અપાર શિખામણ
અપાર શિખામણ
આપણા સમાજમાં એવા લોકોની પણ એક જમાત હોય છે. જે વણમાગે ને વણજોયે શિખામણનો શીરો બધાને પીરસ્યા કરે. માગવા ન જાઓ તોયે હું કંઈક મહાન છું ની અદાથી સલાહ સૂચનો આપ્યાં કરે. એવા લોકો બિચારા ભૂલી જાય છે કે માગ્યા વગર શિખામણ અપાય નહીં. પૂછ્યા વગર સલાહ સૂચન દેવાય નહીં. આમ પણ શિખામણ માંગવાની ચીજ છે આપવાની નહીં. કોઈ પૂછે તો જ અપાય. સલાહ લેવાની વસ્તુ છે દેવાની નહીં. આપવું હોય ત્યારે સામે કોઈ માંગનાર છે કે નહીં એનો વિચાર તો કરવો જોઈએ. આ તો જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે સલાહ દેવા બેસી જાય જાણે દુનિયા આખીને સુધારવાનો ઈજારો એમણે જ લીધો હોય. વારે વારે શિખામણ આપનાર સામી વ્યક્તિનો સ્નેહ અને આદર ગુમાવી બેસે છે. દરેક વાતમાં સલાહ સૂચનો આપવાં એ કોઈ યોગ્ય નથી.