Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Rohit Prajapati

Drama


5.0  

Rohit Prajapati

Drama


અનંત દિશા ભાગ - ૩

અનંત દિશા ભાગ - ૩

6 mins 628 6 mins 628

આપણે જોયું બીજા ભાગમાં કે અનંત અને દિશાની બીજી મુલાકાત થતાં થતાં રહી ગઈ પરંતુ દિશાનો મોબાઇલ નંબર મળી ગયો...


હવે આગળ........


અનંત ના એ જ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટમાં દિવસો વીતતાં જતાં હતાં..


" રાહતની વાત તો છે જ કે ચાહત તો યાદોમાં છે !

બધાં જેને કલ્પે એ ચાહત મારા દિલમાં સલામત છે !

શું થયું જો મારા સપના પૂરા ના થયા કે નહીં થાય !

પણ મારા માનેલા મારા દિલમાં સલામત તો છે... !!!"


હું આજે ફરી મારા કામમાં લાગી ગયો, એક આધુનિક રોબોટની જેમ...લંચ બ્રેક પડ્યો પણ કેમ જાણે આજે જમવાનું મન નહોતું થતું. આવું પહેલીવાર નહોતું થયું, પણ કોઇ કોઈવાર હું આવો જ શૂન્ય થઈ જતો અને મારા ભુતકાળમાં સરી જતો...

મારા ભૂતકાળમાં મારી સાથે હમેશાં લાગણીઓનો અભાવ રહ્યો છે. સ્નેહ તો ક્યારેક જ જોયો હશે... હું નાનો હતો ત્યારથી એ લાગણીઓ અને એ સ્નેહ ઝંખતો હતો. જ્યાં પણ ક્યાંક લાગણીઓ દેખાય ત્યાં રોકાઈ જતો ! મારું મન ત્યાં ઝૂકી જતું ! સતત એ જ લાગણીઓ મેળવવા માટે હું પ્રયત્ન કરતો...આ જ ભૂતકાળના કારણે મને ગુસ્સો બહુ જલ્દી આવતો ! એક રોષ રહેતો મારી અંદર. એના લીધે મારી જાત ઉપર કંટ્રોલ ના રહેતો. અને ક્યારેક તો એજ ગુસ્સા માં હું કેટલાએ દિવસ સુધી શૂન્ય થઈ જતો ! એકાંતમાં સરી જતો ! જાત સાથે નફરત કરી બેસતો ! સ્નેહીઓને દુ:ખ આપી બેસતો !


અહીં જ આવે છે, વિશ્વા. મારી બેસ્ટ ફ્રેન્ડ વિશ્વા. મેં કહ્યું હતું ને "મારું નાનકડું વિશ્વ...!" એ મારી સાથે છેલ્લા આઠ વર્ષથી જોડાયેલી છે... આ બાર વર્ષોમાં એણે મને અદ્ભુત સાથ આપ્યો ! અને એના થકી હું સ્થિર થવા પ્રયત્ન કરી રહ્યો છું... છતાં આજે મારું મન વિચલિત હતું એટલે જમવા ના ગયો...


"બધું છે મારું આ વિશ્વમાં, 

સમય છે મારો આ વિશ્વમાં, 

સાથ છે વિશ્વા તારો આ વિશ્વમાં, 

એટલે જીવંત છું હું આ વિશ્વમાં...!!!"


હવે લંચ બ્રેક પતી ગયો હતો તેથી હું ફરી મારી સર્કિટ પ્રોગ્રામિંગ ના કામમાં લાગી ગયો. દિવસ ક્યાં પત્યો ખબરજ ના રહી. રોજની જેમ કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવી બાઇક લઇને ઘરે જવા નીકળ્યો...આજે મન વિચલિત હતું... જ્યારે પણ આવું થાય હું વિશ્વા સાથે વાત કરી લેતો... મેં વિશ્વા ને ફોન લગાડયો...

વિશ્વા "હેલો, કેમ છે ડિયર??"

હું "એક્દમ મજામાં, તું કેમ છે??"

વિશ્વા "એવું લાગતું તો નથી, આજે તારો અવાજ જાણે અલગ છે, બોલને મેરા બચ્ચા શું થયું."

હું "તું બધું જાણી જાય ડિયર, કઈ ખાસ નહી ફરી સ્નેહ ખુટ્યો એટલે ઉદાસ ! "

વિશ્વા "ઓહ, મેરા બચ્ચા, હું છું ને ! તારે ક્યાય સ્નેહ શોધવાની જરૂર નથી."

હું "હા ડિયર એટલેજ તને કોલ કર્યો, તારા થકી જ હું જીવંત રહી શકું છું, હવે ઓકે છું."

વિશ્વા "સરસ, બાય ધ વે આજે હું તને કોલ કરવાની જ હતી."

હું "ઓહ, બધું ઓકે ને??"

વિશ્વા "બધું ઓકે, તું હોય ત્યાં મને ક્યાં તકલીફ પડે... દિશા સાથે વાત થઈ એ વાત કરવી હતી તને."

હું "દિશા.... ઓહ, શું કહેતી હતી??"

વિશ્વા "વાહ... આ જોયું દિશા નું નામ સાંભળ્યું ને બધું દુ:ખ ગાયબ, શું વાત છે..!!!"

હું "અરે કઈ નહીં, બસ એમજ, તું પણ કાંઈપણ બોલે છે.. "

વિશ્વા "હું ક્યાં કઈ બોલી જ છું ? મેં તારા વોટ્સએપ કરવા વિષે પુછ્યું હતું."

હું "હા, તો શું જવાબ મળ્યો..!!!"

વિશ્વા "એ જ મેં કહ્યું એમ,... મારી બેસ્ટી ને શું તકલીફ હોય!"

હું "ઓકે, થેન્ક્સ."

વિશ્વા "સારું ચાલ મારે કામ છે, બસ આ જ કહેવા કોલ કર્યો હતો, જય શ્રી કૃષ્ણ."

હું "જય શ્રી કૃષ્ણ! મારી વિશ્વા ને સાચવજે..!!!"


બસ આટલી વાત કરી ફોન મુક્યો અને ઘરે આવ્યો...

ફ્રેશ થઇને જમવાનું પતાવ્યું...અને પછી દરરોજ ની જેમ ચાલતા ચાલતા બહાર નીકળ્યો મિત્રો દેખાયા નહીં એટલે એક્લોજ હાઇવે તરફ નીકળ્યો. મનમાં આખા દિવસની સારી ખરાબ ઘટનાનું સરવૈયું કાઢવા લાગ્યો. અને એક્દમ મનમાં ઝબકારો થયો કે દિશા સાથે વોટ્સએપમાં વાત કરવાની પરમિશન મળી છે... અને જોડે એ પણ વિચાર આવ્યો કે મારી વિશ્વા સાચુંજ કહેતી હતી કે દિશા ના નહીં પાડે... તરત વોટ્સએપ માં જોયું કે દિશા ઓનલાઇન છે કે નહીં ? એ ઓનલાઇન નહોતી છતાં થયું લાવ ને મેસેજ તો કરું કદાચ ક્યાંક થી વાત ચાલુ થાય. એટલે મેં માત્ર હાઈ લખી મોકલ્યું... અને ફરી વિચારોમાં મારી કલ્પનાની દુનિયામાં ખોવાયો ! મારા માટે જાણે દિશાને જાણવી જરૂરી હોય એવું સતત લાગી રહ્યું હતું... સાથે એક મારો સ્વાર્થ... હા, બરાબર વાંચ્યું તમે "સ્વાર્થ". લાગણીઓ મેળવવાનો સ્વાર્થ...!!! જ્યારથી વિશ્વા અને દિશાની અનંત લાગણીઓ જોઈ ત્યારથી આ અનંતના મનમાં એક વાત ચાલી રહી હતી... કે.... મારે પણ આ લાગણીઓ મેળવવી છે! મારા જીવનમાં સૌથી વધુ મને લાગણીઓ જ મહત્વની લાગતી... કારણ મને ખબર હતી કે એ આમજ નથી મળતી... આમ વિચારતો વિચારતો ઘરે આવ્યો અને બેડમાં સૂવાની તૈયારી કરવાં લાગ્યો... વોટ્સએપ ફરી જોયું તો મેસેજ નો કોઈ જવાબ નહોતો આવ્યો... ક્યારે ઊંઘ આવી ખબર જ ના રહી...


" યાદોના પાનાથી ભરેલી છે આ જિંદગી..

સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી..

છતાં પણ સ્નેહીઓ વગર અધૂરી છે જિંદગી.. 

એટલેજ તો નથી લાગતી જીવંત આ જિંદગી...!!! "


સવાર નું રૂટિન પતાવીને ફરી રોબોટિક કામમાં, દુનિયામાં ખોવાઈ જવા ઘરેથી નીકળ્યો..રાતના મેસેજનો કોઈ જવાબ નહોતો આવ્યો પણ મનના કોઈ ખૂણામાં આશા હતી કે દિશા રિપ્લાય કરશે. એજ આશામાં હેન્ડ્સ ફ્રી કાનમાં ભરાવી ગીતો સાંભળતો સાંભળતો જતો હતો. ત્યાંજ મેસેજ ટોન સંભળાઈ...


રસ્તામાં ઊભો રહ્યો, જોયું તો દિશાનો મેસેજ હતો... "કોણ??"

હું "તમે તો ભૂલી પણ ગયા"

દિશા "યાદ રાખ્યા હોય તો ભૂલાય, તમારો નંબર જોયો પણ એ જ ના ખબર હોય કે કોણ છે ? તો શું ખબર પડે ભૂલ્યા કે નહીં !"

હું "અનંત...વિશ્વા નો મિત્ર."

દિશા "ઓહ, ઓકે... સોરી હું તમારો નંબર સેવ કરવાનો ભુલી ગઈ હતી."

હું "અરે એમાં સોરી કહેવાની જરૂર નથી ! બાય ધ વે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ."

દિશા "જય શ્રી કૃષ્ણ."

હું "મારે કામ પર જવાનું લેટ થઈ રહ્યું છે, એટલે પછી વાત કરશું??"

દિશા "હા, એવુંજ હોય ને, હું નંબર સેવ કરી લઉં છું.. આવજો"

હું "આવજો."


ખુબ જ ઔપચારિક રહી આ વાત. દિશા એ એક્દમ સરસ રીતે વાત કરી. છતાં મારા સવાલો તો ઊભા જ હતા કે ઉમરના આ પડાવમાં પણ લગ્ન કેમ નથી કર્યા !? આ બધું વિચારતો વિચારતો હું મારા કામની જગ્યાએ પહોંચી ગયો. અને ફરી રોબોટની જેમ કામે લાગી ગયો...!


લંચ બ્રેકમાં ફરી મન દિશાના વિચારોમાં ચડયું અને બીજી એક વાત પણ ધ્યાનમાં આવી કે દિશા અને વિશ્વા એકબીજાના બેસ્ટ મિત્રો છે છતાં આજ સુધી વિશ્વા એ દિશાની પર્સનલ લાઇફ વિષે બહુજ ઓછું કહ્યું મને એવું કેમ કર્યું હશે?? શું કરું વિશ્વા ને દિશા વિશે પૂછું કે નહીં એ ગડમથલમાં ક્યાં લંચ લેવાઈ ગયો એની ખબર જ ના પડી. લંચ બ્રેક પુરો થતાં એક મક્કમ નિર્ધાર કે આજે તો વિશ્વા ને જ પૂછી લવું સાથે હું અનંત ફરી કામની અનંતતામાં પરોવાઇ ગયો.


સાંજે છૂટી ને ઘરે જતા કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવ્યા અને સૌથી પહલું કામ વિશ્વાને ફોન લગાડવાનું કર્યું...

વિશ્વા "હેલો, વાહ! શું વાત છે કાલે વાત થઈ હતી તો પણ આજે ફરી કોલ.. બધું ઓકે ને??"

હું "હા દોઢ ડાહી... બધું ઓકે જ છે, હું જ્યારે ફોન કરું ત્યારે એવુંજ ના હોય કે કોઈ તકલીફ હોય."

વિશ્વા "અરે મેરા બચ્ચા, ખોટું લાગ્યું ડિયર?? હું મસ્તી કરતી હતી."

હું "હા હું જાણું છું, કાંઈ ખોટું નથી લાગ્યું... તારાથી ખોટું લગાડી હું જઈશ ક્યાં...!?"

વિશ્વા "હા એ પણ છે."

હું " આજે મારે દિશા સાથે વોટ્સએપ માં વાત થઈ."

વિશ્વા "ઓહો, તો એમ કે ને આ વાત શેર કરવા ફોન કર્યો હતો."

હું "અરે ના એવું થોડું હોય... જાણે હું તો કેમ તને યાદજ ના કરતો હોય ? પણ એક સવાલ છે... પૂછું??"

વિશ્વા "ડિયર એમાં પરમિશન લેવાની ના હોય, તારા માટે કોઈ દિવસ એવું રાખ્યું છે?"

હું "આ દિશા ની પર્સનલ લાઇફ નું શું છે?? એણે કેમ હજુ લગ્ન નથી કર્યા??"

વિશ્વા "અમુક સવાલોના જવાબ સમય આપે છે. હવે તો તારે વાત થતી રહેશે તો તું જાણી જઈશ. અને મેં કેમ નથી કહ્યું એનું કારણ પણ જાણી જઈશ."

હું "હા એ પણ છે, હું ઘરે પહોંચવા આવ્યો, જય શ્રી કૃષ્ણ."

વિશ્વા "દિશાને દુ:ખ થાય એવું કાંઈ ના કરતો... જય શ્રી કૃષ્ણ."

હું "હા, હું ધ્યાન રાખીશ, આવજે."

ઘરે પહોંચ્યો, ફ્રેશ થઈ જમી ને બહાર નીકળ્યો પણ સવાલો મનમાં ઉભાજ રહ્યા...! છતાં એક વાતનો આનંદ હતો કે દિશા સાથે વાતની શરૂઆત થઈ... ઘરે પહોંચ્યો...થોડો ટાઈમ સોશીયલ મીડિયામાં પસાર કરીને સુઈ ગયો...બીજા દિવસે ફરી એજ મનોયુદ્ધ સાથે જીતવાની તૈયારી કરવા...!!!


*****


Rate this content
Log in

More gujarati story from Rohit Prajapati

Similar gujarati story from Drama