STORYMIRROR

Bindya Jani

Abstract Drama

3  

Bindya Jani

Abstract Drama

અંતિમ નિર્ણય

અંતિમ નિર્ણય

1 min
218

        આજે સુનંદાબેનને એક નિર્ણય લેવાનો હતો. લેવાઈ ગયો. સમજો કે તે નિર્ણય લેવા વિવશ હતા ઘરના સભ્યો સામે.

       "બચાવ મા, મને બચાવ," મારે તારા થકી આ દુનિયામાં આવવું છે. તું તો મારી મા છો. તું પણ મને તારા હૂંફભર્યા ખોળામાં રમવા નહીં દે ? 

       મા.........મા.... મને બચાવ 

     ને અચાનક સૂતેલા સૂનંદાબેન બેબાકળા બની ઊઠી ગયા જાણે કે તેમનો સૂતેલો આત્મા આ ચીખથી ઊઠી ગયો. 

સવારે ઊઠતાંની સાથે જ તેમણે ઘરનાં સભ્યોના લેવાયેલા નિર્ણય પર પોતાનો વિરોધ જાહેર કરી દીધો. 

અને અંતે પાંચમી દીકરીની માતા બનવા પોતાનો ખોળો પાથરી દીધો. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract