Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Rohit Prajapati

Drama

5.0  

Rohit Prajapati

Drama

અનંત દિશા ભાગ - ૨

અનંત દિશા ભાગ - ૨

8 mins
401


આપણે જોયું પહેલા ભાગમાં કે અનંત અને દિશા ની પહેલી મુલાકાત કઈ રીતે થઈ અને એ મુલાકાતમાં અનંતના મનમાં શું શું સવાલો ઉભા થયા અને મનમાં નવા તરંગો સર્જાયા...


હવે આગળ........


હું ઘરે તો આવ્યો પણ જાણે કાંઈક છૂટી ગયું એવું લાગી રહ્યું હતું. શું ગજબની મુલાકાત હતી એ... આમ પણ એવા માણસો જિંદગીમાં ભાગ્યેજ આવે કે, એની સાથે મુલાકાત થાય અને એ મુલાકાત યાદ કરી વાગોળતાં રહીએ...

સાંજે આમતેમ મિત્રો સાથે ફર્યો અને ઘરે આવ્યો. જમીને ફ્રી થયો. થાક તો હતો જ આખા દિવસની દોડાદોડી નો, તો મમ્મી ને કહ્યું હું સુવા જાઉં છું.


મોબાઇલ હાથમાં લીધો અને સમય જોયો તો હજુ ૯ જ વાગ્યા હતા. મોબાઇલમાં થોડું સોશિયલ મીડિયા જોયું પણ આજે ખબર નહીં કેમ? આ મોબાઇલ ના રસિયાને મોબાઇલ પણ સંતોષ ના આપી શક્યો...!!!!

ફરી આજની એ ઘટના મમળાવી. વિશ્વાથી લઈ દિશા સુધીની અને ફરી ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું અને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી...!!!


બીજા દિવસે અલાર્મ વાગ્યું ત્યારે ઊંઘ ઊડી. ફટાફટ તૈયાર થયો, ચા નાસ્તો કરી ફરી હું એજ રૂટીન કામ માટે નીકળ્યો.


હું વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એંજીનિયર છું અને એક પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝર સાથે પ્રોગ્રામર છું.... ફરી પાછો એ જ ઇલેક્ટ્રિકલ ચક્કરમાં પડવા એટલે કે ઇન્ડિયન સર્કિટ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી જવા માટે બાઇક લઇને નિકળ્યો. મારી એક ટેવ છે, કે હું જ્યારે પણ બાઇક ચલાવું ત્યારે હેન્ડ્સ ફ્રી કાનમાં હોય અને એની ઉપર હેલ્મેટ પહેરી ગીતો સાંભળતો અને મનમાં યાદો વાગોળતો મસ્તીથી રસ્તામાં જતો હોવ છું. એ મુજબ આજે પણ નિકળ્યો.

વાંચેલી એક રચના મનમાં યાદ આવી....


જો આમ જ કોઈ નું મન કળી શકતું હોય તો, 

લાગે જાણે જિંદગીનો આ એક ઉપહાર છે,

 એ વાત ખાસ છે, એટલે જ તું આસપાસ છે...


મારી કંપની કડી પાસે છે. હું ત્યાં પહોંચી ગયો અને એ જ રોજના કામ શોર્ટ સર્કિટ... એટલે કે ઇલેક્ટ્રિકલ સર્કિટ ના પ્રોગ્રામિંગ માં લાગી ગયો. લગભગ દસેક વાગ્યા હશે ત્યાં યાદ આવ્યું, અરે મેં તો વિશ્વા ને ફોન પણ ના કર્યો કે એ પાછી આવી કે નહીં? તરત જ ફોન ઉપાડ્યો અને ફોન જોડ્યો... સામે વિશ્વા હતી..

હું "હેલો વિશ્વા, જય શ્રી કૃષ્ણ"

વિશ્વા "જય શ્રી કૃષ્ણ"

હું "ક્યારે ઘરે પાછી આવી? તે ફોન કે SMS પણ ના કર્યો..!!"

વિશ્વા "હું સાંજે ૬ વાગે આવી ગઈ હતી, પણ તે તો યાદ જ ના કરી પછી."

હું "અરે ડિયર ધ્યાન બહાર ગયું, નહીં તો હું હમેશાં તારું ધ્યાન રાખું જ છું ને!"

વિશ્વા "હા, એ તો મેં જોયું કાલે તારું ધ્યાન ક્યાં હતું. બાય ધ વે ક્યાં હતું???"

હું "અરે ડિયર! એવું કાંઈ નહોતું. મારું તો કામ જ તારું ધ્યાન રાખવાનું..!!"

વિશ્વા "હા એ તો જોયું તે કેવું ધ્યાન રાખ્યું."

હું વાત બદલવા... "અરે, તારી આ મિત્ર શું કરે છે?"

વિશ્વા, "એ કમ્પ્યુટર ક્લાસ માં ઇન્સ્ટ્રકટર છે. કમ્પ્યુટર શીખવે છે."

હું "ઓહ! ઓકે. પણ ખુબ સરળ સ્વભાવ લાગ્યો એનો."

વિશ્વા "બકા મારી બેસ્ટીછે તો સારી જ હોય ને!"

હું "હા, એ તો છે જ, તું પણ ક્યાં કમ છે..!! ચાલ હું ફોન મૂકું મારે કામ છે."


બસ આટલી વાત કરી ફોન મૂક્યો અને ફરી યાદ તાજી થઈ. એ જાણવાની ઇંતેજારી વધી કે ૩૦ વર્ષ થયા છતાં હજુ લગ્ન કેમ નહીં કર્યા હોય !?


ફરી હું મારા કામમાં એટલે કે સર્કિટ પ્રોગ્રામિંગમાં પડી ગયો.

આજે પણ રોજની જેમ કામ બહું હતું એટલે થાકી ગયો હતો. રોજ ની જેમ જ કાનમાં હેન્ડસ ફ્રી ભરાવી ગીતો સાંભળતો ઘરે આવતો. મનમાં વિચારો નું ઘોડાપૂર ઉમટ્યું હતું...આ તે કેવી જિંદગી ! બસ આમ જ સવાર પડે છે ને સાંજ પડે છે...મશીન જોડે રહી ને ક્યાંક હું પણ મશીન ના બની જાઉં...!!! ત્યાંજ ફોન આવ્યો , જોયું તો વિશ્વા . એ જ મારું નાનું અદ્ભુત વિશ્વ એટલે જ વિશ્વા ! મારી ખાસ મિત્ર...સદા મારી અદ્ભુત કાળજી લેતી..!!! આમ જોઈએ તો એણે જ મને કાળજી શું હોય એ શીખવાડ્યું ...

મેં વિશ્વા ફોન કટ કર્યો અને કોલ બેક કર્યો કર્યો.

હું " હેલો, જય શ્રી કૃષ્ણ." 

વિશ્વા " જય શ્રી કૃષ્ણ, કેવો રહ્યો દિવસ? "

હું " એવોજ, અતિ વ્યસ્ત, થાકી ગયો. "

વિશ્વા " મારો પણ એવોજ, સાચવજે, બાય."

હું " ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. "


આમ જ કોઈકોઈ વખત ઘરેથી જોબ પર જતા અથવા જોબથી ઘરે આવતા વિશ્વા સાથે વાત થઈ જતી...એમ જ ફરી ગીતો સાંભળતો ઘરે આવ્યો.


દરરોજની જેમ ફ્રેશ થયો. જમવાનું તૈયાર હતું એટલે જમી લીધું.અને નીકળી પડ્યો બહાર મિત્રો ને મળવા...થોડી જિંદગી જીવવા...થોડીવાર એમની જોડે બેઠો, અલક મલકની વાતો કરી અને પછી લગભગ ૧૦ વાગ્યાની આસપાસ ઘરે આવ્યો... ફરી એ જ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ના ચક્કરમાં પડ્યો ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી... જાણે આ અનંત ઊંઘ માં જ અનંત સફરમાં ચાલ્યો ગયો...


બસ આમને આમ દિવસો પસાર થતા હતા... કાંઈજ નવું નહોતું. આ અઠવાડિયુ આ રીતે જ પસાર થઈ ગ્યું... પણ હા દિશા વારેવારે યાદ આવતી હતી! અને જાણે એના રહસ્યો ની દુનિયા મને ખેંચી રહી હોય એવો આભાસ થતો હતો...


ફરી મારી રજાનો દિવસ આવ્યો... સવારમાં લેટ એટલ કે શાંતિથી ઉઠયો. આમ તો રજાના દિવસે મારું એવું જ શેડ્યૂલ હોય બધું લેટ ચાલે... હું લગભગ ૯ વાગે રેડી થયો અને ન્યૂઝ પેપર વાંચવા બેઠો, થોડું વાંચ્યું હશે ત્યાંજ મોબાઇલમાં રીંગ વાગી જોયું તો વિશ્વા... મેં ફોન કટ કરી કોલ બેક કર્યો.

હું " ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. "

વિશ્વા " ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છે? આજે તો રજા ને, શું પ્લાન છે? "

હું " હું એક્દમ મજામાં, તું કેમ છે? હું તો જસ્ટ હમણાં જ તૈયાર થયો હજી કોઇ પ્લાન નથી. જો તું આવે તો ફરવા જઈએ.. "

વિશ્વા " અરે યાર આજે બહું કામ છે અને પેલી મારું લોહી પી ગઈ છે. "

હું મનમાં ઝબક્યો "પેલી.... કોણ પેલી??? શું થયું???"

વિશ્વા "અરે દિશા ની વાત કરું છું. થયું કઈ નથી. આ તો હું લાસ્ટ વીક ત્યાં ગઈ હતી તો મેં કહ્યું કે મેં નવું ટોપ લીધું છે બ્લૂ કલર નું, તો કે મને આપજે કોઇ વાર, હવે એનો કાલે કોલ આવ્યો હતો કે મારે કાલ સાંજે બહાર જવું છે તો મને મોકલાવ ને."

હું "ઓહો! તો એમ વાત છે એટલે મારી વિશ્વા ટેન્શનમાં છે. હું સમજી ગયો... લાવ, હું જ આપી આવું .આમ પણ હું ફ્રી છું અત્યારે અને એ બહાને દિશા ને......"

વિશ્વા "ઓયે મિસ્ટર સીધા જવાનું, ડ્રેસ આપવાનો, સીધા પાછા.. જો એની કોઈ ફરિયાદ આવી તો તારું આવી બન્યું."

હું "અરે હા ડિયર, તારી બેસ્ટી ને હું તકલીફ ના આપું."

વિશ્વા "હા એટલો તો હું તને જાણું છું. ચાલ મને મળ આપણી એ જ જગ્યાએ હાઈકોર્ટ સામે."

હું " ઓકે, હું જસ્ટ ૧૫ મિનિટ માં પહોંચ્યો, તું પણ આવ... બાય... જય શ્રી કૃષ્ણ."

વિશ્વા "બાય, જય શ્રી કૃષ્ણ."


મમ્મી ને બપોર સુધી માં આવાનું કહી હું નીકળ્યો. થોડી વારમાં જ હું હાઈકોર્ટ પહોંચી ગયો. જોયું તો વિશ્વા હજુ આવી નહોતી. હું વિશ્વાના વિચારોમાં પડ્યો. કેટલો સરળ સ્વભાવ છે એનો. ક્યારેય મારા ઉપર ગુસ્સો નથી કરતી અને એક હું છું જે ગમે ત્યારે એના ઉપર ગુસ્સો કરી એને દુ:ખી કરી નાખું છું! આમ મારું મગજ ગમે ત્યારે કોઈ ને કોઈ વિચારોમાં ચડી જતું ! થોડીવારમાં એક રીક્ષા આવીને ઊભી રહી અને વિશ્વા એમાંથી ઉતરી ને મારી પાસે આવી.

વિશ્વા "સોરી યાર થોડી લેટ પડી ગઈ."

હું "ઇટસ ઓકે ડિયર, થાય કોઈવાર, હું ક્યાં કઈ બોલ્યો."

વિશ્વા "તું બોલે તો તો માર પડે." એમ કરતાં બંને હસી પડ્યા.

હું "હા, તો હવે કામની વાત કરો, શું લઈ જવાનું છે? અને એ ક્યાં મળશે?" મેં હાથે કરીને દિશાના નામ નો ઉલ્લેખ ટાર્યો.

વિશ્વા "ઓહો, સાહેબને તો મળવાની બહુ તલપ છે ને કાંઈ, શું વાત છે??"

હું "અરે એવું કાંઈ નથી, આ તો તે કહ્યું તારે કામ છે એટલે થયું તને જલ્દી ફ્રી કરું."

વિશ્વા "ઓકે... ઓકે... જો આ બેગ લે અને દિશાને આપી દેજે. આ એના ક્લાસ નું એડ્રેસ અને એનો ફોન નંબર છે. એ અત્યારે ત્યાંજ મળશે. ત્યાં પહોંચીને એને ફોન કરજે એ લઈ જશે."

હું " ઓકે, થઈ જશે મેડમ, બીજું કંઈ?" અને અમે ફરી હસી પડ્યા.

વિશ્વા "ઓકે ઓકે...આ તારા નાટક ઓછાં કર! હવે હું જાઉં. મારે મોડું થાય છે. બાય...જય શ્રી કૃષ્ણ."

હું "સાચવજે મારી વિશ્વાને, જય શ્રી કૃષ્ણ."


બસ હવે હું બાઇક લઇને નિકળ્યો ફરી એક નવા અધ્યાયની શોધ મા! મનમાં એક ના સમજી શકાય એવી ખુશી હતી! આજે દિશા ને ફરી મળાશે એની! આવું મારી જોડે પહેલી વાર થઇ રહ્યું હતું! એક બેચેની...કોઈ ને મળવાની આટલી તલબ...એક મીઠી ઉલજન...હું સમજી જ નહતો શકતો કે મને આ શું થઇ રહ્યું હતું !!! પણ હું બહુ ખુશ હતો ! હવે તો મારી પાસે એનો ફોન નંબર પણ હતો. બસ આજ વિચારો કરતા કરતા હું દિશાના ક્લાસ ની સામે પહોંચી ગયો.

મેં દિશાને ફોન લગાડયો...

દિશા "હેલો."

હું "હેલો, હું અનંત- વિશ્વા નો મિત્ર. અહીંયા તમારા ક્લાસની નીચે ઊભો છું."

દિશા "ઓકે, તમે શું લઈને આવ્યા છો? કેવા કપડાં પહેર્યા છે?"

હું "બાઇક લઇને, બ્લૂ જીન્સ અને વ્હાઇટ શર્ટ."

દિશા "ઓકે, ત્યાંજ ઊભા રહો હું મારા પ્યૂન કાકા ને મોકલું છું. એમને આ બેગ આપી દેજો."

હું "ઓકે, આવજો."

દિશા "થેન્ક્સ, આવજો."

મનમાં પેલું ગીત સરી પડયું "दिलके अरमा आंसूओ मे बह गए..."

ત્યાંજ પેલા કાકા આવ્યા. એમને પેલી બેગ આપી અને હું બાઇક લઇ ગીતો સાંભળતો સાંભળતો પાછો ઘરે આવી ગયો.


બપોરનું જમવાનું પતાવી પાછો બેડ માં આરામમાં પડ્યો... અને ફરી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ના ચક્કરમાં પડ્યો... મનમાં એક ઝબકારો થયો લાવને દિશાનો નંબર સેવ કરી જોવું ખબર તો પડે એ વોટ્સએપ વાપરે છે કે નહીં... એમ વિચારી નંબર સેવ કર્યો અને વોટ્સએપ ખોલ્યું તો દિશા વાપરતી હતી પણ dp માં ફુલ અને પતંગિયાં હતાં. બસ આમને આમ ક્યારે ઊંઘ આવી ખબરજ ના પડી...


સાંજે ફરી મોબાઇલમાં રીંગ વાગી જોયું તો વિશ્વા હતી, મેં ફોન કટ કરી કોલ બેક કર્યો.

વિશ્વા "હેલો, ડિયર."

હું "બોલો ને ડિયર."

વિશ્વા "દિશાનો ફોન આવ્યો હતો એણે તને થેન્ક્સ કહ્યું છે."

હું "હા- હા, જોયું એનું થેન્ક્સ, હું ત્યાં ગયો તો મળવા પણ ના આવી. થેન્ક્સ પણ ના કહ્યું."

વિશ્વા "અરે ડિયર, એ ક્લાસ માં હતી તો સોરી પણ કહ્યું છે."

હું "ઇટસ ઓકે, ચાલ્યા કરે, તું કેમ છે??"

વિશ્વા "હું એક્દમ ઓકે, પણ તું ઉદાસ કેમ છે??"

હું "અરે એવું કાંઈ નથી, બાય ધ વે મેં દિશાનો નંબર સેવ કર્યો છે, એ વોટ્સએપ વાપરે છે એ જોયું, મન થયું હતું મેસેજ કરું પણ પછી ના કર્યો."

વિશ્વા "ઓહો હો, વોટ્સએપ માં વાત કરવી છે સાહેબ ને એમ ને??, વાંધો નહીં કરજે."

હું "અરે ના ના, એમ થોડો મેસેજ કરાય એ કેવું વિચારે."

વિશ્વા "ઓકે, હું પૂછી લઈશ પછી કરજે."

હું "ઓકે ડિયર, જય શ્રી કૃષ્ણ."

વિશ્વા "જય શ્રી કૃષ્ણ."


બસ આટલી વાત પતાવી અને ફરી વિચારોમાં ખોવાયો કે હવે શું થશે... સવાલો એ જાણે મન ઘેરી લીધું હતું... ફરી એ જ વિચારોમાં સમય પસાર કર્યો અને એક યાદગાર દિવસ પૂર્ણ કર્યો...


Rate this content
Log in

More gujarati story from Rohit Prajapati

Similar gujarati story from Drama