠી કાઢી લેવા યત્ન આદરતજ નહીં. કેમકે જે ચોર બદમાસને શિક્ષા કરનાર અત્યારે હું વિદ્યમાન છું છતાં તે શિક્ષાનો પણ ભયે ના રાખતાં મરવુંજ આદરી ખુદ મારી અંગુઠી કાઢી લેવા હીમ્મત ભીડી શાબાશ છે તેની હિંમતને ! પરંતુ મને એજ લાગી આવે છે કે એની દયામણી દયા મારા જાણવામાં આવ્યા છતાં તે દુઃખીજ રહ્યો ? ત્યારે હવે એ કેવા પ્રકારે સુખી થશે ? અર્થાત હવે કોની યાચના કરશે ? કિંવા કોણ તેનું દુઃખ હઇયે ધરશે ?


Rate this content
Log in

Similar gujarati story from Classics